The Face Game

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week
“ચહેરાની રમત”

ડગ્લાસ હાર્ડિંગ આને "ચહેરાની રમત" કહે છે. આ રમત રમતા શીખવું એ કોઈ ભૂલ કે ફસામણી નથી, પરંતુ તે માનવ વિકાસનો એક આવશ્યક તબક્કો છે. સમસ્યા ત્યારે જ ઉભી થાય છે જ્યારે વ્યક્તિ આ રમત સાથે અત્યંત આગ્રહપૂર્વક ચોંટી રહે છે. આનાથી આગળનો તબક્કો છે “દ્રષ્ટા” બનવાનો – આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ ચહેરાની રમતના લાભોનો ઉપયોગ તો કરે છે, પરંતુ પોતાની ગહન, મૂળભૂત ઓળખ પ્રત્યે સભાન રહીને જીવે છે. આ અવસ્થાને કોઈ રહસ્યમય કે અલૌકિક સિદ્ધિ માનવાને બદલે માનવ વિકાસનો એક સ્વાભાવિક પડાવ ગણવામાં આવે છે, જે કોઈ અમુક ભાગ્યશાળી લોકો માટે જ નથી.

અહીં ચહેરાની રમતના વિચારનો સારાંશ છે, જે હાર્ડિંગે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ (વ્યવહારલક્ષી વિશ્લેષણ) ના સ્થાપકોમાંના એક અને “ધ ગેમ્સ પીપલ પ્લે” ના લેખક એરિક બર્નના સહયોગથી તૈયાર કર્યો હતો:

“રમતના પાંચ તબક્કા :

(૧) અન્ય પ્રાણીઓની જેમ, નવજાત શિશુ પોતાના અનુભવમાં કોઈ ચોક્કસ ‘વસ્તુ’ નથી (No-thing), તે ચહેરાવિહીન (નિરાકાર) છે, તે પોતાના જગત સાથે એકરૂપ અને અભિન્ન છે. અજાણપણે પણ, તે ‘પ્રથમ-પુરુષ’ એટલે કે અનુભવનું કેન્દ્ર છે.

(૨) નાનું બાળક ધીમે ધીમે પોતાના સાચા સ્વરૂપ પ્રત્યે – એટલે કે ચહેરાવિહીન, ધારણ કરનાર શુદ્ધ અવકાશ (Faceless Capacity) તરીકે – સભાન થવા લાગે છે (ભલે આ સભાનતા ક્ષણિક હોય). આ સાથે જ, તે બીજાઓની નજરમાં જેવું છે તેવા પોતાના સ્વરૂપ વિશે પણ જાગૃત થાય છે: માથું અને ચહેરા સાથેના એક વિશિષ્ટ, માનવીય ‘ત્રીજા-પુરુષ’ તરીકે. પોતાના વિશેના આ બંને દૃષ્ટિકોણ માન્ય અને જરૂરી છે.

(૩) પરંતુ જેમ જેમ બાળક ‘ચહેરાની રમત’ શીખે છે, તેમ તેમ બહારથી દેખાતા પોતાના સ્વરૂપનો દૃષ્ટિકોણ તેના આંતરિક, સહજ દૃષ્ટિકોણ પર હાવી થઈને તેને સંપૂર્ણપણે ઢાંકી દે છે. હકીકતમાં, તેનો વિકાસ ઉર્ધ્વગામી થવાને બદલે અધોગામી થાય છે. પહેલાં તેનામાં આખું જગત સમાયેલું હતું, હવે તે પોતે જગતનો એક નાનો અંશ બનીને રહી જાય છે. તે પોતાના અનુભવને અવગણીને, બીજાઓ તેના વિશે જે કહે છે તે સ્વીકારી લે છે અને પ્રથમ-પુરુષની અનુભૂતિ ગુમાવી દે છે. આના પરિણામો સ્પષ્ટ છે. ‘સંપૂર્ણ’માંથી સંકોચાઈને એક ‘તુચ્છ અંશ’ બની જવાથી તેનામાં લોભ, દ્વેષ, ભય, સંકુચિતતા, દેખાડો અને થાક જન્મે છે. લોભી, કારણ કે તે પોતાનું ખોવાયેલું સામ્રાજ્ય પાછું મેળવવા મથે છે; દ્વેષી, કારણ કે જે સમાજે તેને તેની નાનકડી ઓળખમાં કેદ કર્યો છે તેની પર તે બદલો લેવા માંગે છે; ભયભીત, કારણ કે તે પોતાને અસંખ્ય વસ્તુઓ વચ્ચે એક લાચાર વસ્તુ તરીકે જુએ છે; સંકુચિત, કારણ કે વસ્તુનો સ્વભાવ બીજાને પોતાનાથી અલગ રાખવાનો હોય છે; દંભી, કારણ કે તે દરેક વ્યક્તિ અને પરિસ્થિતિ માટે અલગ-અલગ મહોરાં પહેરે છે; થાકેલો, કારણ કે તેની મોટાભાગની શક્તિ આ મહોરાં સાચવવામાં જ ખર્ચાઈ જાય છે. આ બધી સમસ્યાઓનું મૂળ તેના એક મૂળભૂત ભ્રમમાં રહેલું છે, જે ‘ચહેરાની રમત’ છે. તે (તમામ પ્રત્યક્ષ પુરાવાઓની વિરુદ્ધ) પોતાને એવો ઽમાની લે છે કે જેવો તે ૬ ફૂટના અંતરેથી બીજાને દેખાય છે - એક નક્કર, અપારદર્શક, રંગીન, રેખાંકિત પદાર્થ. ટૂંકમાં, તે સ્વ-કેન્દ્રિત હોવાને બદલે સ્વ-વિમુખ થઈ જાય છે.

(૪) એક ક્ષણે તે આ રમતની પાર જોઈ શકે છે. તે ક્ષણ માટે રમત થંભી જાય છે. આ પ્રારંભિક દૃષ્ટિ અત્યંત સરળ છે. એકવાર ધ્યાન જાય પછી સ્પષ્ટ ખ્યાલ આવે કે પોતાની ચહેરાવિહીનતાથી વધુ સ્પષ્ટ બીજું કંઈ નથી. જોકે, લોભ, દ્વેષ, ભય અને ભ્રમણામાંથી મુક્તિ જેવા પરિણામો ત્યારે જ ટકે છે, જ્યારે આ સ્પષ્ટતા (જે સ્વયં મુક્તિ છે) પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. માત્ર ક્યારેક ક્યારેક થતો ઝબકારો પૂરતો નથી.

(૫) હવે ખરેખર પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે. તેણે પોતાની ચહેરાવિહીનતાને સતત જોતા રહેવાનો અભ્યાસ કરવો પડે છે, જ્યાં સુધી આ દૃષ્ટિ એકદમ સહજ અને અખંડ ન બની જાય. ત્યારે આખરે રમત સમાપ્ત થાય છે. તે રમત-મુક્ત, મુક્ત, જાગૃત, પ્રબુદ્ધ અને સાચા અર્થમાં પ્રથમ-પુરુષ બને છે.”

મનન માટેના બીજ પ્રશ્નો :

- આ વિચાર વિશે તમે શું માનો છો કે, 'દ્રષ્ટા'ની અવસ્થા પ્રાપ્ત કરવા માટે બાહ્ય વ્યક્તિત્વ (મહોરું) અને આપણી ગહન, નિરાકાર (ચહેરાવિહીન) ઓળખ, બંનેનું સંકલન કરવું જરૂરી છે?

- શું તમે કોઈ એવો વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો કે જ્યારે સમાજની અપેક્ષાઓ અને 'તમે ખરેખર કોણ છો' તે અંગેની તમારી આંતરિક અનુભૂતિ વચ્ચે તમે તીવ્ર સંઘર્ષ અનુભવ્યો હોય?

- રોજિંદા જીવનમાં મુક્તિ અને સહજ પ્રામાણિકતાનો અનુભવ કરવા માટે, તમારી આ ચહેરાવિહીન (મૂળભૂત) ઓળખને સતત યાદ રાખવાની અને તેને સહજતાથી સ્વીકારવાની ટેવ કેળવવા માટે તમને શું મદદરૂપ થાય છે?
Seed Questions for Reflection

What do you make of the notion that reaching the stage of the "Seer" involves integrating both the external persona and a deeper, faceless identity? Can you share a personal story that illustrates a moment in your life where you felt torn between the expectations of others and your own internal understanding of who you truly are? What helps you cultivate the habit of consistently recognizing and embracing your facelessness, fostering a sense of liberation and authenticity in everyday life?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

9 Past Reflections
MF
Mari F
Sep 23, 2025
A new concept for me and I like it. One thing that stood out in this day and age was the consistent use of he. As a result I can only visualize a young boy, man. I would have liked to see “they, their” etc.
HA
Sep 23, 2025
The "Face-Game" vs. "The Gaze" The Face-Game orients the child to the outer world; The Gaze is an anchor to the child's inner world. The Gaze - full attention and Presence - I would say ATTUNEMENT - to the child by the caregiver - confirms the child's sense of itself, and becomes a touchstone that it can give itself as it grows, to balance and eventually counter overwhelm by the Face-Game. That is the supreme importance of attunement to children. It is a level of presence that brings the child and the caregiver into resonance; the caregiver's steady full presence provides the child with the safety in which to experience its own being-to-itself. I would suggest that as the child grows, the continued GAZE of the caregiver adapts to the child's development, and grows along with it - enhancing the experience of both. In that way, the child's native gifts come forward into the field created by the attunement between child and caregiver, and its creativity gains the space to grow and ex... View full comment
ER
Sep 23, 2025
Wow, indeed! I would say my whole existence is full of examples. A present one of choosing to divorce a wonderful human being despite expectations and perceived better judgement because I realized I want more and different out of my short time on this earth. I want to live fully, passionately, honestly, and with integrity. I want to embrace the discomfort of paving my own path forward... What a journey!
ST
Sep 23, 2025
Wow!!!! this is a fascinating concept and discussion. I certainly can not summon a time when I felt "faceless". It seems that even in my infancy I had taken on fears, sadness, related to my mother and ancestral emotional stuff. I remember hiding a lot in my life. So concerned about how I might be seen that being seen felt dangerous. It is an ongoing process for me to really love myself regardless of how others see me. Just yesterday, Maronda and I did tachlich ceremony of releasing beliefs or habits into the stream and my need for outside validation was one of the things I released. I am very involved in community work and have not found a way to be "faceless". I feel that I am much more authentic and accepting and in love with my current " masks" then any time previously in this life.
B
Sep 23, 2025
I feel my 30yr. daughter is struggling with this concept, pretty much stuck in stage 3. She is depressed and I do not know how to reach her. I fear for her and her internal struggles that she is going through. I can relate to this article in myself as well. We all must go through these stages and find a balance and be true to ourselves.
DD
David Doane Sep 23, 2025
I have found that a person talking and taking action help come out of depression. Ex-pression instead of de-pression.
AN
Sep 23, 2025
I see these stages in my son who is 4 1/2. He’s at the point of being angry that he has to play this game. I need to talk to him to let him know that he is allowed to be angry about life not being fair but he needs to be careful how he shows his anger towards the game.
DD
Sep 19, 2025
The statement "To be in the world and not of it' is extremely important to me, and I think of it in reading Richard Lang's essay. Being a Seer involves integrating the external persona, which is being in the world, and one's faceless identity, which is not of the world. For me, it is critically important that the faceless identity be priority and to not forget or lose the faceless self. Personally there was a significant fork in the road time when I was painfully torn between expectations and my real self. I chose real me, I am happy and alive to say. For me, that inner conflict continues to occur but never so profoundly as the time I just referred to. What helps me cultivate the habit of embracing my facelessness is being very aware that the face me is mask me, and faceless me is real me. Very much of faceless me can be in my face living, but the two are different.
JP
Sep 18, 2025
What does true seeing mean? We have an external persona and a deeper faceless identity. Who am I, what is my true self?
This is an important question to ask and explore. It is not easy to always be oneself. There may be fear of others judging me and abandoning me. To be oneself I need to overcome such fears and be my true self, true to myself.
There are times when we hide our defects and project ourselves as defectless persona and there are times when we project out true self. We get torn between our internal true identity-who indeed I am and how I want to be seen in the eyes of others, not hiding myself from others and from myself. When I constantly live this way I am transparent to myself and to the eyes of others in my life. Cultivating this attitude fosters a sense of liberation from myself and from others. I feel transparent and authentic. I do not need to hide myself from myself and from others. I feel free and liberated.
Namaste!
Jagdish P Dave