How Observation Changes Relationships


Image of the Weekનિરીક્ષણ થી કેવી રીતે સંબંધ બદલે છે

– વિમલા ઠકાર

જયારે આપણે મૌન માં બેસીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે બેસી ને શરીર અને મનની સ્વૈચ્છિક અને અનૈચ્છિક પ્રક્રીયા નું નિરીક્ષણ કરીએ છીએ. ધીમે ધીમે સ્વૈચ્છિક પ્રક્રીયા નો અંત આવે છે, પરંતુ અનૈચ્છિક પ્રક્રીયા આપણને વારસાગત અને જન્મથી મળેલી છે, આપણા પરિવાર, સંપ્રદાય, જાતી, રાષ્ટ્રિયતા – જેનાથી મન ભરેલું છે- તે સતત ચાલ્યા કરે છે, આપણે બેસી ને તેના પ્રગટીકરણ નું નિરીક્ષણ કરીએ છીએ.

આપણે બહારી કામ કરવા એવા ટેવાયેલા છીએ કે પહેલાં આપણને મૌન માં બેસવું આકરું લાગશે, અથવાતો શરીર સંચિત થાક ને કારણે નિંદ્રાધીન થશે. આવું થાય તે ઇચ્છનીય છે, જેથી કરીને શરીર ને આરામ મળે અને થોડા દિવસ માં તે ફરી તાજગીસભર થઇ જાય. જયારે તમે મૌન માં બેસો ત્યારે વિચારો ઉભા થશે, કારણકે મન ૨૪ કલાક કાર્યરત છે. તેને દબાવી નહીં શકીએ કે નહીં તેને ક્યાંય ફેંકી શકીએ, માત્ર તેનું નિરીક્ષણ શક્ય છે, તેનું સારા ખરાબ હોવાનું નામકરણ પણ નહીં. ત્યારે તમે કર્તા કે અનુભવ કર્તાની ભૂમિકા માંથી બહાર આવી અને દ્રષ્ટા ની ભૂમિકા માં સ્થાપિત થશો, જેમાં પ્રતિક્રિયા રહિત નિરીક્ષણ રહેલ છે.

જેવું મન ચંચળ થઇ ને બોલી ઉઠે કે: “ મને ગમ્યું” કે “મને ન ગમ્યું”, ત્યારે દેખાશે, કે એ વિક્ષિપ્ત થયું અને મન પર એક બોજ આવી પડ્યો અને દ્રષ્ટાભાવ લુપ્ત થયો અને ફરી તમે કર્તા કે અનુભવ કર્તાની ભૂમિકામાં વધુ ખુંપી ગયા. જો તમે જે વિચારો નું નિરીક્ષણ કરો છો તેના પ્રત્યે પ્રતિક્રિયા નથી કરતા, તો તે વિચારો ની પ્રતિક્રિયા ઉત્તપન કરવાની શક્તિ આપોઆપ ક્ષીણ થશે.

આ નિરીક્ષણ ના સ્વભાવ ને આપણે સંબંધો સુધી લંબાવવા ની જરૂર છે. જેવો દ્રષ્ટાભાવ જાગૃત થશે કે સંબંધો બદલાશે. આ એક પ્રચંડ શકિત ની જાગૃતિ છે. જયારે નિરીક્ષણ દિવસભર અને અતુટ બને, ત્યારે:

૧.) આત્મવંચના નથી રહેતી. આપણે આપણી જાત થી કશું નથી છુપાવતા. કંઈપણ અર્ધમૂર્છિત કે મૂર્છિત નથી રહેતું કારણકે નિરીક્ષણ માં બધું વ્યક્ત થાય છે. હવે માત્ર સજગતા છે.

૨.) આપણે બીજાની સામે આપણી મૂર્તિ સ્થાપિત કરવાનું બંધ કરીએ છીએ અને છળ સમાપ્ત થાય છે. ન્યાયીકરણ કે તિરસ્કાર રહિત, જે છે, તેવાનું નિરીક્ષણ આ મૂર્તિ ને તોડે છે. હવે આપણે જેવા છીએ તેવા જીવવાની હિંમત મેળવીએ છીએ.

૩.) આપણી અંદર જે થાય છે તેને વિષે આપણે સજગ બનીએ છીએ, આપણી અંદર ઉભી થતી લાગણીઓ પ્રત્યે, ધારોકે, આપણને ક્રોધ આવ્યો તો આપણે તેના પ્રત્યે સજગ બની જઈએ અને આમ થવાથી આ ક્રોધ ની આપણા ઉપરની પકડ ઢીલી પડે છે.

૪.) આપણી ભૂલો ને સમજીને સ્વીકારીએ છીએ; તરત તેની માફી માગી શકીએ, અને તેવું કરવાથી મન ને તેના અવશેષો ના ભાર થી મુક્ત કરીએ.

૫.) નિરીક્ષણ કરવાથી વિચારો પણ ક્ષીણ થાય છે, તેને કારણે નાડીઓ અને કોશિકાઓ પર આવતો તણાવ અને દબાવ ઓછો થાય છે અને રસાયણિક પ્રકીર્યાઓ હળવી પડે છે. આ એજ તણાવ છે જે અસામાજિક વર્તન ઉત્તપન કરે છે.

૬.) સુખદ અને દુઃખદ આ ક્ષણ થી આગળ નથી વધતાં; તેથી કરીને કોઈ રાગ કે દ્વેષ ઉભો નથી થતો. જીવન જીવવા ની ખરી કળા આ ક્ષણ ને સંપૂર્ણ રીતે જીવવાની છે, અને તેનો અવશેષ આગલી વ્યક્તિ, દિવસ કે અનુભવ સુધી લઇ જવાનો નથી.

-વિમલા ઠકાર

મનન ના પ્રશ્નો:
૧.) કોઈપણ અવશેષ આગલા અનુભવ સુધી લઇ જવો -તેને વિષે તમારી શું સમજણ છે?
૨.) નિરીક્ષણ કરવા પ્રત્યે ની તમારી દ્રઢતા ને કારણે તમે કયારેય તમારા સંબંધો બદલાતા અનુભવ્યા છે?
૩.) ક્રિયારત રહીને પણ આપણે કેવી રીતે નિરીક્ષણ ની સાધના કરી શકીએ?
 

by Vimala Thakar, sourced from here


Add Your Reflection

8 Past Reflections