Force Of Love Is The Force Of Total Revolution

Author
Vimala Thakar
31 words, 43K views, 8 comments

Image of the Weekપ્રેમ નો પ્રભાવ એ સંપૂર્ણ પરિવર્તન નો પ્રભાવ છે


વિમલા ઠકાર


જો આપણે જીવિત રહેવું હશે તો આપણા હ્રદયમાં બધાજ જીવંત પ્રાણીઓ માટે એક નાજુક, પ્રેમાળ ફિકર ઉદ્ભવી ને રાજ કરતી હોવી જોઈએ. અને ત્યારેજ આપણું જીવન ખરેખર આશિર્વાદ સમું બને જયારે એકનું દુઃખ ખરા અર્થ માં બધાનું જ દુઃખ હોય તેવો અનુભવ થાય . પ્રેમ નો પ્રભાવ એ સંપૂર્ણ પરિવર્તન નો પ્રભાવ છે. આ પ્રભાવ પરિવર્તન ના સાધન તરીકે અંકુશિત, અજાણ અને અજ્ઞાત છે.

આપણા સામુહિક જીવનમાં આપણે પ્રેમભાવ થી ખુબજ દુર થઇ ગયા છીએ અને વિષમ પ્રકારે વિનાશ અને ભૂખમરા ની નજદીક છીએ. હવે કદાચ આપણને જ્ઞાન થયું છે, કે જાગૃતિ આવી છે, કે પ્રેમ મનુષ્ય માટે એટલો જરૂરી છે જેટલી શ્વાસ લેવા હવાની, કે તરસ છીપાવવા પાણીની અને આપણે આરોગીએ છીએ તે ભોજન ની. પ્રેમ સુંદરતા છે, તે એક કોમળ રહસ્ય, જીવનનો આત્મા, એક તેજસ્વી, નિર્મળ પવિત્રતા જે સહજ આનંદ, હર્ષ ના ગીતો, કવિતાઓ, ચિત્રો, નૃત્યો અને નાટકો લાવે છે, જે અવર્ણનીય, ક્યારેય સંપૂર્ણ પણે પામી ન શકાય તેવા અસ્તિત્વ ના પરમ સુખ ને વધાવે છે. શું આપણે પ્રેમને બજારમાં, ઘરમાં, શાળામાં કે વ્યાપાર ની જગાઓમાં લાવી ને ત્યાં બધે પરિવર્તન લાવી શકીએ? આપ કહેશો કે આ કાલ્પનિક હોડ છે; પણ આ એકજ છે જે કંઈક મહત્વ નો બદલાવ લાવશે અને જેની પૂર્ણ યોગ્યતા સંપૂર્ણ મનુષ્ય ના સામર્થ્ય માં છે.

કરુણા એ સંપૂર્ણતા ની સહજ ગતિ છે. એ કંઈ માપી ને લેવાયેલ નિર્ણય નથી ગરીબો ને મદદ કરવા કે બદનસીબ તરફ ભલાઈ કરવા. કરુણામાં રહેલ પ્રચંડ વેગ આપણને કુદરતી રીતે, ચૂંટણી વગર યોગ્ય કર્મ તરફ લઇ જાય છે. તેનામાં બુધ્ધિ, સર્જન અને પ્રેમ ની શક્તિ નો પ્રભાવ રહેલો છે.

બ્રહ્માંડ ને કાબૂમાં રાખતી બહોળી સમજ બધાને પ્રાપ્ય છે. જીવન ની સુંદરતા, જીવવા ની વિસ્મયતા, એ છે કે આપણે સર્જન, બુધ્ધિ, અને અખૂટ યોગ્યતા સમસ્ત બ્રહ્માંડ સાથે વહેંચી એ. જો બ્રહ્માંડ બહોળું અને રહસ્યમય છે તો આપણે પણ બહોળા અને રહસ્યમય છીએ. જો તેમાં અપાર સર્જનાત્મક શક્તિ છે તો આપણા માં પણ અપાર સર્જનાત્મક શક્તિ રહેલી છ. જો તેમાં સાજા કરવાની શક્તિ છે તો આપણામાં પણ તે સાજા કરવાની શક્તિ છે. એ આત્મસાત કરવા કે, આપણે માત્ર સામાન્ય જીવાત્મા નથી, જે આ ભૌતિક ગ્રહ પર વસીએ છીએ, પરંતુ આપણે પૂર્ણ અસ્તિત્વ છીએ, દરેક એક નાનું બ્રહ્માંડ, દરેક જે હરેક જીવ સાથે દ્રઢ રીતે અનેક ઊંડાણ થી સંકળાયેલા, તો આપણે આપણી જાત વિશે ની સમજણ, આપણું વાતાવરણ અને આપણા સામાજીક પ્રશ્નો વિશે ની સમજણ સદંતર બદલાવવી પડશે. પૂર્ણતા થી કંઈ પણ અળગું ન કરી શકાય.

દરેક મનુષ્ય ની અંદર અજ્ઞાત યોગ્યતા પડેલી છે. આપણે માત્ર હાડ ચામ કે આપણા ગુણધર્મો નો સમુદાય નથી. જો આ સત્ય હોય તો આ ગ્રહ નું ભવિષ્ય ઉજળું નથી. પણ જીવ સાથે ઘણું અપાર છે, અને દરેક કરુણામય વ્યક્તિ જે આ અજ્ઞાત ની ખોજ કરવાનું સાહસ કરે, ખંડિત અને ઉપરછલ્લી બાબતો ને પરે, પૂર્ણતા ના રહસ્યો ની માહે, તે માનવજાતિ ને સંપૂર્ણ મનુષ્ય શું છે તે સમજવા માં મદદ કરે છે.

પરિવર્તન, સંપૂર્ણ પરિવર્તન, એ અશક્ય ની સાથે પ્રયોગ કરવા જેવું છે. અને જયારે કોઈ એક માણસ એક નવી દિશા કે અશક્ય માં પગલું ભરે છે, ત્યારે સમગ્ર માનવજાતિ આ મનુષ્ય સાથે સફર કરે છે.


વિમલા ઠકાર ભારત માં સામાજિક ચળવળકાર અને અધ્યાત્મ ના ગુરુ હતા.

મનન ના પ્રશ્નો:
૧.) પ્રેમ નો પ્રભાવ એ સંપૂર્ણ પરિવર્તન નો પ્રભાવ છે એ વિશે તમારું મંતવ્ય શું છે.
૨.) તમને ક્યારેય એવો અહેસાસ થયો છે કે તમે હરેક જીવ સાથે દ્રઢ રીતે અનેક ઊંડાણ થી સંકળાયેલા સંપૂર્ણ મનુષ્ય છો- તો તે વર્ણવો.
૩.) અશક્ય સાથે પ્રયોગ કરવામાં તમને શું મદદ કરશે?
 

Vimala Thakar was a social activist and spiritual teacher from India.


Add Your Reflection

8 Past Reflections