Restoring Balance and Meaning in Ourselves

Author
Alan Briskin
53 words, 22K views, 15 comments

Image of the Weekસંતુલન પુનઃ પ્રાપ્ત કરીને જીવનને અર્થપૂર્ણ બનાવવું


- એલન બ્રીસ્કીન

દુકાળના સમયે તાઓઇસ્ટ માસ્ટર ને ગામડા ના કેટલાક લોકોએ તેમના સૂખા ખેતરો માં વરસાદ લાવવાની વિનંતી કરી. તેમને મળ્યા પહેલા ગ્રામજનો એ બીજા પણ ઘણા પાસે ગયા હતા પરંતુ તેઓને કંઇજ સફળતા મળી નહીં. તાઓ માસ્ટરે તેમની વાત નો સ્વીકાર કર્યો અને એક નાની ઝુંપડી બગીચા સાથે આપવાનું કહ્યું જેથી બગીચાની સંભાળ રાખી શકે. ત્રણ દિવસ સુધી તેને બગીચાની જાળવણી કરી. તેને વિશેષ કોઈ કર્મકાંડ કર્યા નહીં કે ગામના લોકો પાસેથી વિશેષ કાંઈ માગ્યું નહીં. ચોથે દિવસે સુકાયેલ ધરતી પર વરસાદ પડવા લાગ્યો. તેઓ એ ચમત્કાર કેવી રીતે સર્જ્યો તે બાબતમાં લોકો પૂછવા લાગ્યા. ત્યારે તેને કહ્યું કે વર્ષા નાં આગમન માટે પોતે કારણ નથી. તેમ છતાં તેને સમજાવવા નો પ્રયત્ન કર્યો કે જયારે તે ગામડામાં આવ્યો ત્યારે પોતાની જાત માંજ અસમતોલ પણું અનુભવ્યું. પરંતુ જેમ જેમ તે બગીચા ને સંભાળતો ગયો તેમ તેમ ફરી પાછો પોતાની જાત સાથે સમતુલિત બનતો ગયો, અને જ્યારે તે સંપુર્ણ પણે પોતાની જાત સાથે સમતોલ થયો ત્યારે કુદરતી રીતેજ વર્ષા નું આગમન થયું.


મેં સંભળાયું છે કે મહાન માનસ શાસ્ત્રી કાર્લ જંગ ની આ મનપસંદ વાર્તા છે, જે રીચાર્ડ લીલીએમ જેવો ચાઇનીઝ ભવિષ્યવાણી – I ching, the book of changes – નાં ભાષાન્તર્કાર છે. તેમની પાસેથી આ વાર્તા તેમને સાંભળેલી. જંગ માને છે કે તઓઇસ્ટ ની પોતાની સમજ અહી પ્રતીબીમ્બીત થઇ છે. આપણે જેને વૈયક્તિક ચેતના કહીયે છીએ તે સામુહિક ચેતના નો એક ભાગ માત્ર છે. માનસિક શક્તિને વિસ્તારવાના કેટલાંક માર્ગ છે જે આપણને સામુહિક અચેતન મન સાથે જોડે છે. વિશ્વની વિશાળ તાલબધ્ધતા સાથે તે આપણને જોડે છે. અને આ ફલદાયક ગુચવાડો, જેમાંથી સમાંતર બનાવો ઉત્પન્ન થાય છે. તાઓઈસ્ત માસ્ટર અને વરસાદ ને વરસવું એજ આવી ઘટના છે. જંગ આગળ કહે છે કે દુનિયા મા બનતા આવા સમકાલીન બનાવો એ માનવની અંદરનો ભાવ છે જે વિશ્વમાં બનતી ઘટનાઓથી અલગ કરી શકાતો નથી. એ એક મનો વૈજ્ઞાનિક સિધ્ધાંત છે. જંગ કાર્ય ના કારણ શોધવાની કે સમકાલીન બનાવોની સરખામણી કરતા નથી. તાઓઇસ્ટ માસ્ટર વરસાદનું કારણ ન હતા. જંગ માને છે કે આંતરિક અને બાહ્ય બંને ભાવો સમાંતર રીતે આગળ વધીને ભૌતિક પ્રવૃત્તિમાં (વરસાદ વરસવાની) પ્રતિબિમ્બિત થાય છે. સામાન્ય રીતે આને – Way or Path – કે માર્ગ સમજીએ તો સારું. સમકાલીન તા અને સંયોગ એક બીજા સાથે ગુંથાયેલા છે. પાશ્ચાત્યક સિધ્ધાંત પ્રમાણે કાર્ય પાછળ કારણ હોયજ છે. તેની અસર થાય છે.


આપણને બધા ને એ સહજ સમજ છે કે એક પાતળો અજ્ઞાન નો પડદો આપણે વૈશ્વિક વિશાળ ચેતના થી જુદો પાડે છે. આ પડદો દૂર કરી શકાય તેમ જંગ એકલાજ નથી માનતા. તત્વવીદ અને કથાકાર કોલીન વિલસને “subconscious mind” અર્ધચેતન મન વિષે લખ્યું છે જે શૂન્ય બની જાય છે. ઊંઘતી વખતે મારા બાવડા પર મારું વજન આવી જાય ત્યારે એ જડ બને છે – જે સંપૂર્ણ રીતે અચેતન જણાય છે – આપણે ફરી તેમાં લોહી ફરે તેવું કરવાનું છે. અચેતન મન અને જીવન નો પ્રવાહ આમજ જોડવાનો છે, જેનાથી આપણે આનંદિત અને આશ્ચર્ય પૂર્ણ રહસ્યો ને જગાડી શકીયે. અને આવી જાગૃતિથી મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર થાવો શક્ય છે. આપણે કોઈ પણ વિષય વિશે નિષ્ક્રિય ન રહેતા આપણા જીવન ને અર્થ સભર બનાવવા સજગ બનીએ છીએ.


તાઓઇસ્ટ માસ્ટર ની આ કથા જાગ્રુત મનનું પ્રતિક છે. વ્યક્તિ કે જે પોતાની અને વિશ્વ ચેતનાના પ્રવાહ ને પુનઃ જાગૃત કરે છે અને જો આવું હોય તો આપણે જીવન પ્રત્યે સંવાદિતતા નો અભિગમ દાખવવો જોઈએ. જ્યારે આપણે આપણી જાતને સંતુલિત અને અર્થ સભર બનાવીશું ત્યારે આપણી આસપાસ ની દુનિયામાં આશા અને અર્થ સભરતા લાવી શકી શું.


એલન બ્રીસ્કીન નાં ‘હફિંગટન પોસ્ટ’ નાં લેખ માંથી ઉધ્ધ્રુત.


મનન નાં પ્રશ્નો:
૧. જિંદગી ને અર્થપૂર્ણ બનાવવા માટે સક્રિય બનવું તે વિચાર બાબતે તમારું મંતવ્ય શું છે?
૨. એવી કોઈ ઘટના વર્ણવો જયારે તમે આંતરિક સંતુલન સાથે બાહરના સંજોગો સંતુલિત બન્યા હોય તેવો અનુભવ કર્યો હોય?
૩. બહારની દુનિયામાં અસંતુલન હોય ત્યારે અંદર સંતુલન મેળવવામાં શું ઉપયોગી થઈ શકશે?
 

Excerpted from Alan Briskin's Huffington Post article.


Add Your Reflection

15 Past Reflections