'મારી શેરહોલ્ડર ને છેલ્લી ચિઠ્ઠી'માંથી
— વોરેન બફેટ દ્વારા
હું એક વાત સ્વીકારવા માગું છું—મારા જીવનના બીજા પડાવમાં હું પહેલા કરતાં વધુ સંતોષ અનુભવું છું. મારી એક સરળ સલાહ છે: તમારી જૂની ભૂલો માટે પોતાને દોષ ન આપો. તેમાંથી જેટલું શક્ય હોય તેટલું શીખો અને આગળ વધો. સુધરવા માટે, વધુ સારું બનવા માટે ક્યારેય મોડું નથી થતું.
તમારા જીવનમાં યોગ્ય આદર્શોને પસંદ કરો અને તેમનામાંથી શીખો. તમે શરૂઆત ટોમ મર્ફીથી કરી શકો છો—તેઓ મારા જીવનના સૌથી શ્રેષ્ઠ આદર્શ રહ્યાં છે.
અલ્ફ્રેડ નોબેલનું ઉદાહરણ યાદ આવે છે, જેઓના નામ પરથી આગળ જઈને નોબેલ પુરસ્કાર શરૂ થયો. કહેવાય છે કે જ્યારે તેમના ભાઈનું અવસાન થયું ત્યારે એક અખબારે ભૂલથી અલ્ફ્રેડ નોબેલના મૃત્યુની જાહેરાત છાપી દીધી. તેમાં પોતાના વિશે વાંચીને તેઓ અચંબિત રહી ગયા. એ જ આઘાતે તેમને પોતાના જીવનનો માર્ગ બદલવા પ્રેર્યા.
પણ આપણે બાકીના લોકો કોઈ અખબારની ભૂલની રાહ જોઈ શકીએ નહીં. આપણે પોતે નક્કી કરવું જોઈએ કે આપણા વિદાય પછી લોકો આપણને કયા સ્વરૂપમાં યાદ રાખે.
અને પછી એ રીતે જીવન જીવવું જોઈએ કે જે એ યાદના લાયક બને.
સાચી મહાનતા ધન, પ્રસિદ્ધિ અથવા સત્તાથી જન્મતી નથી. મહાનતા ત્યારે જન્મે છે જ્યારે તમે કોઈને કોઈ પણ રીતે મદદ કરો છો—ક્યારેક એક શબ્દથી, ક્યારેક કોઈ નાનકડા કાર્યથી. દયાળુતામાં કોઈ ખર્ચ નથી, પણ તેનું મૂલ્ય અમૂલ્ય છે. તમે કોઈ પણ ધર્મ કે સમુદાયના હો, “જેમ તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે વર્તે, તેમ તમે પણ અન્ય લોકો સાથે વર્તો”—આ નિયમ કરતાં ઉત્તમ બીજું જીવનમાર્ગદર્શન મુશ્કેલ છે.
હું આ બધું એવા માણસ તરીકે લખી રહ્યો છું જેણે જીવનમાં અસંખ્ય ભૂલો કરી છે, ઘણીવાર લોકો પ્રત્યે અસમજદારી દર્શાવી છે. પરંતુ સદભાગ્યે, મને એવા મિત્રો મળ્યા જેઓએ મને ધીમે ધીમે વધુ સારો મનુષ્ય બનવાનું શીખવ્યું—આ યાત્રા આજે પણ ચાલુ છે.
અને યાદ રાખો—સફાઈ કામદારો પણ એટલા જ માનવી છે જેટલા કોઈ ચેરમેન હોય.
ચિંતન માટેના પ્રશ્નો:
1. તમે આ વિચારને કેવી રીતે જુઓ છો કે સાચી મહાનતા ધન કે શક્તિથી નહીં, પરંતુ દૈનિક દયાળુતા અને સહાયથી જન્મે છે?
2. શું તમારા જીવનમાં એવી કોઈ ક્ષણ આવી છે જ્યારે તમને લાગ્યું હોય—“મારે મારા વર્તનમાં બદલાવ લાવવો જોઈએ”—બિલ્કુલ એ રીતે જેમ અલ્ફ્રેડ નોબેલે પોતાની ભૂલથી છપાયેલી મૃત્યુની જાહેરાત વાંચીને અનુભવી હતી?
3. દરરોજ એવું જીવન જીવવામાં તમને શું સહારો આપે છે, જે તમારા મૂલ્યો, તમારી કરુણા અને એ વારસાને અનુરૂપ હોય જેના માટે તમને યાદ રખાય તેવું ઇચ્છો છો?
Warren Buffett is a legendary investor and one of the richest person in the world. In his 90s, as he retires, he wrote a final
letter to his shareholders in Nov 2025, and the excerpt features his concluding thoughts. He also added, "I owe everything to luck."
Seed Questions for Reflection
What do you make of the notion that greatness is defined not by wealth or power, but by the kindness and help we offer to others in everyday situations? Can you share a personal story that illustrates a moment when you realized a need for change in your behavior, similar to Alfred Nobel's realizations after reading his premature obituary? What helps you live each day in a way that aligns with the values and legacy you'd wish to be remembered for?