The Promise Before The Gold

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week

સ્વર્ણ પદક પહેલાંનું વચન

આઇલીન ગુ (Eileen Gu) દ્વારા

જો મારે આ આખી વાતનો સાર આપવો હોય, તો હું કહીશ કે મારી નાની એક મોટાં સપનાં જોનાર વ્યક્તિ હતાં. મારા સમગ્ર જીવનમાં મેં જોયેલી સૌથી નિર્ભય, હિંમતવાન, પહેલ કરીને કામ કરનાર અને આશાવાદી વ્યક્તિઓમાં તેઓ સૌથી વિશેષ છે.

જ્યારે તેઓ મારી આજની ઉંમરના હતાં, ત્યારે માત્ર ૨૧ વર્ષની ઉંમરે ચીનની સૌથી મોટી તાંબાની ખાણોમાંની એકમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતાં હતાં. આ ખરેખર અદ્ભુત વાત છે. હું અત્યારે ૨૨ વર્ષની છું. એ સમય ચીનમાં મહિલાઓ માટે પણ ઘણો અલગ હતો. તેઓ માત્ર ૨૦ વર્ષની ઉંમરે ખાણોમાં કામ કરતાં અને ત્યાં પુરુષો જે કામ કરતા હતા, તેનું નેતૃત્વ પણ કરતાં હતાં. હું તો આની કલ્પના પણ કરી શકતી નથી.

તેમનામાં ક્યારેય પોતાને પરિસ્થિતિનો ભોગ બનેલી વ્યક્તિ માનવાની ભાવના નહોતી. તેમણે ક્યારેય એવું વિચાર્યું જ નહીં કે, "આ કેટલું મુશ્કેલ હતું! હું એકલી મહિલા હતી!" તેમનો અભિગમ તો એવો હતો કે, "તો શું થયું? શું તમને લાગે છે કે તેઓ મારી બરાબરી કરી શક્યા હોત? અલબત્ત, આ કામ કરી શકે એવી હું જ એકલી હતી!"

તેમણે ખૂબ નાની ઉંમરે પોતાની માતાને ગુમાવ્યાં હતાં. જીવનમાં આટલી મોટી સ્ત્રીશક્તિ અને આધાર ગુમાવવાની પીડાની હું કલ્પના પણ કરી શકતી નથી. છતાં તેઓ આગળ વધ્યાં અને એક અત્યંત સશક્ત, હિંમતવાન અને અડગ મહિલા બન્યાં. આ જ એક ગુણ છે જેના માટે હું હંમેશાં તેમની પ્રશંસા કરતી રહીશ.

તેમણે આ ગુણ મારી માતાને પણ વારસામાં આપ્યો છે. મારી માતાને હું કાર્યક્ષમતા અને વ્યવહારકુશળતાની રાણી કહીશ. તેઓ દરેક કામ માટે પૂછે છે, "બરાબર, તો આ કેવી રીતે કરી શકાય?" તેઓ બિનજરૂરી મુશ્કેલીઓ ઊભી કરતાં નથી. માત્ર કામ કરવા ખાતર કામ કરતાં નથી. કોઈપણ કામ માટે તેઓ સૌથી સરળ, ટૂંકો અને અસરકારક રસ્તો શોધે છે. એ પણ કામની ગુણવત્તા, પરિણામો અને નાનામાં નાની વિગતો સાથે કોઈ બાંધછોડ કર્યા વિના.

મને લાગે છે કે મારી નાનીએ મારા જીવન માટે સપનાઓનો પાયો નાખ્યો અને દિશા નક્કી કરી, જ્યારે મારી માતાએ એ સપનાઓને સાકાર કરવા માટે જરૂરી સાધનો અને કુશળતા મને આપી.

આ રીતે, જાણે આ બંનેએ મળીને મારો ઉછેર કર્યો હોય. મારા વ્યક્તિત્વના આ બે એકબીજાના પૂરક પાસાઓનો પાયો તેમણે જ નાખ્યો છે.

મારી નાની લાંબા સમયથી બીમાર હતાં. જ્યારે હું ઓલિમ્પિક માટે જવા નીકળી, ત્યારે અમને ખબર હતી કે કદાચ આ તેમની સાથેની મારી છેલ્લી વિદાય હોઈ શકે છે.

એટલે હું તેમને જે કંઈ કહેવા માગતી હતી, એ બધી વાતો મેં કહી દીધી. મેં તેમને વચન આપ્યું કે હું તેમના માટે બહાદુર બનીશ. મેં તેમને કેટલાંક વચનો આપ્યાં હતાં.

મારી માતા અને મેં આ વિશે વાત પણ કરી હતી. અમે નક્કી કર્યું હતું કે જો ઓલિમ્પિક દરમિયાન મારી નાનીનું અવસાન થાય, તો સ્પર્ધા પૂરી ન થાય ત્યાં સુધી મને આ વાતની જાણ કરવામાં ન આવે.

મને આજે પણ એ વાતનો વિશ્વાસ નથી થતો કે મારી માતાને મારી બાકીની તમામ સ્પર્ધાઓ દરમિયાન આ વાતની જાણ હતી, છતાં તેમણે પોતાના ચહેરા પર દુઃખની એક પણ લાગણી આવવા દીધી નહીં. તેઓ આખા સમય દરમિયાન એટલાં મજબૂત રહ્યાં. એ તેમની પોતાની માતા હતી!

ખરેખર તો મારી માતાના ઈમેઇલ મારા ફોનમાં પણ આવતા હતા. એટલે મારી જીત પછી તરત જ મેં ફોન જોયો. હજી મારો મેડલ સમારોહ પણ થયો નહોતો. ત્યારે મેં અંતિમવિધિ ગૃહ તરફથી આવેલો એક ઈમેઇલ જોયો.

અને હું બધું સમજી ગઈ.

એ ક્ષણે એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય.

ઘણી વાર આપણે માનીએ છીએ કે આપણે જે દુનિયાને ઓળખીએ છીએ, એ જ આપણી આખી વાસ્તવિકતા છે. પરંતુ અચાનક જીવનમાં કંઈક એવું બને છે, જે આપણને સમજાવે છે કે અત્યાર સુધી આપણે કેટલી સીમિત દુનિયામાં જીવતાં હતાં.

મને લાગતું હતું કે ઓલિમ્પિક મારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના હશે. એના કરતાં વધુ રોમાંચક કે મહત્ત્વપૂર્ણ કંઈ હોઈ જ ન શકે.

પરંતુ અચાનક મને થયું કે, "આ બધાથી ખરેખર શું ફરક પડે છે?"

જે ક્ષણને હું મારા આખા જીવનની સૌથી મોટી સિદ્ધિ માનતી હતી, તેનું મહત્ત્વ અચાનક બદલાઈ ગયું. આ અનુભવ ખૂબ મૂંઝવણભર્યો અને અંદરથી હચમચાવી નાખે એવો હતો.

મેં મારી માતા સાથે થોડો સમય શોક અને દુઃખની આ લાગણીને સમજવા માટે વિતાવ્યો અને પછી અમે પ્રેસ કોન્ફરન્સમાં ગયાં.

કોન્ફરન્સના અંતે હું મારી નાનીને શ્રદ્ધાંજલિ આપવા માગતી હતી. હું કહેવા માગતી હતી કે, "મારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક વ્યક્તિનું હમણાં જ અવસાન થયું છે. મેં તેમને વચન આપ્યું હતું કે હું ખૂબ બહાદુર બનીશ."

હું તેમને આપેલાં વચનો નિભાવવા માગતી હતી. મારા માટે એ ક્ષણ મારી નાની સાથેના સંબંધ અને તેમની સ્મૃતિને સન્માનપૂર્વક વિદાય આપવાની હતી.

એ સમયે હું મારી લાગણીઓ રોકી શકી નહીં અને રડી પડી.

જય શેટ્ટી: મારા માટે, તમને એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા તરીકે જોવી અને તમારી અંદરના આ બંને પાસાઓને અનુભવવા — તમારું અસાધારણ વ્યક્તિત્વ અને તમારું અત્યંત માનવીય સ્વરૂપ — એના કરતાં વધુ શક્તિશાળી બીજું કંઈ હોઈ શકે નહીં. એક જ સમયે અસાધારણ પણ હોવું અને માનવીય પણ હોવું.

આઇલીન ગુ: એ તો મારી નાની જ છે. હું તો બસ તેમની ઊર્જાને મારામાં જીવંત રાખી રહી છું.

મનન માટેનાં બીજ પ્રશ્નો :-

૧. આઇલીન ગુ પોતાની નાનીને નિર્ભયતાથી સપનાં જોનાર અને પોતાની માતાને એ સપનાંઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરનાર તરીકે વર્ણવે છે. આપણે આ સંભાવના સાથે પોતાને કેવી રીતે જોડીએ છીએ કે આપણા વ્યક્તિત્વમાં જે ગુણોને આપણે સૌથી વધુ સાચવીએ છીએ, તે કદાચ આપણાથી પહેલાંની પેઢીઓ તરફથી આપણને મળેલી ભેટો હોઈ શકે છે?

૨. શું આપણે આપણા જીવનની એવી કોઈ વ્યક્તિની અંગત વાત સૌ સાથે વહેંચી શકીએ, જેમની હિંમત, પ્રેમ અથવા જીવવાની રીત આજે પણ આપણામાં જીવંત છે? કદાચ એ ગુણોને આપણે ખૂબ સમય પછી ઓળખ્યા હોય.

૩. પોતાની ઓલિમ્પિક જીતની બરાબર એ જ ક્ષણે આઇલીનને પોતાની નાનીના અવસાનના સમાચાર મળ્યા. જે ઘટના તેમને પોતાના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના લાગતી હતી, તે અચાનક નાની લાગવા માંડી.

શું આપણે પણ ક્યારેય એવી કોઈ ક્ષણનો અનુભવ કર્યો છે, જ્યારે જીવનમાં અણધારી રીતે બનેલી કોઈ ઘટનાએ ખરેખર શું મહત્ત્વનું છે તે જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલી નાખ્યો હોય?

૪. જેમણે આપણને ઘડ્યાં અને ઉછેર્યાં છે, તેમનો પ્રેમ માત્ર એક યાદ બનીને ન રહી જાય, પરંતુ દુનિયા સાથે જોડાવાની અને દુનિયા સાથે વ્યવહાર કરવાની આપણી રીતમાં જીવંત અનુભવાય,આ માટે આપણને શું મદદરૂપ થઈ શકે?

Seed Questions for Reflection

Eileen Gu describes her grandmother as a dauntless dreamer and her mother as someone who turned dreams into action. How do you relate to the possibility that the qualities we most cherish in ourselves may be gifts carried forward from those who came before us? Can you share a personal story of someone whose courage, love, or way of being continues to live through you, perhaps in ways you only recognized much later? At the very moment of her Olympic victory, Eileen learned of her grandmother's passing, and what had seemed like the most important event of her life suddenly felt small. Have you experienced a moment when life unexpectedly rearranged your sense of what truly matters? What helps you carry the love of those who shaped you, not merely as a memory, but as a living presence in how you meet the world?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

3 Past Reflections
DF
Nov 24, 2026
Here and NOW is where life happens!
I believe that qualities in ourselves come from or are started from those who came before us, transmitted by them and received by us mostly unconsciously and by osmosis. My mother was a hardworking person of determination, and I have those qualities (sometimes too much) though in relation to interests different than hers. Sickness, in my wife first and more recently in me, rearranged what truly matters for me. In sickness, many things didn't matter, and only life and health and basics that are usually taken for granted mattered, and much of that awareness has stayed with me and benefitted me during healthier times. What helps me carry the love of those who shaped me is nature. That is, the love of those who shaped me is part of me and I don't know how it could be otherwise.
JP
Nov 19, 2026
I read this writing two times. This story has touched my heart. It's a story of having deep fath in one's ability and undaunted courage to follow the voice of the courageous heart. I am amazed to see Eileen's great grandmother's boldness, dauntlessness, and courage at the age of twenty 21 working in a foreign country like China. Eileen's mother was someone who turned dreams into action. Eileen's mother and her grandmother were incarnations of boldness, courage, love and determination. Both mother and grandmother loved and encouraged Eileen to follow her passion to be in the Olympics and win the Olympic Gold Medal. As Jay Shetty writes, "Eilleen, as a gold Olympic winner, shows both those sides of herself, her superhuman self and human in the same breath." I was blessed to have my sister, the oldest person in our family. She was the boldest person in our family. She was the first student of Maria Montessori when she migrated from Italy to India. She stayed in Ahmedabad, my home tow... View full comment