મારા સપના, મારું કાર્ય, નરક થી પરત ફરવા સુધી રાહ જુએ
ગ્વેન્ડોલીન બ્રુક્સ દ્વારા
હું મારું મધ સાચવી રાખું છું અને મારી રોટલી સંગ્રહું છું,
મારી ઇચ્છાશક્તિની નાની બરણીઓ અને કબાટોમાં.
હું સ્પષ્ટ લેબલ લગાવું છું, અને દરેક તાળા અને ઢાંકણને કહું છું,
“મજબૂત રહેજો, જ્યાં સુધી હું નરકમાંથી પાછી ન આવું.”
હું અત્યંત ભૂખી છું. હું અધૂરી છું.
અને કોઈ કહી શકતું નથી કે હું ફરી ક્યારે ભોજન કરી શકીશ.
કોઈ માણસ મને કોઈ શબ્દ આપી શકતો નથી, સિવાય કે “રાહ જો”.
આ નબળી રોશનીમાં, હું મારી નજર અંદર જ રાખું છું;
આશા રાખું છું કે જ્યારે મારી પીડાના રાક્ષસી દિવસો
તેમના અંતિમ ટીપાં સુધી ખેંચાઈ જશે અને હું ફરીથી ઉભી થઈશ,
એ પગ પર, જે બાકી રહેશે, અને જે હૃદય હું સંભાળી શકીશ,
તે સાથે હું ઘેર પાછી જવાનું યાદ રાખીશ,
મારો સ્વાદ એ મધ અને રોટલી માટેનો
જૂના નિર્મળ પ્રેમભાવથી વિમુખ થયો નહીં હોય.
ચિંતન માટેના પ્રશ્નો:
જ્યારે આપણે મુશ્કેલ સમયમાં હોઈએ, ત્યારે સારાપણા થી નિર્વિકાર ન થઈ જવા માટે આપણી જાતને સુરક્ષિત રાખવાની કવિની સલાહ વિશે તમારું શું મંતવ્ય છે?
શું તમે એવો કોઈ વ્યક્તિગત પ્રસંગ શેર કરી શકો છો, જ્યારે તમે બહારના કઠિન સંજોગોમાં હોવા છતાં અંદર નજર રાખી હતી?
તમે શું કરો છો કે જેથી તમારી અંદરની “સારાપણાં ”ની અનુભૂતિ બેભાન અથવા નિષ્પ્રાણ ન બને?
Gwendolyn Brooks was the first African American to receive a Pulitzer Prize. Her work often dealt with the personal celebrations and struggles of ordinary people in her community.
Seed Questions for Reflection
What do you make of the nudge to protect ourselves from insensitivity to goodness when in the midst of difficult times? Can you share a personal story of a time you kept your eyes pointed in while in the midst of great travails outside? What helps you protect your taste from becoming numb to goodness?