તીર્થયાત્રા શું છે?
વિમલા ઠાકર દ્વારા
તીર્થયાત્રા શું છે? અને તીર્થયાત્રી કોણ છે?
જીવન પોતે જ એક તીર્થયાત્રા છે. આખું જીવનકાળ એ તીર્થયાત્રા હાથ ધરવાનો સમય છે. જીવવાની તૈયારી, જીવન ને તેના અનેક સ્વરૂપો અને પરિબળોમાં જોવાની તૈયારી જરૂરી છે. ક્યારેક તે આનંદ રૂપે પ્રગટ થાય છે અને ક્યારેક દુઃખ રૂપે; ક્યારેક માન રૂપે અને ક્યારેક અપમાન રૂપે; ક્યારેક મિલન રૂપે અને ક્યારેક અનંત વિયોગ રૂપે.
જીવનના પ્રગટ રૂપો અસંખ્ય રહ્યા છે અને કદાચ હમેશા અસંખ્ય રહેશે, માનવ મગજ ની સમજ ની બહાર. એ જ જીવન નું સૌંદર્ય છે. એ જ અનંત અથવા શાશ્વત જીવન નો સાર છે. શું આપણે આપણા આખા જીવનકાળને એક તીર્થયાત્રા તરીકે જોઈ શકીએ છીએ? શુ આ એક એવી યાત્રા નથી જેને અપણે પવિત્ર સ્થળ તરફ જવાની યાત્રા ગણીએ છીએ?
તીર્થયાત્રી એ એવો વ્યક્તિ છે જે સ્વેચ્છા એ યાત્રા પર નીકળે છે, દબાણ હેઠળ નહી. દબાણ પૂર્વકની યાત્રા કદી તીર્થયાત્રા ગણાય નહીં. જો જીવન જીવવા મા અનિચ્છા છે, જો જીવનના વિવિધ સ્વરૂપો અને અભિવ્યક્તિીઓ સામે વિરોધ છે, તો એ તીર્થયાત્રા નહીં કહેવાય. એમા પવિત્રતાની સુગંધ નહીં રહે.
જીવન પોતે જ દિવ્યતા, પૂર્ણતા છે. જીવનની એકરૂપતા એ પવિત્ર છે, અને કદાચ આપણે ખંડિતતાથી એકરૂપતા તરફ, આંશિકતાથી પૂર્ણતા તરફ, જાણવાથી સમજણ તરફ, જ્ઞાન અને અનુભવની સુસ્ત અવસ્થાથી જાગૃતિ અને સજાગતાની અવસ્થા તરફની યાત્રા પર છીએ – એ જ કદાચ આપણી તીર્થયાત્રાનો સાચો અર્થ છે.
જ્યારે તમે હિમાલય, મક્કા-મદીના, અથવા જેરુસલમ જેવી જગ્યાએ યાત્રા પર નીકળો છો, ત્યારે તમે ખુલ્લા, સ્વીકારશીલ અને શીખવાની ઉત્સુકતાવાળા બની જાવ છો. તમે જે દરેક પગલું ભરો છો, તે તમારે માટે એટલું જ અથવા એથી પણ વધુ મહત્વનું બને છે, જેટલું મહત્વ નક્કી કરેલી મંજિલ નું છે.
ચિંતન માટેના પ્રશ્નો:
- જીવન પોતે જ એક તીર્થયાત્રા છે — જે આનંદ અને દુઃખ બંનેને પવિત્ર રૂપે સ્વીકારવાની તૈયારી માંગે છે — આ વિચાર વિશે તમારું શું માનવું છે?
- શું તમે તમારી વ્યક્તિગત જીવનકથા શેર કરી શકો છો જેમાં તમે વિરોધભાવ અને ખંડિતભાવથી સ્વીકાર અને પૂર્ણતાની અવસ્થા તરફની યાત્રા કરી હોય?
- ફક્ત અંતિમ મંજિલ પર કેન્દ્રિત નહીં રહી ને, તમારી યાત્રાના દરેક પગલાને પવિત્ર રૂપે જોવાની અને માર્ગના દરેક અનુભવમાં ઉત્સુક રહેવાની આદત તમે કેવી રીતે વિકસાવો છો?
Seed Questions for Reflection
What do you make of the notion that life itself is a pilgrimage, requiring a willingness to embrace both pleasure and pain as sacred manifestations? Can you share a personal story that reflects a journey from resistance and fragmentation to a place of receptivity and wholeness in your life? What helps you cultivate a habit of openness and eagerness to discover each step of your journey as sacred, rather than merely focusing on the destination?