A Scheme to Change the World?

Author
Hazrat Inayat Khan
88 words, 14K views, 16 comments

Image of the Weekદુનિયા ને બદલવાની તરકીબ?


-હઝરત ઈનાયત ખાન


એક વખતે મારે પેરીસ માં ભાષણ આપ્યા પછી એક કાબેલ વ્યક્તિ એ આવીને મને પૂછ્યું “ આપની પાસે કોઈ તરકીબ છે?” મેં પૂછ્યું “કેવી તરકીબ ?” તેને કહ્યું “સ્થિતિ સુધારવા માટે “.

મેં તેને કહ્યું કે મારે પાસે તેવી કોઈ તરકીબ ન હતી, તેને કહ્યું ,” મારી પાસે છે, અને હું તે તમને બતાવી શકું”. આવું કહી ને તેને એક ખોખા માંથી એક મોટો કાગળ કાઢ્યો જેમાં કંઇક ગણિત કરેલું હતું, આ બતાવતા તેને કહ્યું, “ આ અર્થશાસ્ત્ર ની તરકીબ થી દુનિયા ની પરિસ્થિતિ સુધારી શકાય, બધા ને આ પ્રમાણે સરખો ભાગ મળી શકે.”

પ્રતિઉત્તર આપતાં મેં કહ્યું, “ આ અર્થશાસ્ત્ર ની તરકીબ આપણે પહેલાં પિઆનો ને સુર બદ્ધ કરવા માટે કરીયે: અલગ સુર ડી, ઈ , એફ એમ કરવાને બદલે આપણે બધાજ સુર ને સરખા વગાડીએ અને પછી જોઈએ કેવી મજા પડે છે – બધુંજ સરખું સંભળાય, કોઈ તફાવત નહી, કોઈ વ્યક્તિત્વ નહી, કઈજ નહી”. અને મેં આગળ કહ્યું ,” અર્થશાસ્ત્ર ની યુક્તિ એ નિર્માણ કારક નથી પરંતુ ધ્વંસ કરનાર યુક્તિ છે. આ અર્થશાસ્ત્ર આપણ ને વિનાશ પાસે લાવ્યું છે. દુનિયા ને બદલાવવા માટે હ્રદય ના ગુણો અને અધ્યાત્મિક વલણ ની જરૂર છે.”.

ઘણી વખતે મને સાંભળવા આવતા લોકો પાછળથી આવી ને કહે “હા, તમે કહો તે ઘણું રસપ્રદ, ઘણું સરસ લાગે, અને હું પણ એમ ઈચ્છું કે દુનિયા બદલે. પણ તમારી જેમ કેટલા વિચારે? તમે કેવી રીતે કરી શકો? કે આ કેવી રીતે કરી શકાય?

તેઓ આવા નિરાશાજનક વચનો લઈને આવે, અને હું તેમને કહું કે, “ કોઈ એક વ્યક્તિ શરદી કે ફ્લુ લઈને દેશ માં આવે અને તે બીમારી ફેલાય. જો આવી ખરાબ વાત ફેલાય શકે તો એક પ્રેમ, ભલાઈ અને અન્ય માટે પરોપકાર થી ભરેલો ઊચ્ચ વિચાર કેમ ન ફેલાય? જુઓ ત્યારે કે આ બધા સૂક્ષ્મ જંતુ છે, ભલાઈ, પ્રેમ, પરોપકાર, અને કરુણા, ભાઈચારા ના જંતુ, આધ્યાત્મિક વિકાસ ની ઈચ્છા થી સભર, જે બીજા કરતા ઘણા મોટા પરિણામ લાવી શકે તેવા હોઈ છે. જો આપણે બધાજ આશાવાદી વલણ અપનાવીએ, અને પોતપોતાની રીતે નાનું કામ કરતા રહીએ તો આપણે ઘણું મહાન કાર્ય પૂર્ણ કરી શકીએ.”

ઈશ્વર થી ઘણાને નારાજગી હોઈ છે, કે તેમને ભાગે તેમના જીવનમાં ઈશ્વરે દુઃખોને મોકલ્યા ---પણ આવા અનુભવ તો બધાને થતાં જ હોય છે! નારાજગી સાથે કોઈક કહે, “ કેમ આ બરાબર નથી”, કે “આ સાચું નથી,” અને “ ઈશ્વર જે સારો અને ન્યાયી છે તે કેવી રીતે આવું અન્યાય ભરેલું થવાં જ દે”? પણ આપણી સમજણ ની દ્રષ્ટી એટલી ટૂંકી છે કે સાચું અને ખોટું, સારું અને ખરાબ આપણા માટે જ વિચારીએ છીએ -ઈશ્વર ના નક્કી કર્યા પ્રમાણે નહીં. એ સાચું કે જ્યાર સુધી આપણે આપણી રીતે વિચારીએ અને જે કોઈ તેવી રીતે વિચારે તેને પ્રમાણે તેની સમજ નું સત્ય તેવું હોય, પણ ઈશ્વર ની વાત આવે કે બધોજ વિસ્તાર અને દૃષ્ટિકોણ બદલાઈ જાય.

સુફીઓ એટલેજ પોતાના દુઃખો ની બહાર આવવાનો રસ્તો શોધે છે – જે તેનાથી ઉપર ઉઠવાનો છે, જે આવે છે તેને ધીરજ થી લેવું. તેની સાથે કેવું વર્તન થાય છે તેની તેને પડી નથી. તે પોતાના નિયમાનુસાર ઉત્તમ કરવામાંજ સંતોષ પામે છે. બીજાઓ તેને પ્રત્યે ભલાઈ દાખવે તેના પર નિર્ભર રહ્યા વગર એક સુફી એવા મતનો હોય કે તે બીજા તરફ ભલો રહે તેજ પુરતું છે. દરેક ડાહ્યો માણસ જીવન ને રસ્તે જાણી જાય છે કે આ નિયમ સુખનો ઉકેલ છે. કેમકે આપણે દુનિયા ને નહી બદલી શકીએ પણ આપણી જાતને બદલી શકીશું .

“ Sangatha II, Path to Perfection” માં થી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧. અર્થશાસ્ત્ર ને સંગીત માં લાવવું એ ઉદાહરણ વિષે તમારો મત શું છે?
૨. ભલાઈ ચેપી હોઈ તેવો કોઈ અનુભવ વર્ણવો ?
૩. તમારી સાથે ગમે તેવું વર્તન થાય તેની પરવા કર્યા વગર તમે કેવી રીતે સારું જ કર્યા કરો?
 

Excerpted from "Sangatha II, Path To Perfection" (more here and here).


Add Your Reflection

16 Past Reflections