The Power of Art

Author
John F. Kennedy
25 words, 19K views, 6 comments

Image of the Weekકલાની શક્તિ
- જે. એફ. કેનડી

શક્તિ ઘણાં રૂપો ધારણ કરે છે અને સામાન્ય રીતે દેખાતા આકારો હમેશા અર્થપૂર્ણ હોય એવું પણ નથી. જે માણસો કોઇપણ પ્રકારની શક્તિનું સર્જન કરે છે તેઓ દેશની મહાનતા વધારવામાં જરૂર ફાળો આપે છે તે વાત નકારી શકાય તેમ નથી. પરંતુ જે વ્યક્તિઓ આ શક્તિ સામે પ્રશ્ન ઉઠાવે છે તેમનુ પણ યોગદાન નકારી શકાય તેમ નથી, પરંતુ જ્યારે તે પ્રશ્નો ખાસ કરીને રસહીન હોય, તે ઓ નિશ્ચ્ય કરે છે કે આપણે શક્તિનો ઉપયોગ કરીએ છીએ કે શક્તિ આપણો ઉપયોગ કરે છે. રોબર્ટ ફ્રોસ્ટે કવિતા દ્વારા શક્તિનો સ્વયં બચાવ કરવા માટે એકત્ર કરી છે. શક્તિ માણસોને ઉદંડ (ઉધ્ધત) બનાવે છે જ્યારે કવિતા તેમને પોતાની હદ, અશક્તિ ઉણાપની યાદ અપાવે છે. શક્તિ માણસોના પરિચિત ક્ષેત્રને મર્યાદિત (સાંકડું) બનાવે છે જ્યારે કવિતા તેમના વૈભવ અને તેમના અસ્તિત્વની વિવિધતાની યાદ અપાવે છે. શક્તિ મલીન બનાવે છે જ્યારે કવિતા તેને નિર્મળ બનાવે છે. કલા માનવના મૂળભૂત સત્યને સ્થાપિત કરે છે જે આપણા ન્યાય્ની કસોટી માટે ઉપયોગ કરી શકાય છે.

કલાકાર પોતાની વ્યક્તિગત વાસ્તવિક્તાને વફાદાર હોય છે. આમતો કલાકાર પોતાની દ્રષ્ટિ (vision) ને વફાદાર રહે છે, પછી તેને કારણે મન અને વાસ્તવિક જગત વચ્ચે સુમેળ લાવવામાં પાછો પડે છે. તેની દ્ર્ષ્ટિ પ્રમાણે ચાલવા માટે તેને સમયના ચાલુ પ્રવાહોથી વિરૂધ્ધ દિશામાં જ જવું પડે છે. આવું કરવું તે લોકપ્રિય નથી.

કોઇક વખત આપણા મહાન કલાકારો આપણાં સમાજના વિવેચકો હતા, કેમકે તેઓની ભાવુકતા અને ન્યાયપ્રિયતા કે જે ખરા કલાકારને પ્રોત્સાહિત કરે છે. તેમના દ્વારા તેમને જ્ઞાત થાય છે કે આપણો દેશ તેની સમગ્ર શક્તિઓનો ઉપયોગ કરવામાં ઉણો પડે છે. હું આ બાબત ને આપણા દેશના અને સંસ્ક્રુતિના ભવિષ્ય કરતાં આ કલાકારના સ્થાનને વધારે મહત્વ આપવામાં માનું છું.

જો કલા દ્વારા આપણી સંસ્ક્રુતિના મૂળને પોષણ મળતુ હોય તો સમાજે કલાકારને પોતાની દ્રષ્ટિ અનુસાર વર્તવા મુક્ત કરવો જોઇએ, પછી તે તેને ભલે ગમે ત્યાં લઇ જાય. આપણે એ ન ભૂલવું જોઇએ કે કલા એ કોઇ પ્રચાર કાર્ય નથી તે સત્યનું જ એક સ્વરૂપ છે. મુક્ત સમાજના કલા એ શસ્ત્ર નથી અને તે આદર્શવાદ અને વિવાદના ક્ષેત્રમાં તેનું સ્થાન નથી. કલાકારો એ આત્માના ઘડવૈયા નથી, બીજે કદાચ તે અલગ હશે. લોકતંત્રમાં તે સત્યને વળગી રહેવાના પોતાના પ્રયાસોમાં કલાકાર દેશની ઉત્તમ રીતે સેવાકરે છે, અને જે દેશ આ કલાની અવગણના કરે છે તેના ભવિષ્યમાં રોબર્ટ ફ્રોસ્ટ દ્વારા ભાડે લીધેલો માણસ નું “કે જેમાં ગૌરવ સાથે કાંઇ પાછળ કરીને જોવાપણું નથી અને આશાથી ભવિષ્ય તરફ મીટ માંડવાની નથી”.

લેખકઃ અમેરિકા ના રાષ્ટ્રપતિ જે. એફ. કેનડી નું એમહર્શ્ટ કોલેજમાં ભાષણ

મનના પ્રશ્નોઃ લેખક્ની દ્ર્ષ્ટિએ કલાકારનું સત્ય ને વળગી રહેવું એ તેના પરમ ધર્મ છે પછી ભલે ગમે તે થાય તે વિશે તમારો શું અભિપ્રાય છે. આ બાબતે તમારો કોઇ વ્યક્તિગત અનુભવ વર્ણવી શક્શો? તમે પોતાના વ્યક્તિગત અનુભવ વર્ણવી શકશો જ્યારે તમારી કલા દ્વારા તમે સત્યને વફાદાર રહયા હો? તમારામાં રહેલી કલાશક્તિ ને ઓળખવામાં અને તેને માન આપવામાં કઇ શક્તિ મદદ કરે છે?
 

US President John F. Kennedy's remarks at Amherst College.


Add Your Reflection

6 Past Reflections