Theory and Practice

Author
Vincent Horn
42 words, 17K views, 10 comments

Image of the Weekતર્ક વિતર્ક અને અભ્યાસ

- વિન્સેન્ટ હોર્ન

જો આપણે તર્ક-વિતર્ક વિષે જોઈએ તો ખબર પડે કે તર્ક એ મુખ્યત્વે પૃથકકરણ, અથવા અનુભવ નું વર્ણન હોય છે. આપણી સમજ ને બીજા સુધી પહોંચાડવા નું માધ્યમ બને છે. ભાષા એક મહત્વની અને વિચારો ની શોધ છે, કારણ કે તેની મદદથી જ આપણે આ કરી શકીએ છીએ.


કારણ કે એ પૃથકકરણ અથવા વર્ણન હોય છે જે સીધા અનુભવ થી રહિત અને ક્યારેક એ સમજણ થી રહિત કે આ વિચારો ક્યાં ઇંગિત કરે છે, તે માત્ર પૃથક્કરણ બની રહી જાય છે. આપણે બધા એવા લોકો થી પરિચિત છીએ જેઓ હકીકત અને તેના ખ્યાલ વિશે મૂંઝવણ માં હોય છે. આ સમજવા આપણે એક બધુ જ જાણતા હોય તેવું ગુમાન ધરાવતા પંડિત કે હોશિયાર વ્યક્તિ ને યાદ કરીએ ત્યારે તર્ક ને અભ્યાસ કરતા વધારે મહત્વ આપતા હોય તેવા વ્યક્તિ ની જીવંત મિસાલ સામે આવે છે.


તર્ક ને અભ્યાસ કરતા વધારે મહત્વ આપવું તેનાથી વિપરીત બાબત એ છે કે અભ્યાસ ને તર્ક થી વધારે ચડિયાતું ગણવું. ઘણા લોકોએ એવું નિર્ધારિત કરેલું હોય છે કે તમારે માત્ર અભ્યાસ ની જરૂર છે અને તેના દ્વારા જ બધું આપો આપ સમજમાં આવતું જાય છે. આવું કરવાથી એવું કઈ રીતે સમજાય કે તમે શું કામ આ અભ્યાસ માં કે શીખવામાં રત છો?


જો તમે અભ્યાસ ને વધુ પડતું મહત્વ આપો તો તિબેટીયન માસ્ટર છોગ્યામ તૃન્ગપા કહે છે તેમ “મુરખ ધ્યાનીઓ” – જે લોકો પોતે શું કરે છે તે અને તેવું કરવાનું કારણ જાણતા જ નથી, તેવા લોકો મળી જશે. તેઓને ખરેખર શું કરવું જોઈ એ તે સાંપડ્યું ન હોવાને કારણે શું શોધવું તેની ખબર હોતી નથી, અને માત્ર અભ્યાસ ની અનંત પીંજણ કર્યાં કરે છે, તેવું કરવાથી કશુંક મનોરંજક જરૂર બને પરંતુ જે હેતુસર કરવું જોઈએ તે પ્રાપ્ત ન કરી શકાય.


તર્ક ને છોડી દેવાથી બીજી અધોગતિ એવી બને કે આપણે આપણા જીવન ના અનુભવો ને સાંકળી ને પૂર્ણતા મેળવવા માં મુશ્કેલી પામી એ. આવી તકલીફ થવાનું કારણ એ કે આપણે વિચારશીલ મન ની મહત્તા ને નકારી કાઢી એ છીએ. આપણા બહુ વિકસિત મગજ અને મિશ્રિત મનની શક્તિ ઓ આપણને વિશિષ્ટ પ્રકારે માનવ બનાવે છે. આવા મિશ્રિત વિચારો ની અવેજીમાં આપણે કદાચ આપણી જાતને મહત્વ ના આધ્યાત્મિક પ્રશ્નો પણ ન પૂછી શકીએ. હોમો સેપિયન એ લેટિન શબ્દ “વિચક્ષણ માનવ” અથવા “બુદ્ધિમાન માનવ” માટે વપરાય છે. આમાંથી આપણે વિચક્ષણતા કાઢી નાખી એ તો પ્રગટીકરણ ના વારસા માં મોટી આપદા આવી શકે છે.


પ્રેરણા દાયક બાબત એ બને કે આપણે આ મદદગાર તર્ક ને અભ્યાસ મેં લાવીએ, તેમનો ઉપયોગ માર્ગ શોધવા નો નકશો તરીકે, ત્યારે આપણે પ્રત્યક્ષ અનુભવ ના કામમાં લાગી જઈ શું. આવું કરવાથી આપણે અંતર ના વિજ્ઞાનીઓ બનશુ અને આપણને મળેલા તર્ક ને પુષ્ટિ આપવી, નકારી કાઢવો, કે તેના પર વધુ વિચાર કરવા નું કાર્ય થશે. તર્ક એ જીવંત અને ખુલ્લો બને છે જ્યારે વાજબીપણું માપી શકાય. તર્ક એ પૂર્ણ વિરામ નથી પણ અદભુત સફર ની શરુઆત છે.


મનન ના પ્રશ્નો:
૧. જીવનમાં તર્ક અને અભ્યાસ બંને જરૂરી છે તે વિશે તમારો મત શું છે?
૨. કોઈ એવો પ્રસંગ વર્ણવો જ્યારે તર્ક ની મહત્તા નો ખ્યાલ આવ્યો હોય.
૩. તર્ક ના વાજબીપણા ને માપવા માટે જીવનમાં કઈ બાબત ઉપયોગી છે?
 

by Vincent Horn, excerpted from this page.


Add Your Reflection

10 Past Reflections