સ્વતંત્ર ઇચ્છા અને જવાબદારી
સ્યુઝન બ્લૅકમોર દ્વારા
શું મારી પાસે સ્વતંત્ર ઇચ્છા (ફ્રી વિલ) છે?
ના. હું અનુભવો, વિચારો અને કાર્યો થી અલગ નથી, જે મારી દુનિયા રચે છે. અને જો “હું” એ જ છું જે દુનિયા રૂપે દેખાય છે, તો પછી અમે બંને — હું અને દુનિયા — એકસાથે મળી આ બધું કરી રહ્યા છીએ. હવે આ ક્રિયાઓ એવી લાગે છે, જાણે તે પોતે જ થઈ રહી હોય.
પણ! પછી ચિંતા ઉભી થાય છે — જો આ બધું આપો આપ થઈ રહ્યું છે, તો પછી શું હું કોઈ પણ બાબતમાં જવાબદાર નથી? આ વિચાર ડરામણો લાગે છે.
કિશોરાવસ્થાથી જ હું આ પ્રશ્નને બુદ્ધિના સ્તરે તપાસતી આવી છું. ત્યારે મને સમજાયું હતું કે સ્વતંત્ર ઇચ્છા કદાચ એક ભ્રમ છે. પરંતુ ધ્યાનમાં ઘણા વર્ષો વિતાવ્યા પછી જ મેં આ પ્રશ્નનો સામનો સંપૂર્ણ રીતે અંદરથી કર્યો.
હું વેલ્સના મેંનલ્વિડ (Maenllwyd) માં એક ઝેન રિટ્રીટ પર હતી, અને ખૂબ ઊંડા અભ્યાસમાં હતી. તે અઠવાડિયે અમારા શિક્ષક કેલિફોર્નિયા થી આવેલા ઝેન માસ્ટર હતા, જે અમને અભ્યાસમાં પૂર્ણ શક્તિથી જોડાવી રહ્યા હતા.
મેં તેમના સાથે વ્યક્તિગત સંવાદનો સમય લીધો. હું નિયમ મુજબ વંદન કરીને, નિયત મુદ્રામાં બેસી, તેમની તેજસ્વી આંખોમાં જોયું અને હિંમત કરી કહ્યું — કે અંતમાં કોઈ વ્યક્તિ કોઈ પણ બાબતમાં ખરેખર જવાબદાર નથી હોતા.
તેઓ થોડું હસ્યા. અને ઊષ્માભર્યા, ઉત્સાહપૂર્ણ સ્મિત સાથે કહ્યું — “હા, અંતિમ સ્તરે (Ultimately) આ સાચું છે.”
તેમણે “Ultimately” કહ્યું ત્યારે મને ઝેનનો તે ફરક યાદ આવ્યો — જ્યાં એક પરમ દ્રષ્ટિ હોય છે અને એક સાપેક્ષ દ્રષ્ટિ. મે વિચાર્યું — કદાચ કોઈ બીજા સ્તરે આ એટલું સાચું ન હોય.
મેં તરત જ પૂછ્યું —
“તો જવાબદારીનુ શું?”
તેમણે સરળતાથી કહ્યું —
“જવાબદારી લો.”
હું ગૂંચવાઈ ગઈ. “કોણ લે? અને શું 'જવાબદારી લેવી' એ પણ એક ક્રિયા નથી? જ્યારે અલગ 'હું' જ નથી, ત્યારે આ કર્તા કોણ?”
ધીરે ધીરે, વરસોની પ્રક્રિયામાં, જેમ જેમ સ્વતંત્ર ઇચ્છાનો અનુભવ નબળો પડતો ગયો, મેં તેમની આ વાત યાદ રાખી — અને આ વાત અંદર ઊંડે ઊતરતી ગઈ.
સ્વતંત્ર ઇચ્છાનો ભ્રમ ઊંડી તપાસમાં ટકી શકતો નથી. તે ધીમે ધીમે ઓગળી જાય છે. હવે મને તેનુ આકર્ષણ પણ અનુભવાતુ નથી.
લોકો પૂછે છે — મેં આ કેવી રીતે કર્યું? ફ્રી વિલને કેવી રીતે છોડ્યું? હું તેમને તેની રીત નથી બતાવી શકતી.
મને ફક્ત એટલું યાદ છે કે મેં આ વિષયમાં વર્ષો સુધી બુદ્ધિ ના સ્તરે સંઘર્ષ કર્યો. પરંતુ ફક્ત દિમાગથી વિચારવું હંમેશા એક ખાઈ બનાવે છે — એક તરફ તે, જેને આપણે તર્કથી સાચું માનીએ છીએ, અને બીજી તરફ તે, જેવો દુનિયામાં આપણને અનુભવ થાય છે. આ દ્વંદ્વમાં હું સહેજપણ સુખી નહોતી.
મને આ પણ સ્વીકાર્ય નહોતું કે હું જીવન એમ જ જીવતી રહું કે જાણે સ્વતંત્ર ઇચ્છા હોય, જ્યારે તર્ક અને વિજ્ઞાન કહેતાં હતાં કે એ શક્ય નથી.
આ જ બૌદ્ધિક બેચેની મને નિર્ણયોને સીધા જોવા માટે ધકેલતી ગઈ — કે તેઓ ખરેખર કેવી રીતે બને છે. અને પછી તે “સ્વ”ને શોધવાની દિશામાં, જે માને છે કે તે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ રહ્યું છે.
ધીરે ધીરે સ્પષ્ટ થયું કે આ “સ્વ” — સૌથી ઊંડો ભ્રમ છે.
મનન માટે પ્રશ્નો
1. જો ખરેખર આપણી પાસે સ્વતંત્ર ઇચ્છા ન હોય, છતાં આપણે આ સહઅસ્તિત્વમાં જવાબદારી લેવાની વાત કરીએ છીએ — તમે આ વિચારને કેવી રીતે જુઓ છો?
2. શું તમારા જીવનમાં ક્યારેય એવો અનુભવ થયો છે, જેણે ફ્રી વિલ અથવા જવાબદારી વિશેની તમારી સમજને હચમચાવી દીધી હોય — અને તમને દુનિયામાં તમારી ભૂમિકા વિશે ફરી વિચારવું પડ્યું હોય?
3. જ્યારે ફ્રી વિલ એક ભ્રમ જેવો લાગે છે, ત્યારે પણ જીવનમાં જવાબદારી લેવાની આદત તમે કેવી રીતે વિકસાવો છો? કઈ સાધનાઓ, અભ્યાસો અથવા અનુભવો તમને તેમાં મદદરૂપ થાય છે?
Susan Blackmore is a writer, lecturer and broadcaster, and a Visiting Professor at the University of Plymouth. Her
books have been translated to 20+ languages. Excerpt above from
Zen and the Art of Consciousness.
Seed Questions for Reflection
What do you make of the notion that while we may not truly possess free will, we are still called to take responsibility for our actions within this shared existence? Can you share a personal story that challenged your belief in free will or responsibility, prompting a deeper reflection on your role within the world? What helps you cultivate the habit of taking responsibility in your life, even in moments when the concept of free will feels like an illusion?