Why I Make Movies

Author
Mickey Lemle
43 words, 55K views, 7 comments

Image of the Weekહું ફિલ્મો કેમ બનાવું છું

- મીકી લેમ્લે

બધીજ ફિલ્મો ભ્રામક હોય છે. આપણને એવો ભાસ થાય કે આપણે ચલચિત્ર જોઈએ છીએ પણ. હકીકત માં આપણે પ્રત્યક્ષ ક્ષણે ચોવીસ સ્થિર ચિત્રો જોતા હોઇએ છીએ અડધો વખત તો પડદો કાળો જ હોય છે. તે છતાયે ફિલ્મો કેવી સચોટ લાગે છે, અને તેનામાં ગહન સત્યો બહાર લાવવા ની તાકાત છે. હિંદુ પરંપરામાં આપણે આ બાહ્ય જગતને “માયા” અથવા મિથ્યા તારીખે ઓળખીએ છીએ. તે એક એવો પડદો છે જે સત્યને ઢાંકી રાખે છે. પણ માયામાં બીજો એક પાસો છે. તેની સત્યને બહાર લાવવાની શક્તિ. ફિલ્મો અને બીજી કલાઓ માયાનાં આ બન્ને પાસા ને ધારણ કરે છે. લોકો ઘણીવાર મને પ્રશ્ન કરે છે, “તમે કેવા પ્રકારની ફિલ્મો બનાવો છો?” જયારે તેમને ખબર પડે કે હું ફિલ્મકાર છું જ્યારે હું કહું કે “દસ્તાવેજી ચિત્રો બનાવું છું”. ત્યારે તે બોલી ઉઠે “ઓ, હકીકત પ્રગટ કરતી, સત્ય કથાઓ”.


આ “સત્ય” અને “હકીકત” વચ્ચે નું ઘર્ષણ કાયમ ફિલ્મો બનાવતી વખતે રહે છે. આ ઘણાને બહુ સાંભળેલી વાત લાગે પણ આ એક કલા નો સ્વભાવ છે. મારી પ્રેરણા પ્રેક્ષકો ને સોં પ્રથમ એક ઉત્તમ કથા કહીને તેમનું ધ્યાન દોરવાની છે. ત્યારબાદ તેમને ઊંડા સત્યો ની નજીક લાવીને મારી સમજણ શક્તિ નો ઉત્તમ પ્રયોગ કરીને તેમના સુધી પહોચાડવા ની છે. આ રીતે જો પ્રેક્ષક તૈયાર હોય, તો ફિલ્મોમાં એવી શક્તિ છે કે તેની પોતાને અને આસપાસ ના જગતને જોવાની દ્રષ્ટિમાં પલટો લાવી શકે. સત્યને આ રીતે લાવવા મારે તેનાથી વિપરીત કાર્ય કરીને સત્ય સાથે ચાલાકી કરવી પડે છે. કલાકાર હમેશાં સમજણ શક્તિ સાથે રમત કરતો જણાય છે. મોટાભાગે આપણે માનીએ છીએ કે આપણી સમજણ જ સત્ય છે. જે આંખથી જોયું તે સાચું માની લીધું. આવું કંઈક હોય છે. દાખલા તરીખે તમે હાલમાં સૂર્યાસ્ત જોયો છે? ગેલેલિયો અને કોપરનિકસ ગયાને સદીયો વીતી ગઈ છતા એ આપણે સૂર્ય ને અસ્ત થતો જોઈએ છીએ. સૂર્ય કદી અસ્ત નથી થતો. પૃથ્વી તેની ધરી પર ફરે છે એટલે સૂર્ય ગ્રહણ થાય છે.​


ન્યુટનનાં વખત મા પ્રકૃતિના શુદ્ધ નિયમો હતા. આઇન્ટાઇન એ સમજાવ્યું કે બધું સાપેક્ષતાના સિધ્ધાંત પ્રમાણે ચાલે છે. આપણી સત્યની સમજ ઉપર આપણી શ્રધ્ધા ની અસર હોય છે. કોઈ પણ વ્યવસ્થા ઉપર ગહન શ્રધ્ધા હોવી અથવા રૂઢી પ્રમાણે ચાલવામાં નક્કર સત્ય હોય શકે છે. ચોક્કસ પણે પોતાની વ્યવસ્થા માં માનવાવાળા લોકો એવું માને છે કે સત્ય તેઓ ની પાસે તાળા બંધ છે. મહાત્મા ગાંધી એક વખત સમગ્ર ભારતમાં અસંમતીના રૂપે કુચ કરી હતી. કુચ શરૂ કર્યાના થોડા વખત પછી તેમને લાગ્યુ કે આને કારણે હિંસા ખૂબ થશે, ત્યારે તેમણે અચાનક જ કુચ અટકાવી. ત્યારે તેમના કેટલાક અનુયાયી અને સહયોગી ઓ એ ક્હ્યું કે “આમ અચાનક કુચ તો અંત કેવી રીતે કરી શકાય, આખા ભારતમાંથી લોકો પોતાની નોકરી છોડી, કામ છોડી કુચમાં ભાગ લેવા દૂર દૂર થી આવ્યા છે”. ત્યારે ગાંધીજી એ જવાબ આપ્યો. માત્ર ઈશ્વર જ શાશ્વત સત્યને જાણે છે” હું તો માત્ર સાપેક્ષ સત્યને જાણું છું. મારી નીષ્ઠા સત્ય માટે હોવી જોઈએ અનુકૂળતા પ્રત્યે નહિ”. એટલેજ ક્યારેક એક મહાન કલાની સમક્ષ આપણે સત્યનો અનુભવ કરી શકીએ છીએ કારણકે આ કલા આપણને આપણી વ્યવસ્થા પ્રત્યેની શ્રદ્ધા માંથી બહાર લાવી ને વધુ ગહન શક્યતા તરફ લઇ જાય છે.


હું માનુ છું કે આપણા બધાની અંદર એક સાક્ષીભાવે જોનારો બેઠેલો છે. આપણે જ્યારે સત્યની સામે હોઈએ ત્યારે તે અંદર ઝણ ઝ્ણે છે. તેનો ઝંકાર એવો હોઈ છે જેવો આપણો અનુભવ – જયારે આપણે પવિત્ર પ્રકૃતિ સમક્ષ હોઈએ, અથવા તો એક જનમાં સાક્ષી, એક ફૂલ, એક દરિયાનું તોફાન, જ્વાળામુખી અથવા વાવાઝોડું. આપણે અચંબિત થઇ અને રસપ્રદ રીતે જકડાઈ જઈએ છીએ. જમેસ જોયસ કહે છે કે આપણે બધી ઉત્પત્તિનાં મૂળ કારણની સમક્ષ, તે રહસ્યની પાસે પોહંચી એ છીએ. હું જોય્સની સાથે સહમત છું. આપણા જીવન ની બધી મહેનત આ સત્યને પામવા માટે છે. ક્યારેક કોઈક સારા દિવસે આપણે તેની થોડા નજીક પોહંચી એ છીએ.


મીકી લેમલે એક ફિલ્મકાર છે, તેમને દલાય લામા, રામદાસ અને એવા ઘણા મહાનુભાવો પર ફિલ્મ બનાવી છે. પેરાબોલા મેગેઝીનમાં લખાએલા લેખ માંથી ઉધ્ધ્રુત


મનન ના પ્રશ્નો
૧. તમે નક્કર સત્ય અને સાપેક્ષ સત્ય વચ્ચેના ભેદ ને કેવી રીતે સમજો છો?
૨. એવો કોઈ અનુભવ વર્ણવો કે જયારે અંદરનો સાક્ષી ભાવ ઝણ ઝ્ણીત થયો હોય?
૩. નક્કર હકીકત અને થોડીક બદલાયેલી હકીકત સ્વીકારવા માટે કેવી રીતે સમાધાન મેળવવું?
 

Mickey Lemle is a filmmaker who has profiled the Dalai Lama, Ram Dass and many others.  This excerpt was taken from his article in Parabola.


Add Your Reflection

7 Past Reflections