Happy Birthday, Dear Sister

Author
Parag Shah
77 words, 24K views, 10 comments

Image of the Weekજન્મદિવસ ની શુભેચ્છા, વ્હાલી બહેન


- પરાગ શાહ


જન્મદિવસ ની શુભેચ્છા, વ્હાલી બહેન
દુનિયા ના આ ઉત્સવ માં તારું સ્વાગત છે

હું મૌન માં આ દિવસે પ્રાર્થના કરું છું,
કે તને શૂન્યતા ની ભેંટ મળે!

એવી શૂન્યતા જે અવકાશ થી ભરપુર છે,
જેમ સૃષ્ટી આ બ્રહ્માંડ ના જીવ ને સાચવે છે

એવી શૂન્યતા જે સરનામાં વગર રહેલી છે,
એવી દુનિયા માં જે વિઝીટીંગ કાર્ડ થી ભરપુર છે,

એવી શૂન્યતા જેની કોઈ ઓળખ નથી
પણ તેનું હોવું જ તેની હાજરી પૂરે છે.

જ્યાં દરેક ડગલું અમીભર્યું,
દરેક સ્મિત આશિષ.

એવી શૂન્યતા.

શૂન્યતા, જેનું કાર્ય પૂર્ણતા માંથી નથી વહેતું,
પરંતુ જે કાર્ય જ સંપૂર્ણ છે.

શૂન્યતા, જેની સુવાસ ને માન ની જરૂર નથી,
તે પોતેજ આદરણીય છે.

શૂન્યતા, જેની પ્રિત કોઈ અંત તરફ દોટમાં નથી,
પણ સેવા માં છે.

શૂન્યતા, જેની ગતિ શાંતિ ની ખોજ માં નથી,
પણ આંતરિક સ્થિરતા જ છે.

એ શૂન્યતા, જે બીજા સાથે ના સંબધ માં નથી,
પણ કોઈ બીજું છે જ નહી એવા જોડાણમાં.

આ શૂન્યતા ની દુનિયા ને જરૂર છે,
કારણકે શૂન્યતા ની ભેંટ એ બધાં માટે ની પ્રિત છે,
અને બધાની પ્રિત એ શૂન્યતા ની ભેંટ છે.

જન્મદિવસ ની શુભેછા, વ્હાલી બહેન
હું મૌન માં આ દિવસે પ્રાર્થના કરું છું,
કે તને શૂન્યતા ની ભેંટ મળે!

-પરાગ શાહ, તેમની બહેન ના જન્મદિને


મનન ના પ્રશ્નો:
૧.) શૂન્યતા નો તમારે માટે શો અર્થ છે?
૨.) તમે ક્યારેય શૂન્યતા નો અનુભવ કર્યો છે?
૩.) શૂન્યતા માં સ્થિત થવા માં તમને શું મદદ કરે છે.
 

by Parag Shah, on the occasion of his sister's birthday.


Add Your Reflection

10 Past Reflections