Beyond Content Of Thought

Author
Ram Dass
36 words, 24K views, 12 comments

Image of the Weekવિચારોના ઘેરાવાથી પાર


- રામદાસ

પડછાયા અને અંધકારને દૂર કરવાના સખત પ્રયત્નો હકીકતમાં, હું માનું છું કે એ દ્વારા હું પડછાયા ના અસ્તિત્વ ને વાસ્તવિકતા આપું છુ. આના કરતા તમો તમારી ફક્ત સાધના પર જ ધ્યાન આપો. અગર કોઈ મને સવાલ કરે અને ખરાબ વિચારો આવે છે, અને મને એનું કારણ સમજાતું નથી, તો કેમ? તમે એ સમજવામાં મને મદદ કરશો? હું ફક્ત એમની સાથે બેસીશ અને કેવળ શ્વાસ ઉપર ધ્યાન આપવાનું કહીશ. શ્વાસોશ્વાસ સાથે કોઈ વિષય, જોડાયેલો નથી. એ કેવળ શ્વાસ જ છે. પ્રશ્ન કે કોયડા ને વધુ સુદ્ઢ બનાવવાને બદલે આપણે આપણી પોતાની અંતરિક શાંતિ ને કેન્દ્રિત કરી ને વધુ જાગૃત બનાવીએ આ સ્થિતિ બહુ નાજુક છે. જયારે વિચારો વિષય બની જાય છે ત્યારે તેને હું સંપૂર્ણ રીતે નકારવા નથી માંગતો. પરંતુ હમેશા વિચારો પર ધ્યાન આપવું એ મારે માટે અંતિમ પગલુ છે.


વિચારોના વિષય કરતા વિચારો ની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે સારું છે. શું તમે બન્નેનું અંતર સમજી શકો છો?


હું મનોચિકિત્સક પાસે જાઉં ત્યારે એ પૂછવામાં આવે કે “તારા બાળપણ વિશે” અને આ બધું ક્યાંથી આવ્યું? આ બધી વસ્તુ વિચારો ના વિષય સાથે સંબંધિત છે. અથવા વિચાર ને કેવળ વિચાર તરીકેજ જુવો. તે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તે પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત ના કરો. તે કેવળ વિચાર જ છે. આને કેવળ વિચારોની શ્રેણી માં જ મુકો એ નહીં કે તે કઈ બાબતનું છે, તે કેવળ એક વિચારો જ છે. ધ્યાન ની અવસ્થા માં આ મારો મુખ્ય પ્રયત્ન છે. હું તે વિચારો પ્રત્યે કેટલો જાગૃત છું કે તે વિચારો સાથે જોડાઈ ગયો છું, આવું કરવા માટે તમારી ધ્યાન ની અભ્યાસ માં ઊંડા ઉતરો તેમાં ક્યારેક વિચાર હોય અને ક્યારેક શ્વાસ.


એમાંથી શું બહાર આવશે? વિચાર સાથે ના જોડાણ સાથેનું હું શું કરીશ? વિધારો આવે છે, ત્યાં ગુરુ નો અવાજ સંભળાય છે, “તારા શ્વાસ તરફ પાછો વળ” શ્વાશોશ્વાસ તરફ વળીજા, ત્યાં બીજો વિચાર આવે છે. “ઓ પ્રભુ, મારું જીવન ગૂંચવણ ભરેલું કેમ છે? તે સમયે તમે મનોચિકિત્સક ને બોલાવો છો અને શા માટે મારું જીવન ગૂંચવણ ભરેલું છે તેને શોધવા નો પ્રયત્ન કરીએ અથવા તમે જ વિચારો કે શ્વાસ તરફ ધ્યાનની પ્રક્રિયામાં પાછો વળો છો. જીવનમાં ચોક્કસ ગૂંચવણ હશેજ પણ હું પાછો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરું?


વિચારો આવે છે અને જાય છે અને બીજા શબ્દો માં કહું તો ધ્યાન ની પ્રક્રિયા ને કારણે વિચારો સાથે જોડાઈ ન જતા હું મારી જાત ને તેમાંથી બહાર લાવી શકું છું. પછી ભલે તે વિચારો દુઃખના હોય કે બીજા. અમુક વિચારો આ પદ્ધતિ થી નીકળી પણ ન શકે કારણ કે તેઓ એક વિચારોના વમળમાં કે ગૂંચવણ માં અટવાઈ જાય છે. તો તમે એના વિષય ના મૂળથી કાઢવાની કોશિશ કરી શકો છો. છતાંય હું એજ માનું છું કે એની પ્રક્રિયા પર ધ્યાન આપો અને વિષય પર ત્યારે જજો જયારે તેની છણાવટ કરવા તૈયાર હોય.


મનન ના પ્રશ્નો

૧. વિચારો નો વિષય અને વિચારોની ની પ્રક્રિયા એ બન્ને વચ્ચે શું ભેદ છે? તે કેવી રીતે મૂલવશો?
૨. તમારા જીવન નો કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકશો તે જયારે વિચારો ના વિષય કરતા તેની પર થતી પ્રક્રિયાથી તમારી પ્રગતિ થઈ હોય?
૩. વિચારો નો ઉકેલ લાવવાનો સમય હવે પાકી ગયો છે તે તમે કેવી રીતે જાણી શકશો?
 

Excerpted from Exploring the Mechanics of Thought.


Add Your Reflection

12 Past Reflections