Reengineeing Our Patterns

Author
Eknath Easwaran
29 words, 14K views, 11 comments

Image of the Weekઆપણા ઢાંચાની પુનર્રચના

– એકનાથ ઇશ્વરન

જયારે પણ હું કોઈને જરાક ધીમા પડવાની સલાહ આપું ત્યારે તે તરતજ એક વાજબી પ્રશ્ન ઉઠાવે મારે એટલુ બધુ કરવાનું છે કે જો હું ધીમો પડું તો તેને કેવી રીતે પૂર્ણ કરી શકું? મોટા ભાગે આનો જવાબ હું જયારે ભારતમાં શિક્ષક તરીકે કામ કરતો હતો ત્યારના અનુભવનો ના અનુસંધાન માં આપું છું. એક યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા તરીખે મારે માથે ઘણી જવાબદારીઓ હતી. પણ મારે મારી જાતને ખુબ ધીરજથી અને તાણ મુક્ત રીતે કામ કરવા માટે કેળવવી હતી કારણકે હું જાણતો હતો કે આ મને આધ્યાત્મિક માર્ગ માટે ખુબ જરૂરી છે.

હું કેમ્પસમાં મારા ભાગે આવતી તમામ કામગીરી ની સુચી તૈયાર કરતો, જે કામ મને કરવા ગમે અને જેની અપેક્ષા કરવામા આવે આ યાદી ઘણી લાંબી બનતી. ત્યારે હું પણ લોકોને એજ કહેતો જે હવે તેઓ કહે છે, કે જો હું ધીમો થઈ જાવ તો આ અતિ મહત્વના કાર્યો નું ધ્યાન રાખવુ મુશ્કેલ બની જાય.

પછી મને મારા આધ્યાત્મિક ગુરુ – મારા દાદીમાં યાદ આવ્યા, તેઓ પર ખુબજ જવાબદારી રહેતી અમારું લગભગ સો માણસો નું બહોળું કુટુંબ અને અમારું ગામડુ બન્ને મળીને. તે હંમેશા ઉત્કૃષ્ટ રીતે આ બધી જવાબદારીઓ પાર પાડતા. અને મને યાદ છે કે તેઓને મુખ્ય બાબત અને ઉપરછલ્લી બાબતો વિશે અચૂક ઊંડી સમજ હતી. તેમનું આ દાખલો લઈને, મેં મારી કામની સૂચી માંથી બિનજરૂરી બાબતો ને છેકવાનું શરુ કર્યું. અને મને આશ્ચર્ય થયું કે ઘણી બધી બાબતો નીકળી ગઈ. હું જે કામને કરવા માટે મારા મનને ન્યાયપૂર્ણ ન બનાવી શકું, તેવા કામથી અળગો રહેવા લાગ્યો. મારા ગમા અને અણગમાને દુર રાખીને, માત્ર મહત્વની બાબત પર નજર રાખીને અને બને તેટલો અલગાવ રાખી ને વધુ ને વધુ બાબતો ને છેકતો ગયો. થોડીવારમાં તો અડધા ભાગનુ જતું રહયુ અને મેં જોયુ કે મારી પાસે હવે મુલ્યવાન કાર્યો માટે વધુ સમય શેષ હતો.

આ પ્રમાણે આપણા ઢાંચાની રચનામાં ફેરફાર કરવો તે સરળ અને સુખદાયક નથી. તેને માટે લાંબા સમય સુધી નિરંતર પ્રયત્નશીલ રહેવું પડે છે પરંતુ તેના ફાયદા ઉત્તમ પ્રકારના હોય છે, જે આપણને આ બદલાવ લાવવાથી તરતજ પ્રાપ્ત થાય છે.

“મેડીટેશન” નામના પુસ્તકમાંથી ઉધ્ધ્રુત – એકનાથ ઇશ્વરન

મનન નાં પ્રશ્નો:
૧. મહત્વની બાબતો ને ચૂંટી ને કામ કરવાથી આધ્યાત્મિક રસ્તે પ્રગતી થાય છે – એવા લેખકના નિરીક્ષણ વિષે તમારો શું મત છે?
૨. તમે ક્યારેય તમારા ઢાંચાની રચનામાં ફેરફાર લાવ્યા છો? તો તેવો પ્રસંગ વર્ણવશો.
૩. કેવી રીતે તમે બિનજરૂરી પરથી જરૂરી બાબતો ઉપર ધ્યાન કેળવશો?
 

An excerpt from ‘Meditation’ , a book by Eknath Easwaran.


Add Your Reflection

11 Past Reflections