Habits Of The Heart

Author
Parker Palmer
59 words, 39K views, 3 comments

Image of the Weekદિલ ની આદતો


પાર્કર પાલ્મર


‘Habits of the heart’ આ શબ્દપ્રયોગ એલેકસીસ ડી. એડવીલ દ્વારા કરવામાં આવ્યો છે, જેના દ્વારા દૃષ્ટિ, અસ્તિત્વ અને જીવન પ્રત્યે તો તમારો અભિગમ, આપણા મન, આપણી લાગણીઓ, આપણી પોતાની ઓળખ, આપણી ધારણાઓ અને હેતુ. એકબીજા સાથે ગૂંથાયેલી આ આદતો સમાજ ને ટકાવી રાખવાનો
આધાર સ્તંભ છે.


૧. આ બધામાં આપણે સાથેજ છીએ તેવી સમજણ કેળવવી – જીવવિજ્ઞાની, પરિસ્થિતિ વિજ્ઞાની, અર્થશાસ્ત્રી, નીતિશાસ્ત્રી જેવા મહાન બુદ્ધિશાળી પરંપરાના અગ્રણીઓ, એ પણ આ વાત ને સ્વીકારી છે. આપને એવી વ્યક્તિગત પણાની માન્યતા અને રાષ્ટ્રની શ્રેષ્ટતા કરતા, માનવજાતિ એક બીજા સાથે અને બધા જીવો સાથે સંકળાયેલા છે. (આપને એ સરળ વાત ને સ્વીકારવી જોઈએ) જયારે વિશ્વનું અર્થશાસ્ત્ર અને જૈવી વિવિધતા ઉપર થતી આડ અસર એક ભયાનક ચિત્ર દોરે છે. આપણે એ સરળ વાતને સ્વીકારવી જોઈએ કે આપણે એક બીજા પર આધારિત છીએ અને એકબીજાની સલામતી માટે જવાબદાર છીએ, એમાં અજાણ્યા જીવો નો પણ સમાવેશ થાય છે. વધુ પડતા આદર્શવાદી વિચાર છતાં પણ આપણે આ વિચાર સાંચવવાનીજરૂર છે. એવા કોઈકજ સંત હોય છે જે લોકોને પ્રોત્સાહિત કરી વૈશ્વિક,રાષ્ટ્રીય અને સ્થાનીય આંતરિક જોડાણ તરફ વાલે છે. અને આપણી મૂળ જાતને – આપણા અહં ને ઓગાળી આપણા ને ભ્રમમાંથી કાઢે છે જે હૃદય ની બીજી આદત તરફ વાળે છે.

૨. ભિન્નતા નું મહત્વ સમજવાનું – આ સાચું છે કે આ જીવનમાં આપણે બધા સાથે છીએ, આપણે મોટા ભાગનું જીવન કબીલામાં પસાર કરીએ છીએ. આપણે દુનિયાને આપણો અને બીજા એમ બે ભાગમાં વેહેચિએ છીએ, તે માનવ મનની સૌથી મોટી બાધા છે. તે અને આપણે એ બન્ને વિરોધી નથી એ મારી વાત છે. પરંતુ આમાં આપણી પૌરાણિક કાળની પારંપરિક બાવના ‘અતિથી દેવો ભવ’ ની યાદ આવવીજોઈએ, અને આપને આ પરંપરાની એકવીસમી સદીમાં લાવવી જોઈએ. અતિથી સત્કારની ભાવનાનો એ ભાવ હોવો જોઈએ છીએ. આ દ્વારા આપણે અન્ય ને આપણા જીવનમાં આવવા સત્કારીએ છીએ જેથી આપણું જીવન પણ વિશાળ બને – પરાયા પણ આપણા બની જાય. આપણે આપણો વિવિધતામાં નિહિત વિકાસ ની રચનાત્મક સંભાવનાઓ જ્યાં સુધી નહીં જોઈ શકીએ ત્યાં સુધી આપને હૃદયપૂર્વક તેનો સત્કાર નહિ કરી શકીએ. જે આપણને દિલ ની ત્રીજી બહુજ જરૂરી આદત તરફ લઈ જાય છે.

૩. વિપરીત પરિસ્થિતિ ઓં વીવનમાં માર્ગ બતાવે છે – આપણું, જીવન આતરિક સઘર્ષ (વિરોધો) થી ભરેલું છે. આપણો આકાંક્ષા અને વ્યવહારમાં ભેદ. નિરિક્ષ્ણ અને અંતર્દૃષ્ટિ – આપણે તેને અમલમાં મૂકી શકતા નથી કેમકે આપણી ધારણાથી તે વિપરીત છે. અને આપણે જે આ વિરોધાભાસોને રચનાત્મક રૂપ નહીં આપી શકીએ તો તે આપણ ને નિષ્ક્રિય બનાવી દેશે. પરંતુ આ સંઘર્ષો નો તણાવ નો ઉપયોગ આપણે મન નો વિસ્તાર કરવા ઉપયોગમાં લઈશું તો આપણને નવી સમજણ – આપણી અને દુનિયાની બાબતમાં મળશે. આનાથી આપણું જીવન ઉન્નત બને છે અને અન્યના જીવનને પણ ઉન્નત બનાવી શકીએ છીએ. આપણે અપૂર્ણ અને તૂટેલા જીવ છીએ તે અપૂર્ણ અને તૂટેલી દુનિયામાં રહીએ છીએ. માનવ મનની પ્રતિભા એમાં છે કે આ તણાવ (માનસિક ખેચાણ ને) અંતર્દૃષ્ટિ, ઊર્જા અને નવ-જીવનની ઉત્પત્તિ માટે ઉપયોગમા લઇ શકીએ. આ મળેલી ભેટો ના સદુપયોગ માટે આપણને દિલની ચોથી આદત ની જરૂર પડશે.

૪. સ્વનો અવાજ અને સાધન – અંતદ્રષ્ટિ અને ઉર્જાથી આપણને નવું જીવન મળે છે. અને આપણે આપણા સત્યના અનુભવપ્રમાણે બોલી અને જીવીએ છીએ – સાથે બીજાના સત્યને સામે રાખી ને આપણા સત્યની પરીક્ષા કરતા કરતા આગળ વધીએ. પરંતુ આપણામાં ના કેટલાક કે પોતાના અંતરના અવાજમાં, આમાં કઇંક બદલાવ લાવી શકીશ એવા પોતાના સામર્થ્ય પર વિશ્વાસ નથી હોતો. આપણે એવી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થીઓમાં મોટા થઈએ છીએ કે જ્યાં આપણે માત્ર એક દર્શક બની ને રહી જઈએ છીએ. નાટકમાં કલાકારોની જેમ તેમાં સક્રિય પ્રવૃત થતા નથી. પરિણામ એ આવે છે કે જયારે યુવાન બનીએ ત્યારે રાજનીતિને કેવળ એક જોવાનો ખેલ છે, તેમ સમજીએ છીએ. પરંતુ આપણા બધા માટે એ ક્યારે સમભાવ છે – આપણે વૃદ્ધ હોઈએ કે યુવાન – આપણે આપણા અંતરાત્મા ના અવાજ ને શોધીએ – તેને વ્યક્ત કરીએ અને તેને લીધે આવેલા સકારાત્મક બદલાવથી સંતોષ તો અનુભવ કરીએ – જો સમાજ આપણને સમર્થન આપે તો. અને એટલે હવે દિલની પાંચમી અને અંતિમ આદત પર જઈએ.

૫. સમાજ નિર્માણ નું સામર્થ્ય – સમાજ વગર આપણા અવાજ નું કોઈ મુલ્ય નથી. સમાજ વગર કોઈ એક ની શક્તિ નો ઉપયોગ અસંભવ છે. આનાથી કેટલાય લોકો ને શક્તિશાળી બનાવી શકાય. એક પૂરા ગામના પ્રોત્સાહન થી રોસા પાર્ક્સ નો ઉછેર થાય છે. સામાજીક બદલાવથી જ આ શક્ય બને છે. આપણી દુનિયામાં સમાજ તૈયાર મળતો નથી તેને ઘડવો પડે છે. તેનો અર્થ એવો નથી કે આપણે આપણા જીવનની બીજા વાતો છોડી ને કેવળ પૂરો સમય સંગઠન માટે જ આપીએ ફક્ત એક-બે સમાન વિચાર ધરાવતા મિત્રોની શક્તિ થી આપણી વાત રજુ કરીને એક નાગરિક તરીકે કામ કરી શકીએ. આપણા વ્યક્તિગત જીવનમાં સમાજ બનાવવાનાં ઘણા અવસર આપણને આવે છે. આપણે બધાએ સમાજ રૂપી બાગના માળી બનવું પડશે -જો આપણે ઈચ્છતા હોઈએ કે સમગ્ર વિશ્વ નો વિકાસ થાય.

પાર્કર પાલ્મર ની દિલની પાંચ આદતો માંથી ઉધ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧. દિલની પાંચ આદતોને કેવી રીતે સમજશો?
૨. તમારો કોઈ વ્યક્તિગત અનુભવ બતાવી શકશો કે જયારે આ પાંચે આદતો એ જીવન જીવવામાં મદદ કરી હોય?
૩. આ આદતો કેળવવા તમને શું મદદ કરે છે?
 

From Parker Palmer's Five Habits of the Heart.


Add Your Reflection

3 Past Reflections