Beyond the Wall of Knowledge

Image of the Week
Image of the Week

જ્ઞાનની દીવાલની પેલે પાર

— અધ્યાશાંતિ, ‘એમ્પ્ટીનેસ ડાન્સિંગ’ (શૂન્યતાનું નૃત્ય) માંથી

એક બુદ્ધિશાળી મન પોતાની મર્યાદાને ઓળખે છે, અને જ્યારે તે આવું કરે છે ત્યારે તે એક સુંદર બાબત છે.

જ્યારે આપણે બધા જ્ઞાનને પકડી રાખવાનું બંધ કરીએ છીએ, ત્યારે આપણે અસ્તિત્વની એક અલગ અવસ્થામાં પ્રવેશવાનું શરૂ કરીએ છીએ. આપણે એક અલગ પરિમાણમાં પ્રવેશવાનું શરૂ કરીએ છીએ. આપણે એવા પરિમાણમાં પ્રવેશીએ છીએ, જ્યાં અંદરનો અનુભવ ખૂબ શાંત થઈ જાય છે. મન હજી પણ પૃષ્ઠભૂમિમાં વાતો કરતું હોઈ શકે છે, અથવા કદાચ એવું ન પણ હોય; પરંતુ ચેતના હવે મનથી પરેશાન થતી નથી. આપણે તેને રોકવાની જરૂર નથી. આપણી જાગૃતિ સીધી જ્ઞાનની એ દીવાલની પેલે પાર જાય છે અને એક અત્યંત શાંત અવસ્થામાં પ્રવેશી જાય છે.

આ શાંતિમાં, આપણને સમજાય છે કે આપણે કંઈ જાણતા નથી, માત્ર એટલા માટે કે આપણે હવે આપણા દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાન માટે મન તરફ પાછા જોતા નથી. આ શાંતિ મન માટે એક રહસ્ય છે. તે કંઈક અજ્ઞાત છે. જેમ જેમ આપણે ઊંડાણમાં જઈએ છીએ, તેમ તેમ આપણે ખરેખર એવી વસ્તુના વધુ ઊંડા અનુભવમાં પ્રવેશીએ છીએ, જે એક મહાન રહસ્ય જેવી લાગે છે. હવે મન વચ્ચે આવીને જાણવા માગી શકે છે કે શું થઈ રહ્યું છે અને દરેક વસ્તુને વ્યાખ્યાયિત કરવાનું શરૂ કરી શકે છે, પરંતુ તેનાથી વધુ ઊંડાણ પ્રાપ્ત થવાનું નથી. જો આપણે તેને થવા દઈએ,જો આપણે નિયંત્રણ છોડી દઈએ,તો આ રહસ્ય પોતાની મેળે જ વધુ ને વધુ ખુલતું રહે છે.

જ્યારે પ્રાપ્ત કરેલું જ્ઞાન પાછળ છોડી દેવામાં આવે છે, ત્યારે એવું જણાય છે કે આપણે આપણી ઓળખની પરિચિત અનુભૂતિને પણ પાછળ છોડી દીધી છે. એ સ્વ માત્ર જ્ઞાન અને અનુભવોના સંચયમાં જ અસ્તિત્વ ધરાવતું હતું. જ્યારે આપણે આ બધું પાછળ છોડી દઈએ છીએ, ત્યારે કંઈક ખૂબ રસપ્રદ બને છે, કારણ કે આપણે ખરેખર આપણી સ્મૃતિને પણ પાછળ છોડી રહ્યા હોઈએ છીએ. આપણે અત્યાર સુધી પોતાને જે માનતા આવ્યા હતા, આપણા માતા-પિતા કોણ હતા એવું માનતા આવ્યા હતા, અને આપણે જે કંઈ વિચાર્યું હતું અને માન્યું હતું, એ બધું પાછળ છોડી દઈએ છીએ.

ગઈ કાલ વીતી ગઈ છે.

પછી એક ખૂબ રસપ્રદ બાબત ધ્યાનમાં આવવા લાગે છે; આપણે આ બધું પાછળ છોડી શકીએ છીએ અને તેમ છતાં આપણે છીએ,આપણે અહીં અને અત્યારે છીએ. તેથી આપણે ખરેખર જે છીએ, તે વધુ ને વધુ રહસ્યમય બની જાય છે.

જ્યારે આપણને સમજાય છે કે આપણે પોતાની ઓળખ વિશેની દરેક વ્યાખ્યાને પાછળ છોડી શકીએ છીએ અને તેમ છતાં આપણે છીએ, ત્યારે આપણે સમજવા લાગીએ છીએ કે આ વિચારો આપણું સાચું સ્વરૂપ ન હોવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આપણે વિચારો દ્વારા પોતાની જાતને વારંવાર ઘડીને પોતાના અસ્તિત્વનો અનુભવ કરતા નથી, ત્યારે આપણે કોણ છીએ?

ઓળખાણની એ ક્ષણે જ આપણે સંચિત જ્ઞાનની દીવાલની પેલે પાર જવાનું શરૂ કરી ચૂક્યા હોઈએ છીએ. ત્યાર પછી, જો આપણે આ ક્ષણને ફરીથી વ્યાખ્યાયિત ન કરીએ અથવા તેને કોઈ ખ્યાલની અંદર ફરીથી બંધ ન કરીએ, એટલે કે વિચારો દ્વારા ફરીથી પોતાની ઓળખ ઊભી ન કરીએ, તો આપણી અસ્તિત્વની સાચી અવસ્થા પોતાની મેળે પ્રગટ થવા લાગે છે.

મનન માટેના પ્રશ્નો -

૧. શું તમારા જીવનમાં ક્યારેય એવી કોઈ ક્ષણ આવી છે, જ્યારે તમે કોઈ વાતને સમજવાનો, તેનો અર્થ શોધવાનો કે તેને તર્કથી ઉકેલવાનો પ્રયત્ન છોડી દીધો હોય અને તેને તેના રહસ્ય સાથે સ્વીકારી હોય? એ અનુભવથી તમને શું સમજાયું?

૨. આપણે પોતાને જે માનીએ છીએ, તે ઘણી હદ સુધી આપણી સ્મૃતિઓ, અનુભવો અને પોતાના વિશે રચેલી વાર્તાઓથી ઘડાયેલું હોય છે. શું તમે ક્યારેય એવી ક્ષણ અનુભવી છે, જ્યારે આ બધી ઓળખો થોડા સમય માટે ઓગળી ગઈ હોય અને તમે માત્ર પોતાના હોવાપણાનો અનુભવ કર્યો હોય? એ અનુભવ કેવો હતો?

૩. આપણા રોજિંદા જીવનમાં, આપણે જે જાણીએ છીએ અને માનીએ છીએ તેની પકડ થોડી ઢીલી કરીને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને નવા દૃષ્ટિકોણથી જોવું કેવું હોઈ શકે? અજ્ઞાત માટે પોતાની અંદર જગ્યા બનાવવા માટે તમને શેનાથી મદદ મળે છે?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

4 Past Reflections
BA
Oct 24, 2026
When the mind fully sees that even the most profound non-dual descriptions are just movements of memory, it bring a sense of absolute, unbothered silence or a playful indifference to whatever words the body happens to express.
XI
Jul 31, 2007
"That self only existed in the accumulation of knowledge and experience."

Again, you are neither what you think you are nor what others think you are.

Well said, Adyashanti.
ES
Esteban
Jul 31, 2007
Muy bueno...
LY
Lynn
Jul 31, 2007
Thought you would like this!