Inclining Toward Freedom, Even Through Imperfections

Author
Larry Yang
59 words, 15K views, 5 comments

Image of the Weekઉણપ થકી, મુક્તિ તરફ વળવું – લેરી યેંગ



આપણે માત્ર જાગૃતિ ને કેન્દ્ર બનાવીએ, તો અધ્યાત્મિક સાધના ને ગુમાવી દઈએ. મને વધારે રસ તો એમાં છે કે, આપણે પ્રબુદ્ધિ મેળવ્યા પહેલાં કેવી રીતે સાધના કરીએ છીએ, બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા વગર, કારણકે, સાચે તો, આ બધું, જીવન કાલ દરમિયાન, અસ્તિત્વ માં સતત હાજર હોય છે.



થોડા વખત થી, હું જ્યાં વૈવિધ્ય અને રંગભેદ ની વિરુદ્ધ કામ કરું છું, ધાર્મિક અને અન્ય સમુદાય સાથે, હું વધારે ઊંડી નિરાશા અને ભ્રમ ને મારી ખામીઓ દ્વારા જોવ છું, અને સમુદાય ની ઉણપો થકી, અને આને લીધે થતાં સામાજીક નુકસાન ને જોવ છું. આપણે પ્રબુદ્ધ દુનિયા માં નથી રહેતાં – એવું તમે ક્યારેય જોયું છે? ધર્મ ગુરુ તરીકે, મને જ્ઞાન અને કરુણા ના પાઠ ભણાવવાનું શીખવવામાં આવ્યું છે, એવો મારો અનુભવ છે. જોકે હમણાં, હું જ્યાં છું, ત્યાંથી શીખવવા તરફ વળી રહ્યો છું -આ ક્ષણ ની સચ્ચાઈ માંથી, એવી જગ્યાએ થી જ્યાં હું નિરુત્તર હોવ, અને મારી ખામી અને ઉણપો પણ હોય.



વિષાદ અને ભ્રમ ની પરાકાષ્ટાને પાર કરવા આપણે આપણી સાધના માં ઊંડી ડૂબકી લગાવવી જરૂરી છે. બધાની નીચે શું રહેલું છે, તેને સાંભળવાની, જ્યાં મુક્તિ નો દ્વાર પોકાર કરે છે, ત્યાં પૂછવાની: શું હું આ ખોલી શકું? આના તરફ વળી શકું? અને વ્યક્ત કરવા શબ્દો ના હોય, તો પણ શું તેને પ્રેમ કરી શકું? શું હું આ વિષાદ અને જીવન ની ઉણપ ને તેવુજ મહત્વ આપીશ, જેવું બીજી જાગૃતિ ની બાબતો વિષે આપું છું? જીવન અસહ્ય બને ત્યારે શું આપણે વિદ્યમાન રહેવાની સાધના કરી શકીએ?


આ કદાચ વિરોધાભાસ લાગે, પણ જયારે આપણે આપણી અપૂર્ણતા, અને ઉણપ પ્રત્યે જાગરૂકતા અને કરુણા કેળવીએ, ત્યારે આપણે ખરેખર આપણી સજગતાને મજબુત બનાવીએ છીએ. આપણે જાગૃતિ કે સુસુપ્તી; બંને માંથી ક્યાંય ચોંટવાનું નથી; કારણકે બંને માત્ર અનુભવ છે, જેને ધ્યાનપૂર્વક સમજવાના છે.



જાગૃતિ અને સુસુપ્તી એક સિક્કા ની બે બાજુ છે. તે એકજ અનુભવ છે. સુસુપ્તી વગર જાગૃતિ નો અનુભવ અશક્ય છે. જ્ઞાન નો પ્રાદુર્ભાવ તો થાય, જો આપણે આપણા શરતી વલણ થી વાકેફ હોઈએ.


એટલે હવે હું મારી ઉણપ, અને મારી હાર માં પણ, મારા હ્રદય ને મુક્તિ તરફ વાળું છું. આ રીતે હું જાગૃતિ અને સુસુપ્તી ને એકમેક માં વણાતા જોવું છું. આ દુઃખો વચ્ચે રહેલી મુક્તિ છે. જુલ્મ અને હિંસા ના બળો સામે આ મજબુતી છે. આ સુસ્પ્ત સૃષ્ટી ની માંહે પણ આપણે સુંદર અને ઉજળા જીવન નું નિર્માણ કરી શકીએ.


જયારે પણ આપણે જાગરૂકતા અને કરુણા ની સાધના કરીશું, ત્યારે આપણે આપણીજ દુનિયા નહીં પણ સમગ્ર દુનિયા બદલીશું. અસહ્ય ને સહ્ય બનાવવા લાગશું, તૂટેલાં હ્રદય અને ક્રોધિત મન ને જોડીશું. ક્રોધ માં લિપટાયેલ જ્ઞાન તરફ નજર કરીશું, જયારે, આપણે પોતે ક્રોધ ની જ્વાળા માં નહીં લિપટાઈએ. વિષાદના અનુભવમાંથી, પ્રેમ, કરુણા અને હિમ્મત થી, મુક્તિ વણી કાઢીશું. આ આપણી અધ્યાત્મિક સાધના ની ચરમસીમા છે. એ આપણને બધુજ સમાવવા કહે છે, વિસંગતિ, વિરોધાભાસ જે સુસ્પ્તી અને જાગૃતિ માં રહેલા છે અને તેની વચ્ચે બધું. આ તેની વચ્ચે નું જગત – જે અતિ થી સુક્ષ્મ, જ્યાં વિરોધાભાસ નું મિલન છે- ત્યાં પૂર્ણતા છે, આપણા જીવનની, સાધનાની અને મુક્તિની.



----લેરી એક Spirit Rock ગુરુ છે, અને ઇસ્ટ બે માં Meditation Center (Oakland) and Insight Community of the Desert (Palm Springs) ના મુખ્ય ગુરુ છે. આ તેના પુસ્તક Awakening Together માંથી ઉદધૃત



મનન ના પ્રશ્નો:
૧.) વિષાદ ની વચ્ચે, હ્રદય ને મુક્તિ તરફ વાળવું, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમારા શરતી વલણો ને ઊંડાણ થી જાણી ને તેમાંથી જ્ઞાન પ્રકટ થયું હોય તેવો અનુભવ થયો હોય તો વર્ણવો.
૩.) સુસ્પ્તી અને જાગૃતિ ને સિક્કાની બે બાજુ સમજવામાં શું મદદ કરશે?
 

From full article here. Larry Yang is a Spirit Rock teacher and is a core teacher at the East Bay Meditation Center (Oakland) and Insight Community of the Desert (Palm Springs); his book is Awakening Together.


Add Your Reflection

5 Past Reflections