Why Meditate

Author
Suzanne Toro
35 words, 29K views, 8 comments

Image of the Weekધ્યાન શું કામ?


-સુઝાન ટોરો


ધ્યાન એ મન ને શાંત અને સ્થિર કરવાની પ્રક્રિયા છે . મન ના વિચારો ના વેગ ને ધીમો કરીને છેવટે નિર્વિચાર બનાવવાની પ્રક્રિયા છે, આવે વખતે તમે ચેનપુર્વક મૌન નો અનુભવ કરો, અને જેની તમારે જરૂર છે તે બધુંજ તમારી અંદર છે તેવો વિશ્વાસ જાગે. જયારે તમે આવી સ્થિરતા માં ડૂબકી લગાવો. ત્યારે તમે તમારા આત્મા ને સ્પર્શવા નું શરુ કરો છો. આ એક ખુબજ પવિત્ર અને બહુમુલો માર્ગ છે, તમારા અંતર અને બહાર ને પોષવાનો.


શારીરિક સ્તરે ધ્યાન ના શરીર ને ફાયદા થાય છે. તે નિવારક અને પ્રતિકારક ઔષધિ નું કામ કરે છે. એવા અનેક સંશોધનો છે જે ધ્યાન ની સીધી અને હકારાત્મક અસરો માનવ શરીર પર છે, તવો સંબંધ બતાવે. આત્માના સ્તર પર ધ્યાન તમારા અસ્તિત્વ પર અસરકારક છે અને જીવન પ્રત્યે ની તમારી સમજણ અને તમારી દ્રષ્ટિ અને વર્તન ને બદલી નાખે છે. આ સાધન નો નિત્ય ઉપયોગ તમને શાંતિ આપશે અને અંતર માં પડેલા સુવર્ણ ખજાના તરફ લઇ જાશે. તમારા જીવન ને પલટાવવા ની અને રુઝાવવા ની અસીમ શક્તિ તમારી અંદર રહેલી છે, અને ધ્યાન દ્વારા આ શક્તિ ઓ સાક્ષાત્કાર કરી શકાય છે. લાંબા સમય સુધી ધ્યાન કરવાથી સુંદર રીતે તેની તરંગો ની અસર નો અનુભવ થશે. આ તરંગો જીવન ના વિવિધ ક્ષેત્રે અલગ સ્વરૂપો ધારણ કરે છે. વૈયક્તિક રીતે તમને સ્થિરતા અને એકાગ્રતા નો અનુભવ થશે અને વ્યવસાયીક રીતે સ્પષ્ટતા અને આવતી તકો તમારી સામે પ્રગટ થશે, માનસિક અને શારીરિક સ્તરે તમારા લક્ષણ અને મુશ્કેલીઓ બદલાશે અને તમે સ્વસ્થતા મેળવશો. આધ્યાત્મિક સ્તરે તમે તમારા પરમ સત્યથી જોડાશો. તમારું જીવન વહેવા લાગશે...


તમે એક વાર ધ્યાન ને તમારા જીવન માં પ્રવેશ આપો પછી તમારો આત્મા, શારીરિક માનસિક તરંગો ધરાવતું શરીર ધ્યાન માટે લોલુપ બની જશે, જેમ તમે કોઈ વાનગી આરોગવા અથવા કાર્ય કરવા માટે લોલુપ બનો. ધ્યાન જાતને અંતર સાથે જોડવા ની પ્રક્રિયા છે. તમને એમ લાગે કે ધ્યાન માટે સમય ફાળવવાની શી જરૂર છે? ધ્યાન શરીર, મન અને આત્મા ને પરિપૂર્ણ કરે છે. મન ના ખળભળાટ ને શાંત કરે છે, અને મન શરીર અને આત્મા ને સ્વસ્થ કરી આપદા ઓછી કરે છે. તમે ક્યારેય ખોરાક કે પાણી ને નહીં નકારો પરંતુ મોટા ભાગ ના લોકો આત્મા ને કઈ પોષણ નથી આપતા; આ પોષણ વૈયક્તિક અને દુન્યવી સ્તરે અત્યંત આવશ્યક છે.


સુઝાન ટોરો ની “Bare naked bliss” માંથી ઉધ્ધૃત.


મનન ના પ્રશ્નો:
૧. સ્થિરતા આત્મા ના પોષણ માટે બહુમુલો માર્ગ છે. તે વિશે તમારું મંતવ્ય શું છે.
૨, ધ્યાન ની તરંગો થી અનુભવેલી અસર નો પ્રસંગ વર્ણવો.
૩. તમે કેવી રીતે ધ્યાન ને જીવન માં લાવ્યા.

 

Excerpted from Suzanne Toro's book Bare Naked Bliss


Add Your Reflection

8 Past Reflections