સ્વયં પ્રેમ જ ચાલ્યો ગયો
– લિયોનાર્ડ કોહેન દ્વારા
પ્રવેશ્યો બારીમાંથી પ્રકાશ,
આવ્યા ઊંચેથી સૂર્યનાં કિરણો સીધા જ,
અને નાનકડા મારા ઓરડામાં
સમાય ગયા પ્રેમનાં કિરણો.
પ્રકાશનાં પ્રવાહમાં જોયા મેં સ્પષ્ટ,
તે ધૂળના કણો જે દેખાતા નથી સામાન્ય રીતે,
જેને 'અનામી',
બનાવી દે છે “નામ” મારા જેવા કોઈનું.
હું થોડુંક વધુ કહેવાનો પ્રયત્ન કરીશ,
પ્રેમ વધ્યા કાર્યો આગળ ને આગળ,
જ્યાં સુધી તે પહોંચ્યો નહીં ખુલ્લા દરવાજા સુધી,
અને પછી પ્રેમ,
સ્વયં પ્રેમ જ ચાલ્યો ગયો.
સૂર્યપ્રકાશમાં મશગૂલ બધા જ
ધૂળના કણો તરતા અને નાચતા રહ્યા,
અને તેમની સાથે જ હું પણ
આકારવિહીન સ્થિતિમાં વહી ગયો.
હું થોડુંક વધુ કહેવાનો પ્રયત્ન કરીશ,
પ્રેમ વધ્યા કાર્યો આગળ ને આગળ,
જ્યાં સુધી તે પહોંચ્યો નહીં ખુલ્લા દરવાજા સુધી,
અને પછી પ્રેમ,
સ્વયં પ્રેમ જ ચાલ્યો ગયો.
પછી હું પાછો ફર્યો ત્યાં, જ્યાંથી હું ગયો હતો,
મારો ઓરડો લાગતો હતો એવો જ –
પણ હવે બાકી રહ્યું નહોતું કશું,
'અનામી' અને 'નામ' વચ્ચે.
સૂર્યપ્રકાશમાં મશગૂલ બધા જ
ધૂળના કણો તરતા અને નાચતા રહ્યા,
અને તેમની સાથે જ હું પણ
આકારવિહીન સ્થિતિમાં વહી ગયો.
હું થોડુંક વધુ કહેવાનો પ્રયત્ન કરીશ,
પ્રેમ વધ્યા કાર્યો આગળ ને આગળ,
જ્યાં સુધી તે પહોંચ્યો નહીં ખુલ્લા દરવાજા સુધી,
અને પછી પ્રેમ,
સ્વયં પ્રેમ જ ચાલ્યો ગયો.
અને પછી પ્રેમ,
સ્વયં પ્રેમ જ ચાલ્યો ગયો.
મનન માટેના બીજ પ્રશ્નો:
1. આ વિચાર સાથે તમે કેટલા સહમત છો કે, પ્રેમ પણ સૂર્યપ્રકાશની જેમ છે – જે અદૃશ્ય બાબતોને ઉજાગર કરે છે અને પછી ખુલ્લા દરવાજાથી સ્વયં જ ચાલ્યો જાય છે, અને આપણને નિરાકાર સ્થિતિમાં છોડી જાય છે?
2. શું તમે કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યારે તમે પ્રેમ અથવા પ્રકાશમાં સંપૂર્ણપણે ડૂબી ગયા હતા, પરંતુ તે લાગણી ધીમે ધીમે બદલાઈ ગઈ અથવા ઝાંખી પડી ગઈ, અને અગાઉની પરિચિત દુનિયા પ્રત્યેની તમારી ધારણાને બદલી નાખી?
3. જ્યારે એવું લાગે છે કે પ્રેમ અદૃશ્ય થઈ ગયો છે અને ફક્ત નામ અને નામહીનનું રહસ્ય બાકી છે ત્યારે તમને વર્તમાનમાં રહેવા અને પ્રેમની પરિવર્તનશીલ શક્તિ માટે ખુલ્લા રહેવામાં શું મદદ કરે છે?
Leonard Cohen was a Canadian songwriter, singer, poet, and novelist. Sourced from
here.
Seed Questions for Reflection
What do you make of the notion that love, like sunlight, can illuminate the unseen aspects of our lives and then, as if through an open door, vanishes leaving us in a state of formless circumstance? Can you share a personal story that reflects a moment in your life when you felt immersed in love or light, only for it to transform or fade away, altering your perception of what was once familiar? What helps you remain present and open to the transformative power of love, especially when it seems to have vanished, leaving you in the mystery of the nameless and the named?