Every Seed Carries a Secret

Author
Angela Fischer
42 words, 24K views, 5 comments

Image of the Weekદરેક બીજમાં એક રહસ્ય હોય છે

- એંજેલા ફિશર ( ૨-૧૧-૨૦૧૫)

દરેક બીજમાં એક રહસ્ય હોય છે. આપણે આ રહસ્યને કદાપિ સંપૂર્ણ રીતે સમજી નથી શકતા કારણકે આ રહસ્ય સૃષ્ટીના રહસ્યોમાંનું એક હોય છે. પણ આપણે તે બધુજ શીખી શકીએ છીએ કે જે આપણા પૂર્વજો બહુ પહેલા શીખ્યા હતા. તેઓ રહસ્યો સાથે જીવ્યા, તેને ઈશ્વરીય ભેટ તરીકે સ્વીકારી તેનો ઉપયોગ કર્યો. આ રહસ્ય જીવન જીવવા માટેનો એક સ્ત્રોત છે તેમ સ્વીકારી તેનો આદર કર્યો. એક રહસ્યની સાથે જીવવા માટેનું પહેલું પગલું છે, “સાંભળવું, સાંભળવાની તૈયારી.”

હું જયારે નાની બાળકી હતી, મારી માએ મને એક બીજ આપ્યું. તેણીએ મને આ બીજને કાળી માટીથી ભરેલા કુંડામાં કેવી રીતે વાવવું અને ત્યાર બાદ તેની શું કાળજી લેવી તે શીખવ્યું. મેં બીજને વાવી દીધું. હવે શું થાય છે તે મારે જોયે રાખવાનું હતું અને રાહ જોયે રાખવાની હતી.

એક નાનાં બાળકમાટે રાહ જોયે રાખવી તે બહુજ કઠીન અને ઉત્સુકતાપ્રેરક સમય હોય છે. રોજ સવારે હું તે કુંડામાં રોપેલ બીજને જોવા જતી કે જે માટીની નીચે અંધકારમાં છુપાયેલ હતું. તે દેખાતું નહતું તેથી મેં તેને સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો. આ તે સમયની વાત છે જયારે મારી માં ગર્ભવતી હતી અને હું તેના પેટ પર મારા કાન લગાવી તેણીના પેટમાંના બાળકની સાથે વાત કરવાની કોશિષ કરતી હતી. મને યાદ નથીકે મેં કઇપણ સાંભળ્યું હોય પણ મને ચોક્કસ યાદ છે કે મેં આવી કોશિષ કરી હતી. આ કોઈ ગંભીર વાતચીત જેવુંજ હતું કે જેમાં અંદરનું બાળક ચુપ હતું અને બીજા કોઈએ પણ તેને નોતું સાંભળ્યું.

બીજ એ નવસર્જન ના ગંભીર રહસ્યનું એક પ્રતિક છે, અને સાથે સાથે તે પોતે પણ એક રહસ્યજ છે. હજારો વર્ષોથી ખેડૂતોને આ રહસ્યોને સાંભળવાનુંજ જ્ઞાન છે અને એટલેજ તેઓએ તેને વાવવાની અને બીજમાંથી પાક તૈયાર થાય એટલે પાકને કાપવાની રીતો શોધી નાખી. બીજને કેવી માટીમાં રોપવું, કઇ આબોહવામાં રોપવું, કેટલું, કેવી રીતે અને ક્યારે ક્યારે પાણી-ખાતર આપવુંકે જેથી કરીને બીજમાંથી સરસ તંદુરસ્ત છોડ ઉગે ને તેની પર ખુબજ ફૂલ-ફળ આવે જે સમાજને ઉપયોગી બને અને તેમાંથી વધેલ બીજ ફરી ઉત્પાદન માટે વાપરી શકાય. આ રીતે વર્ષોથી બીજ આપણા પૂર્વજોને અને આપણી ભવિષ્યની પેઢીને આપણી સાથે જોડે છે. આ રીતે ફરીથી આપણે પૃથ્વી સાથેના સંબંધ બાબતમાં એક પ્રાચીન અતિ ઉત્તમ જ્ઞાન મેળવીએ છે. અંધારામાંથી પ્રકાશનું ઉત્પન્ન થવાનું જ્ઞાન અને જીવનનાં ફેરાઓમાં આપણી આત્મીયતા વિશેનું જ્ઞાન.

દરેક બીજમાં એક પ્રકાશ છેજ. લાલચ અને જીવનની અપવિત્રતાને કારણે આ પ્રકાશ સંકટમાં છે. આનુવંશીક રૂપથી શોધાયેલ બીજ (જેનેટીકલી મોડિફાઇડ)નું આયુષ્ય લાંબુ નથી હોતું. તે થોડાકજ સમયમાં બેકાર થઇ જાય છે. જો એક બીજમાંથી તેની પ્રજનન ક્ષમતાને કાઢી નાખવામાં આવે, તેમાં રહેલ તેના પ્રકાશને તેનાથી દૂર કરવામાં આવે તો તે બીજ નષ્ટ પામે છે અને આપણાથી દૂર થઇ જાય છે. જે દિવ્ય પ્રકાશ દરેક બીજમાં છે તે તેની પ્રજનન શક્તિ, તેની અંકુરિત થવાની સંભાવના અને એક નવા જીવનનો સ્ત્રોત બનવાના માધ્યમથી પ્રગટ થાય છે. જયારે આ પ્રકાશ બીજમાંથી જતો રહે છે ત્યારે તે ફક્ત બીજમાંથીજ નહિ પણ સમસ્ત સૃષ્ટિમાંથી જતો રહે છે અને ત્યારે આપણો આત્મા બેચેન થાય છે.

જે રીતે એક બીજ બાહ્ય વાસ્તવિકતાની સાથે એક આંતરિક વાસ્તવિકતાને પણ ગ્રહણ કરે છે તેવીજ રીતે આપણે પણ બાહ્ય અને આંતરિક રીતે ધ્યાન આપવાની જરૂર છે. આપણે બાહ્યરીતે બીજની શુધ્ધતા, વિવિધતા અને સ્વતંત્રતાની રક્ષા કરવાની જરૂર છે પણ આપણે અંદરથી જીવનની પવિત્રતાની રક્ષા કરવાની પણ જરૂર છે. અંદરનો માર્ગ છે પવિત્રતાને આપણા હૃદયમાં સાચવીને રાખીએ, તેને કાયમ યાદ રાખીએ અને નવસર્જનના કોમલ રહસ્યોને સન્માનતા રહીએ અને તેઓને સાંભળતા રહીએ. જે પ્રકાશ જૈવિક બીજના હૃદયમાં રહેલ છે તેજ આપણા હૃદયમાં પણ વસેલું છે અને તે બીજ તે પ્યારનું બીજ છે.

વિચારને માટે કેટલાક મૂળ પ્રશ્નો:
૧. બાહ્ય અને આંતરિક રીતે ધ્યાન રાખવાની વાતમાં આપ શું સમજ્યા.
૨. તમોને જીવનની પવિત્રતાને આંતરિક રીતે બચાવવાની જરૂરિયાત ઉભી થયી હોય તેવો તમારો કોઈ સ્વાનુભવ હોય તો જણાવો.
૩. એવી કઇ સાધના છે કે જે તમને દરેક બીજમાં છુપાયેલ રહસ્યો બાબતમાં જાણકારી આપે છે?

લેખકઃ ૧૯૫૫માં જન્મેલ એંજેલા ફિશર એક સુફી લેખિકા છે જેઓએ ફેમિનિન આધ્યાત્મિકતાના ઘણાં પુસ્તકો લખ્યા છે. તેઓએ ૨૦ વર્ષની ઉમરથી જ ધ્યાન પર બહુ સેમિનારો અને રીટ્રીટસ કર્યા છે. ઉપરનું લખાણ તેઓના પુસ્તક “સેક્રેડસીડ” (“પવિત્ર બીજ”) માંથી છે.
 

Born in 1955, Angela Fischer is a Sufi, author of several books on feminine spirituality and the oneness of life, and has seminars and meditation retreats since her twenties.  Excerpt above is from the book 'Sacred Seed'.


Add Your Reflection

5 Past Reflections