You Play The Piano

Author
Alan Watts
62 words, 68K views, 17 comments

Image of the Weekતમે પિયાનો વગાડો છો


-એલન વોટ્સ


આ ભવિત અસ્તિત્વ, સ્થૂળ બ્રહ્માંડ વાસ્તવ માં રમતિયાળ છે. જો કે તેની કંઈજ જરૂર નથી. તે ક્યાંય જવા માટે ગતિમાન નથી. કહેવાનું તાત્પર્ય એમ કે તેને ક્યાંય નિર્દિષ્ટ સ્થાન પર પહોંચવાનું નથી.


સંગીત ની ઉપમા દ્વારા તેને સારી રીતે સમજી શકાય છે, જેમકે સંગીત, કલા ના સ્વરૂપે ખાસ કરીને રમતિયાળ છે. આપણે કહીએ કે, “તમે પિયાનો વગાડો છો” નહિ કે પિયાનો નું કામ કરો છો.


કેમ? ફરવા જવા કરતા સંગીત જુદું પડે છે. તમે ફરવા નીકળો ત્યારે તમે ક્યાંક જવા નીકળો છો. સંગીત માં કોઈક રચના નો અંત તેના બનવા થી નથી. એવું હોય તો, સૌથી ઉત્તમ રચનાકારો ઝડપ થી વગાડી શકે તવી રચના બનાવે અને સાચો રચનાકાર એજ જે માત્ર અંત ની કડી બનાવે. લોકો સંગીત ના જલસા માં માત્ર તે આખરી ટંકાર સાંભળવા જાય કારણ કે તે અંત છે! આવુંજ નૃત્ય ની બાબત માં છે. તમે ઓરડા ના કોઈ ચોક્કસ ખુણે પહોંચવા માટે પ્રયત્નશીલ નથી. નૃત્ય માં જોડાવાનું કારણ માત્ર નૃત્ય કરવા માટે જ.


પણ આવું આપણી ભણતર પદ્ધતિ દ્વારા આપણા વ્યવહાર માં નથી આવતું. આપણી શાળાકીય ભણતર વ્યવસ્થા એક અલગ જ છાપ ઉભી કરે છે. એ અંક આધારિત છે અને આપને દરેક બાળક ને આંકની હરોળ માં ધકેલીયે છીએ, જેમ કોઈ બિલાડી ને “આવ બિલાડી આવ” કહેતા હોઈએ. તમે બાળ મંદિર માં જાવ તે ઉત્તમ વાત કારણ કે તે પછી તમે પહેલા ધોરણ માં જશો. પછી “ચાલો” પહેલા થી બીજા ધોરણ માં અને એવી રીતે ક્રમશઃ. પછી ધોરણો પર કરી ને હાઈ સ્કુલ માં. આ વધતું રહે છે, તમે આવો અને કોલેજ જવાના ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અને તેના પછી તમે દુનિયા નો હિસ્સો બનો. પછી તમે કોઈ ઇન્સ્યુરન્સ વહેંચવાની જાળ માં ફસાવ. તમે વળી તમારે અમુક ટકા બનાવવાના, અને તમે બનાવો. આવી બધી વખતે – આવે છે આવે છે, તે મહાન ક્ષણ આવે છે. જે સફળતા માટે તમે મેહનત કરો છો તે આવે છે.


ચાલીસી એ પહુંચી એક સવારે જાગતાંજ તમે કહેશો “હે પ્રભુ હું ત્યાં પહુંચી ગયો, ત્યાંજ છું.” અને તમને તમારા અનુભવ માં તમે કઈ પણ વિશેષ ફર્ક નહિ જણાય.

એવા લોકો ને જોઈએ છીએ જે માત્ર રીટાયર થવા જીવે છે અને માત્ર બચત કરે છે. તેઓ જયારે ૬૫ વર્ષ ના થાય ત્યારે તેઓ માં કોઈ શક્તિ શેષ હોતી નથી. મોટે ભાગે તેઓ અશક્ત બની ગયા હોય છે. પછી કોઈક વૃદ્ધો માટે ના સત્સંગ માં સડતા રહે છે. આવું થવા નું કારણ એ કે આખો વખત આપણે આપણી જાત ને પહેલે થી છેલ્લે સુધી છેતરતા રહ્યાં.


કારણ કે જીવન ને આપણેએક પ્રવાસ સાથે સરખાવ્યું, એક યાત્રા, કે જેનો કોઈ ગંભીર અર્થ અંત માં નીકળે, અને આપણે તે અંત સુધી સફર કરતા રહેવાનું. સફળતા કે સ્વર્ગ જે કઈ હોય તેને મૃત્યુ પર્યંત મેળવવાનું.

આખે રસ્તે આપણે મહત્વ નો મુદ્દો વિસરી ગયા.
આ તો સંગીત વિષયક છે, તેમાં તમારે સંગીત વાગતું હોય ત્યારે ગાતા અને નૃત્ય કરતા જવાનું છે.


એલન વોટ્સ – બ્રિટીશ તત્વવીદ ,લેખક અને વક્તા છે. તેઓ પૂર્વ ના તત્ત્વ જ્ઞાન નું નિરૂપણ અને ફેલાવ પશ્ચિમ ના શ્રોતાઓ માટે કરવા પ્રખ્યાત છે.


મનન ના પ્રશ્નો:
૧. જીવન ને સંગીત વગાડવા ની જેમ જીવવું જોઈએ. તે વિષે તમારો શું મત છે.
૨. કોઈ એવો પ્રસંગ વર્ણવો જ્યાં તમે જીવન નો સંગીતમય અનુભવ કર્યો હોય?
૩. ભવિષ્ય ની સફળતા માટે ના પ્રયત્નો ને ખાળી ને કેવી રીતે તમે જીવન સંગીત ને માણી ને જીવી શકો?
 

Alan Watts, a British philosopher, writer, and speaker, best known as an interpreter and populariser of Eastern philosophy for a Western audience. Excerpt is above Alan Watts from "Coincidence of Opposites" in the Tao of Philosophy lecture series, courtesy of Alan Watts Org.


Add Your Reflection

17 Past Reflections