Presence: The Quality of Consciously Being Here

Author
Kabir Helminski
29 words, 29K views, 4 comments

Image of the Weekજાગૃત ઉપસ્થિતિ: સભાનતા સહિતની ઉપસ્થિતિ, સજીવ, ચેતન ઉપસ્થિતિ

- કબીર હેલ્મિન્સ્કી

દરેક મુખ્ય આધ્યાત્મિક રીતિરિવાજોમાં એક સામાન્ય વિષય હોય છે. તેને જુદાજુદા નામો જેવાકે અવેક્નીંગ, રીલેકસેસન, ચિત્તની જાગરૂકતા, ધ્યાન, ઝીક્ર, જાગરુક હાજરી અથવા કોઈ નામ નહીંથી ઓળખાય છે.. જાગરુકતાની આ સ્થિતી વાળી વ્યક્તિ વિશ્વમાં રહેતા અન્ય લોક-સમુદાય કરતાં ઘણી રીતે જુદી પડે છે. સામન્ય સમજણ શક્તિ પ્રમાણે ની આ જાગરુકતા થી વધારે ગુઢ શક્તિ છે જે આપણી અંદરની સુષુપ્ત શક્તિઓને જોઇ શકે છે અને તેને સક્રિય કરવાની અદ્વિતીય કુંજી ધરાવે છે.

જુદાજુદા ધર્મોમાં આ વિષે જુદીજુદી રીતો કહેલી છે. બુધ્ધધર્મમાં જાગૃત ઉપસ્થિતિની તાલીમ તે કેન્દ્રીય છે. તે મુખ્ય છે. ઇસ્લામમાં યાદશક્તિની તાલીમને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં જીસસના જીવન દરમ્યાન બનેલ પ્રસંગો અને જીસસને હૃદયપૂર્વક પ્રાર્થનાને મુખ્ય કહ્યું છે. પણ સહુ પ્રમાણભૂત આધ્યાત્મિક માનસશાસ્ત્રમાં આ જાગરૂકતાની સ્થિતિને મૂળભુત અનુભવ અને જરૂરિયાત ગણી છે. આપણા અંતર-પ્રકાશ માટે હું તેને ફક્ત “ઉપસ્થિતિ” કહું છું.

ઉપસ્થિતિ એટલે સજગતાથી પૂર્ણ જાગૃતિમાં રેહવાનો ગુણ છે. આ ઉચ્ચતમ સ્તર ની ચેતના ને જાગૃત કરવાની છે જે વિચાર, ભાવના અને ક્રિયા કરવા મદદ કરે અને તેને સમજવા, વિકસાવવા અને સંવાદિત કરવામાં નિપુણ કરે છે. જાગૃત ઉપસ્થિતિ દ્વારા આપણે સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને છતાં ગતિશીલ રહીએ છીએ. ઉપસ્થિતિ આપણી સજગતા, વિશાળતા, આપણી અંદરની લાગણી અને ઉષ્માને માપે છે. જાગૃત ઉપસ્થિતિ નક્કી કરે છે કે આપણે કેન્દ્રિત છીએ કે આપણી અંદરની અને સમસ્તીમાંથી ઉતરતી શક્તિઓને વેડફી દઈએ છીએ.

પૃથ્વી પર જીવની ઉત્ક્રાંતિનું પરિણામ એટલે તેની જાગૃત હાજરી, તેનું જાગૃતરીતે હોવું. મનુષ્યની ઉપસ્થિતિ એટલે પૃથ્વી પરના બીજા જીવોની હાજરીની જેમ નહીં. એ હાજરીતો ગુણવત્તા સભર હોવી જોઈએ. મનુષ્ય અંદરની માનવતા એ જીવનનું એક નવુંજ રૂપ છે કે જે આધ્યાત્મિક શક્તિને કેન્દ્રિત કરીને જીવન ધ્યેય નક્કી કરી શકે છે. ધ્યેય એટલે જાગૃત ઈચ્છાશક્તિ થકી મનુષ્ય અતીમનસની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે અને તે થકી ગમેતે વસ્તુ મેળવી શકે છે કે મેળવવાની શક્તિ પ્રાપ્ત કરી શકે છે. તે સમ્સ્તીનો સુકાની પણ બની શકે છે. બદકિસ્મતી છે કે મનુષ્ય આ શક્તિનો ઉપયોગ કુદરત વિરુદ્ધ, અમાનવીય કાર્યોમાં પણ કરી શકે છે. આ સંકલ્પની તાકાત મનુષ્યને અસીમ ઉપર દીવ્યમાં લઇ જઈ શકે છે કે અથવા તેનાથી વિમુખ કરી શકે છે.

હું મનુષ્યના હોવા વિષે એ સમજથી બોલી રહ્યો છું કે મનુષ્યનું હોવું એટલે મનુષ્યની અંદર પરમ તત્વનું હોવું. તે પરમ તત્વની ઝાંખી થવી. કારણકે આપણે જાણ્યું કે આ અસીમની વાત છે જ્યાં મન નથી, વિચાર નથી, હું નથી. જો કશું પણ છે તે તત્વ સીમીતતા, કોઇ પણ અલગાવ, અને દ્વૈતતા થી પરે છે. આ તત્વને જાણવાનો પ્રયત્ન એજ જાગૃત ઉપસ્થિથીમાં રહેવુ ગણાય.

મનન માટે પ્રશ્નો: ૧. જાગૃતતા ની બેધારી પ્રકૃતી વિશે આપની શું સમજ્ણ છે. ૨. ભૂતકાળનો તમારો કોઈ પોતાનો પ્રસંગ કે જયારે તમે અસીમને અનુભવ્યું હોય. ૩. કયું જીવન આ જાગૃત ઉપસ્થિતિમાં રહેતા શીખવી શકે?

કબીર હેલ્મિન્સ્કી ની “લિવિંગ પ્રેસન્સ” માંથી ઉધ્ધૃત
 

Excerpted from Living Presence: A Sufi Way to Mindfulness and the Essential Selfpp.viii-ix, by Kabir Helminski.
 


Add Your Reflection

4 Past Reflections