Don't Side With Yourself


Image of the Weekપોતાનો પક્ષ ન લેવો


- જોસેફ ગોલ્ડસ્ટીન


જાગૃતિ દ્વારા આપણું હ્રદય મોકળું બને છે અને દુઃખદ સંવેદના ને પચાવી શકે છે, તેનું દુઃખ અનુભવ કરી અને તેને જતી કરવી. પણ આ ઘણી સાધના માગી લે છે -અને કદાચ ઘણી વૈવિધ્યપૂર્ણ સાધના- કઠીન સંવેદના જેને આપણે જાણીએ છીએ તેને બહાર લાવવા અને છુપાયેલ ને ઉજાગર કરવા.


કઠીન સંવેદના ને બહાર લાવવા માં ઘણી વિપત્તિ અને આહ્વાન હોય છે. આપણે ઘણીવાર અસ્વિકાર માં જીવીએ છીએ. આપણી અંધેરી બાજુ ને બહાર લાવવી સહેલી નથી. અને ક્યારેક આપણે જાણતા હોવા છતાંય, આપણી લાગણીઓ નું ન્યાયીકરણ આપણી જાત સાથે કરીએ છીએ: “ મારે આ લોકો ની નફરત કરવીજ જોઈએ-જુઓ તેમને શું કર્યું.” આ નફરત ને વેરભાવ ની ભાવના નું ન્યાયીકરણ (જે તેના પ્રત્યે જાગૃત હોવાથી ઘણું વિપરિત છે), અને આત્મતુષ્ટિ કે પાખંડ ની એક પ્રબળ ભાવના પણ ઉત્તપન થાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે બધી લાગણી અને સંવેદના જે આપણને છે તે અનુબંધિત પ્રતિક્રિયા છે, જેનું નિર્માણ આપણા જીવનની ચોક્કસ પરિસ્થિતિમાંથી થાય છે. બીજા લોકો આજ પરિસ્થિતિ માં તદન જુદો અનુભવ કરશે. અને ક્યારેક આ માનવું અઘરું છે કે આપની લાગણીઓ એ સનાતન સત્ય નું પ્રતિબિંબ નથી. ૧૭ મી સદીના ઝેન ગુરુ, બાંકી, આપણને સૂચવે છે કે: પોતાનો પક્ષ ના લેવો.”

આપણી સંવેદના અને દ્રષ્ટિકોણ પ્રત્યે આત્મતુષ્ટિ કે પાખંડ એ પ્રતિબદ્ધતા ની અંધેરી બાજુ છે. ક્યારેક આ બહાના ને આપણે તીવ્ર નિષ્ઠા ની લાગણી સાથે મિશ્રિત કરીએ છીએ. પણ મહાન કરુણામય અને ઇન્સાફી આદર્શવાદીઓ આ તફાવત ને પ્રકાશિત કરે છે.

પ્રશ્ન એ નથી કે આપણી અંદર અનૈતિક મનોભાવ પ્રગટ થશે – કે આપણી આસપાસ ના જગત માં. નફરત, વેરભાવ, ભય, પાખંડ, લોભ, લાલચ અને ઈર્ષા ની લાગણીઓ અલગ સમયે આવશે જ. આપણું આહ્વાન એ છે કે આપણે જાગૃતિ થી આ બધાને જોઈએ, અને સમજીએ કે આ ભાવના જ દુઃખ નું કારણ છે અને તેના આધારે કરેલું કર્મ ક્યારેય આપણને આપણા મનવાંછિત પરિણામ તરફ નહીં લઇ જાય-આપની અંદર શાંતિ અને જગતમાં શાંતિ.

તો પદ્ધતિ છે જાગૃતિ, તેની અભિવ્યક્તિ છે કરુણા અને હાર્દ છે પ્રજ્ઞા. પ્રજ્ઞા અનિત્ય, ક્ષણિક સ્વભાવ અને મૂળભૂત પોકળતા ની પહેચાન કરે છે, આ બદલતી ઘટનાની. પ્રજ્ઞા આપણા મનને નિરપેક્ષતા, બુદ્ધ નો મોક્ષ નો મુક્તિમણી નો અનુભવ કરાવે છે. આ સમજ બદલામાં, સમાજ પ્રત્યે કરુણામય વ્યવ્હાર સ્થાપે છે. દીલ્ગો ખેંત્સે રીન્પોચે, મહાન તિબેટી ગુરુ, શીખવે છે: તમે જયારે સ્વભાવ નો ખાલીપો ઓળખી જશો, ત્યારે બીજાનું ભલું કરવાની શરૂઆત કોઈ પૂર્વ યોજના વિના સહેલાઇથી થશે.” અને પ્રજ્ઞા એ પ્રગટ કરશે કે અ-લગાવ એ મુક્તિ ના સંપૂર્ણ અનુભવ માટે જરૂરી છે. આપણે જોઈએ કે અ-લગાવ એ કેળવવા માટે સાધના અને પ્રબુદ્ધ મન નો સ્વભાવ બંને બની રહે છે.

કવિ ટી. એસ. એલિયટ ના “The Four Quartets.” ની કડીઓ:

સંપૂર્ણ ઋજુતા ની પરિસ્થિતિ,
(જેની કિંમત બધા થી ઓછું કંઈ નથી)
અને બધું બરાબર થશે અને
બધી વસ્તુ ની વ્યવસ્થા બરાબર થશે.


-જોસેફ ગોલ્ડસ્ટીન, Three Means to Peace માંથી ઉદધૃત

મનન ના પશ્નો:
૧.) ઝેન બોધ કે “પોતાનો પક્ષ ન લેવો” તેના વિષે તમારું મંતવ્ય શું છે?
૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જયારે તમે તમારું અનુબંધન જોઈ શક્યા હો અને તમારા પાખંડ (આત્મ તુષ્ટિ) ને પાર કરી શક્યા હો.
૩.) તમારી બધી લાગણીઓ ને જાગૃતિ થી જોવામાં શું મદદ કરશે?
 

Joseph Goldstein, excerpted from Three Means to Peace.


Add Your Reflection

11 Past Reflections