Why Does This Matter?

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week
શું આ મહત્વનું છે?
--બ્રાયન ટિમર

હું છેલ્લા ત્રણ વર્ષથી ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) ભણી રહ્યો છું, પણ મને હમણાં જ સમજાયું કે હું આ શા માટે કરી રહ્યો છું. મારે મારી જાતને એક સાદો સવાલ પૂછવો પડ્યો: “શું આ મહત્વનું છે?" હું આ સવાલ પૂછવાનું ટાળતો હતો કારણ કે મને ખબર હતી કે તેનો જવાબ મને તકલીફ આપશે.

હું ફિઝિક્સમાં માત્ર મારી જિદ્દને કારણે અને ગ્રેડ્સ લાવવા માટે ગમે તેટલું દુઃખ વેઠવાની તૈયારીને કારણે ટકી રહ્યો હતો. જ્યારે હું કોલેજમાં હતો, ત્યારે મને વિજ્ઞાનના વિષયોમાં કોઈ ખાસ રસ નહોતો, પણ મને લોકોથી આગળ નીકળવાની હોંશ હતી. એકવાર ફિઝિક્સ પસંદ કરી લીધું એટલે પછી નક્કી કર્યું કે મારે ક્લાસમાં પહેલા નંબરે જ આવવું છે. અઘરા વિષયો ભણીને અને દિવસ-રાત મહેનત કરીને હું ટોપ પર તો આવ્યો, પણ સાચું કહું તો આ એક ભૂલ હતી. પરીક્ષાઓમાં બીજાઓને હરાવીને મને આનંદ તો મળતો, પણ અંદરથી હું દુઃખી હતો. છતાં મેં આ ચાલુ કેમ રાખ્યું?

જ્યારે ઘણા લોકો એક જ કામ કરતા હોય, ત્યારે તેઓ પોતાને બીજાની સરખામણીએ તોલવા લાગે છે. મેં પણ એ જ ભૂલ કરી— મેં એક નિશ્ચિત ધ્યેય (કુદરતના અંશો કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું) ને સાપેક્ષ ધ્યેય (મારા સહપાઠીઓ કરતાં ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવવા) સાથે બદલી નાખ્યું. પાછળથી, જ્યારે મેં અનુભવ્યું કે હું ખુશ નથી, ત્યારે મને લાગ્યું કે જો હું આ છોડી દઈશ તો મેં કંઈક ગુમાવ્યું હોય તેવું લાગશે. આ પહેલી જાળ હતી જેમાં હું ફસાયો હતો.

બીજો ભાગ એક 'પોઝિટિવ ફીડબેક લૂપ' હતો જેણે મને મારા કામમાં વધુને વધુ સમય વિતાવવા પ્રોત્સાહિત કર્યો. મનુષ્યો એકબીજા પાસેથી અનુકરણ દ્વારા માન્યતાઓ મેળવે છે — આપણે આપણા સાથીઓનું અનુકરણ કરીને શીખીએ છીએ કે કોને મહત્વ આપવું. જેમ જેમ મારી શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ બનવાની ઈચ્છા વધી, તેમ મેં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. હું ત્યાં જેટલો વધુ સમય વિતાવતો, તેટલી જ શ્રેષ્ઠ બનવાની ઈચ્છા વધતી ગઈ. હાઈસ્કૂલના છેલ્લા વર્ષ પહેલાં મેં ક્યારેય ફિઝિક્સ વિશે બહુ વિચાર્યું નહોતું, પણ એકવાર હું અન્ય ફિઝિક્સના વિદ્યાર્થીઓથી ઘેરાઈ ગયો, જેઓ સમાન ગ્રેડ અને રિસર્ચ પોઝિશન માટે સ્પર્ધા કરી રહ્યા હતા, પછી હું તેના સિવાય બીજું કંઈ વિચારી શકતો નહોતો. આ 'ઉછીની લીધેલી' ઈચ્છા પર કોઈ રોક નહોતી કારણ કે મારું ભણતર સિવાય કોઈ જીવન નહોતું — કોઈ નિશ્ચિત રેફરન્સ પોઈન્ટ (સંદર્ભ બિંદુ) નહોતો. જો કે આ છોડી દેવાથી મને વધુ ખુશી મળી હોત, પણ મને લાગ્યું કે મારી પાસે જવા માટે બીજે ક્યાંય જગ્યા નથી. મારી સંકુચિત દ્રષ્ટિને કારણે વૈકલ્પિક કારકિર્દી વિશે મારી પાસે કોઈ નક્કર ખ્યાલ નહોતો, અને કોઈ લક્ષ્ય વિના, હું ગંભીરતાથી આ ક્ષેત્ર છોડવાનું વિચારી શક્યો નહીં.

જ્યાં સુધી આપણી પાસે ચોક્કસ માહિતીઓ સાથેનો પ્લાન ન હોય ત્યાં સુધી આપણે તે પ્લાન પર વિશ્વાસ નથી મૂકી શકતા, અને અવિશ્વસનીય પ્લાન સામાન્ય રીતે છોડી દેવામાં આવે છે. ફિઝિક્સમાં મારા ઘણા સાથીઓએ જાણતા-અજાણતા આમાં અવિશ્વાસ જ ઉમેર્યો. પરિણામ એ આવ્યું કે સત્ય કંઈક અલગ જ દેખાવા લાગ્યું — આ ક્ષેત્ર છોડવું એ માત્ર પીડાદાયક જ નહીં, પણ અકલ્પનીય અને વિચારી પણ શકાય નહીં તેવું બની ગયું. હું ગ્રેજ્યુએટ સ્કૂલમાં એટલા માટે નહોતો પહોંચ્યો કારણ કે મારે વિજ્ઞાનની નવી સીમાઓ શોધવી હતી, પરંતુ એટલા માટે કારણ કે હું બીજું કંઈ કરવાનું વિચારી જ શકતો નહોતો.

આ જ 'મિમેટિક ટ્રેપ' (દેખાદેખીની જાળ) નો સારાંશ છે: તમને એ કામ ગમતું નથી, છતાં તમે તે છોડી શકતા નથી કારણ કે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તે સામાજિક પ્રતિષ્ઠાના સંકેતોને વાસ્તવિકતાથી અલગ કરી દે છે — તમે વર્ષો સુધી સફળતાની સીડી ચઢતા રહો છો, પણ છેલ્લે ખબર પડે છે કે તમે જે કર્યું એનો દુનિયાને કોઈ ફાયદો જ નથી. જો તમને પ્રક્રિયામાં જ આનંદ આવતો હોય, તો તે ઠીક છે. પણ મને નહોતો આવતો. કાયરતાએ મને પગલાં લેતા રોક્યો, અને થોડા સમય પછી મને લાગ્યું કે જે ક્ષેત્રમાં હું અચાનક આવી ગયો હતો તેમાં મારે સફળ થવું જ પડશે.

તમે કોઈ મિમેટિક ટ્રેપમાં ફસાઈ ગયા છો કે નહીં એ જાણવા માટેની ઉત્તમ રીત છે કે આપણી જાતને પ્રશ્ન પૂછવો કે - “શું આ મહત્વનું છે?“. જો તમને આ પ્રશ્નનો પ્રામાણિકપણે જવાબ આપવો અશક્ય લાગે, તો કદાચ તમે તમારો સમય બગાડી રહ્યા છો. તેમાંથી બહાર નીકળવું એ અઘરો ભાગ છે — તેના માટે હિંમત અને મહેનતપૂર્વકનું આયોજન જરૂરી છે. તેમાં ફસાવુ વધુ સરળ છે. પરંતુ ગમે તે સ્થિતિ હોય, લાંબા ગાળે તમને એક એવી સિસ્ટમ બનાવવાથી ફાયદો થશે જે તમને રચનાત્મક અને સાર્થક પ્રવૃત્તિ તરફ દોરી જાય.

ચિંતન માટેના બીજ પ્રશ્નો :
તમે એ વિચાર સાથે કેવી રીતે સહમત છો કે આપણે "નિશ્ચિત ધ્યેયો" ને "સાપેક્ષ ધ્યેયો" સાથે બદલી શકીએ છીએ - એટલે કે બીજાઓથી આગળ નીકળવું એ મૂળ બાબતનું સ્થાન લઈ લે છે જેની આપણને ખરેખર ચિંતા હતી?

શું તમે તમારો કોઈ એવો અનુભવ વર્ણવી શકો છો જ્યારે તમને સમજાયું હોય કે તમે એવી સીડી ચઢી રહ્યા છો જે ખોટી દીવાલ પર ટેકવેલી હતી, અથવા જ્યારે તમને સમજાયું હોય કે તમે “શું આ મહત્વનું છે?" એવું પૂછ્યા વગર જ કોઈ માન્યતા અપનાવી લીધી હતી?

જ્યારે તમને લાગે કે તમે કોઈ ખોટી રેસમાં ઉતરી ગયા છો અથવા તમારી દ્રષ્ટિ સંકુચિત થવા લાગે, ત્યારે કઈ આદતો કે કયા સ્થળો કે કયા સંબંધો તમને સાચો રસ્તો બતાવે છે?
Seed Questions for Reflection

How do you relate to the notion that we can swap "absolute goals" for "relative ones" - that the measure of outpacing others can quietly replace the thing we thought we cared about in the first place? Can you share a personal story of a time when you realized you were climbing a ladder that was leaning against the wrong wall, or when you discovered you'd inherited a conviction mimetically without ever asking yourself "Why does this matter?" What helps you establish reference points outside the hierarchies you find yourself in - those places, practices, or relationships that remind you what you actually value when tunnel vision begins to set in?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

11 Past Reflections
PO
Apr 14, 2026
This should be required reading for every entering college freshman - or better yet every high school junior before the end of that year.
RA
Apr 14, 2026
Very cool reflection. Memetic behavior is a very important one to understand for operating in this world, and to see how your own mind is being molded by it.
LS
Linda Sechrist
Apr 14, 2026
I'm certainly glad that I fell into or found what I value most as it has evolved me to where I am today. From writing news briefs to writing local articles, and finally to writing national feature articles for a magazine. I read my way to glimpses of Consciousness and a enhanced and much larger perspective of LIFE. I had to read the books of authors and comprehend what I was reading before I could interview them and ask intelligent questions. After 22 years I arrived where I'm supposed to be, collaborating with 3 other compassionate and conscious individuals who collaborate on a website that is all about Consciousness. I'm still interviewing people, such as Amit Goswami, who can say in all the right words what Consciousness is and how expanding/raising it makes a major difference in the way we perceive our fellow humans and live our lives. Our website, GrokingWholeness.info is free and so are all the articles, monthly newsletters and YouTube interviews on it. It matters because I AM ... View full comment
VP
Vd pooja
Apr 14, 2026
When I joined as a Nadi Vaidya my goal was to touch and change 1000 lives daily… to attain this from the last 22 yrs I have kept moving and finally last year was a time when I could do it. Looking back I realised I had stopped enjoying the healing and benefits i was spreading in the society to busy to even get time to reflect and acknowledge the present. Last few months have changed my number game to satisfaction and self reflection and although I am proud of my journey , somewhere I think for reaching the destination i stopped enjoying the Bful nuances it entails. So I relate to your article in totality and work towards a more humane approach and have changed my end goals as a 40 yr old which the 18 yr old in me didn’t understand much earlier
AM
Apr 9, 2026
Reflection: The Ladder and the Palm Yesterday, a photograph stopped me. An old wooden ladder leaned gently against a palm tree in Jamaica. No one climbing. No visible task. No urgency. Just… there. It brought back another image I kept in my New York office years ago— a yellow ladder floating in a wide blue sky from the Santa Fe Opera. Two ladders. Both unclaimed by purpose. And something in me softened. Because I know this other ladder too— the one we climb without questioning: achievement, recognition, progress, getting somewhere. The one that quietly turns presence into performance. In yoga, we’re given a simple invitation: nowhere to go, nothing to do. I’ve said those words countless times guiding others. But lately, I’m feeling them differently. Not as instruction— but as orientation. What if the ladder is still here… but we’re not required to climb it? What if it can simply lean— part of the landscape, not a ... View full comment
DD
Apr 3, 2026
Of course we can swap so-called absolute goals for relative ones. Outpacing others can replace the things we really care about. Those happen via conditioning, doing what we think we should, or not having the self-confidence or courage to do what we want. I was once on a career path that I and others wanted for me. I wasn't in it by chance; I was in it by conditioning and choice. I was succeeding and had a bright future; when I no longer wanted it, I anguished over getting out and going in a different direction. I didn't know where I was going, but there are always other places to go. While making the change cost me, it was liberating and transforming for me. What helps me more than anything is to be honest with myself and pursue what I want, not what others expect. My feelings and my heart are my best reference points.
JD
Apr 2, 2026
There are times when I need to make important choices in my life. If I make a wrong choice it affects not only me but other people in my life. How I make wise choices is very important to me. It is not always easy to make wise choices. There have been times in my life when it was difficult for me to make the right choices. When I make a wrong choice it hurts not only me but also people connected with me. This is a great dilemma for me. I believe in telling the truth. Telling the truth is like a two edged sword. It hurts me and creates wounds and hurts the person whom I love. Normally I do not encounter such situations. But there are times when I run into such situations. I believe in telling the truth even though it may cause emotional pain in me as well as in others close to my heart. Truth indeed triumphs, not lies.-Satymeva jayate na nrutam. Following the truth is not always easy. We need to be aware of the wrong direction we are travelling. We need to be aware of the wro... View full comment
AM
Apr 2, 2026
This reflection feels very real to me—the quiet way we can exchange an “absolute” orientation for a “relative” one without noticing. In my case, it didn’t show up in physics, but in a much more intimate terrain. Years ago, after nearly two decades of deep healing, my husband suddenly became seriously ill again. In an instant, something old and visceral was activated in me—a root-level fear I recognized from my own near-death experiences in my twenties. On the surface, I was doing what was needed—caring, organizing, holding things together. But underneath, I could feel a shift: from simply being present… to subtly measuring myself. Am I doing this well enough? Am I holding this together the “right” way? That was the moment I recognized the ladder. And that it wasn’t leaning where my heart actually was. What helped wasn’t leaving, but returning. Returning to simple reference points: • feeling my feet when fear surged • allowing emot... View full comment
AN
Anne Apr 14, 2026
Thank you Allie. You put words to small shifts that can be seismic. The shift between "relational presence" and performative, measurable presence As an older person who is preparing to marry another older person, we have spent hours talking about what we need from ourselves and each other other when things are hard. We have discovered the quiet safe space that relational presence creates. The way that sitting with each other and quietly supporting the movement of emotions through is changing the way we move through the world, as a couple and as individuals. Thank you for your insightful post and language you bring to shifts that can be difficult to name.
B
BarbaraS. Apr 14, 2026
Dear Allie, thank you for this thoughtful post. It reminds me of Ram Das who spoke of caring for his father in his end of life phase and others who he was with at the end. He went from caregiver to being a human being sharing in this experience and understanding the suffering that was happening. He then was able to sit with them and help them come to terms peacefully. From caregiver role to human role of sharing this experience.
RO
Rohit
Apr 2, 2026
wow, really powerful. "It decouples the social reward signal from the rest of objective reality — you can spend years ascending ranks in a hierarchy without producing anything that the rest of humanity finds valuable. "