બે શ્વાસની વચ્ચેનું મૌન
સ્ટીફન લેવિન દ્વારા
બે શ્વાસની વચ્ચે એક એવું મૌન હોય છે,
જ્યારે હૈયું એક પવિત્ર જ્યોતમાં ફેરવાઈ જાય છે
અને નાભિની ગૂંચ ઉકલે છે, જે મને યાદ અપાવે છે—
કે કેવો અદ્ભુત છે આ અહેસાસ,
વધુ એક પ્રભાતે તારી પડખે જાગવાનો.
મૃત્યુના પડાવો વચ્ચે આપણે સાથે શમણાં જોયાં,
બે શ્વાસની વચ્ચે, એ નીરવ શાંતિમાં,
જેણે આપણને કાયમ માટે એકબીજા સાથે બાંધી દીધા છે.
એ પહેલા શ્વાસમાં જ
આપણે નૃત્યના મંચ પર ડગ માંડીએ છીએ,
અને આ અફાટ શૂન્યતામાં કોઈની જાણ બહાર વિહરીએ છીએ.
જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર પવિત્રતા છે,
અને આપણે વારંવાર ઘૂમીએ છીએ,
જેમ આકાર સહજતાથી વિલીન થઈ જાય છે
અને અંતે માત્ર 'પ્રિયતમ' જ શેષ રહે છે.
આ એક જ ક્ષણમાં,
જે આખાય આયુષ્ય બરાબર છે,
એવી કોઈ જગા નથી જ્યાં હું ઊભો હોઉં અને તું મારી પડખે ન હોય,
જ્યાં ભીતરના આ સફરમાં તારો સંગાથ ન હોય.
મનન માટેના બિજ પ્રશ્નો:
1) આ કવિતામાં દર્શાવેલા ‘પ્રિયતમ’ ના ખ્યાલ (કે ભાવ) સાથે તમે પોતાને કેવી રીતે જોડો છો?
2) શું તમે એવો કોઈ અંગત પ્રસંગ જણાવી શકો છો, જે એ ક્ષણને વર્ણવતો હોય જ્યારે તમને તમારી ભીતર રહેલી કોઈ અકથ્ય છતાં ગહન પવિત્રતા સાથે અનોખા જોડાણનો અહેસાસ થયો હોય?
•3)રોજિંદા જીવનની સામાન્ય ક્ષણોમાં તમારી અંદર રહેલા એ પવિત્ર અંશને મહેસૂસ કરવા (કે તેના પ્રત્યે જાગૃત રહેવા) માટે તમને કઈ બાબતો મદદરૂપ થાય છે?
Excerpt from Breaking the Drought.
Seed Questions for Reflection
How do you relate to the notion of the beloved in this poem? Can you share a personal story that illustrates a moment when you felt an inexplicable yet profound connection with a sacredness within you? What helps you be aware of the sacred within you in everyday moments?