Every Piece is Meant For You


Image of the Weekદરેક ટુકડો તમારા માટે બનાવ્યો છે

- વર્જીલ કલ્યાણ મિતાતા ઈઓરડેક

હું જ્યારથી નાનો હતો ત્યારથી કોયડો (પઝલ) ઉકેલવામાં (સોલ્વ) હું બહુજ આનંદ માણતો હતો અને ત્યાર બાદ નિર્માણ થતાં મોટા ચિત્રને જોઈ હું ખુબજ ખુશી અનુભવતો. ત્યારબાદ મને લાગ્યું કે જીવન પોતે જ એક મોટો કોયડો છે જેનો આપણે સામનો કરવો પડે છે. માનો કે તમારી પાસે બધા ટુકડાઓ છે અને તમે સંપૂર્ણ ચિત્ર ને (માનસિક રીતે) જોઈ શકો છો છતાં તે ઉકેલવામાં સમય અને ધીરજ બન્ને જોઇ શે.


કોઈક વાર આખા ચિત્ર ને ન જાણતાં આપણો હળવાશ અનુભવી એ છીએ, આવનારી મુશ્કેલીથી અજાણ અને એમાંના કેટલાક ટુકડાઓને આપણે ન જડે કે ચુકી જઈએ તેમ છતાં આપણે એક સમય એક ટુકડો માત્ર જોડીએ છીએ. આ રીતે બે ટુકડાઓ ને જોડતા એક નાના ચિત્રની ઝલક આપણને મળે છે. સાધારણ રીતે આપણે ખૂણાઓ અને સીમા રેખા ને પહેલા જોડીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોયડા ની વચ્ચે નો ભાગ પહેલા જોડવા નું સાહસ કરીએ છીએ. તેના કરતા આપણે આપણી સુરક્ષિત સીમાને પકડી રાખીને ધીરે ધીરે મધ્યભાગ તરફ આવવું પસંદ કરીએ અને ત્યારે પણ આ ટુકડાઓ સીમાને કે મૂળ ને પકડી રાખે તેવું ઇચ્છીએ.


આનાથી બીજી બાજુ એવું પણ બને કે તમે એવા લોકો માંથી હો જે વચ્ચે ઝંપલાવે અને મોટા ચિત્ર ના સત્યને થોડું થોડું પામે. સીમા કે રેખા જાણવાની જરૂર નથી અને એ પણ કે આ કોયડા નો એક દિવસ અંત આવશે. છતાં પણ, દરેક ટુકડો મહત્વનો છે અને એ તમને ત્યારે આપવામાં આવશે જ્યારે તેને સંલગ્ન ટુકડો તમારી પાસે હશે.


એક દિવસ જ્યારે કોયડો પૂરી થશે ત્યારે ચિત્ર આપોઆપ જ ઉભરી આવશે. આનો અર્થ એ નથી કે તમારે તે એકજ ટુકડા કે કેન્દ્ર પર ધ્યાન આપવું અને જોડાણની શક્યતાઓ ને મર્યાદિત કરી નાખવી. તેમને વિસ્તૃત કરો અને તમને વધુ જોડાણ મળી જશે. આ કોયડા દ્વારા મળતી માહિતી કદાચ આકાર કે રૂપમાં ભિન્ન હશે પણ અંતે તો તેઓ એક બીજા સાથે સંકળાયેલા જ હશે.


માહિતી કદાચ વિભાજિત થઇ જશે. ભિન્ન ભિન્ન સ્થળે ફેલાશે. જુદા જુદા લોકો અને જુદા જુદા અનુભવો થશે. પણ આમાં મહત્વની વાત એ જ છે કે તેમાંનો દરેક ભાગ (ટુકડો) તમારે માટે બનેલા છે. કદાચ હમણાં તમે તેને દૂર ફેંકી દેશો અથવા પાછળથી તેનો ઉપયોગ કરશો પરંતુ તે તમારા વિશાળ ચિત્ર નો ભાગ હંમેશા માટે જ રહેશે. જીવનની કોયડા ને ઉકેલવા નો પ્રયત્ન કરો, ધીરજ અને કાળજી પૂર્વક આગળ વધો અને આશાવાદી રહો કે કે અંતમાં જે સર્જાશે તમારા માટે સર્વશ્રેષ્ઠ હશે.


મનન નાં પ્રશ્નો:
૧. કોયડા ના દરેક ભાગ મહત્વનો અને તમારે માટે જ છે – આ વિશે તમે શું માનો છો?
૨. એવો કોઈ પ્રસંગ કે અનુભવ જયારે તમે કોયડા ના ટુકડાઓ ને દંધ બેસતા જોઇને કંઈક જ્ઞાન પ્રગટ થતું હોય.
૩. જીવન એક કોયડો જેવો છે અને તે જીવનનાં અંતમાં કામ આવશે – તે બાબતે કયો અભ્યાસ તમને સહાયક થશે?
 

by Virgil Kalyana Mittata Iordache


Add Your Reflection

6 Past Reflections