The Other Side Of The Threshold

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week

ઉંબરાની પેલે પાર

– શેરોન સાલ્ઝબર્ગ

"આપણે બહાર જઈને પ્રેમને શોધવાની જરૂર નથી; તેના બદલે, આપણે શાંત રહેવાની અને પ્રેમને આપણને શોધવા દેવાની જરૂર છે." — જ્હોન ઓ'ડોનાહ્યુ

બાળપણથી જ આપણને પ્રેમ વિશે અનેક પ્રકારની વાર્તાઓ સાંભળવા મળી છે. આપણે અપેક્ષા રાખીએ છીએ કે પ્રેમ આપણને ઉલ્લાસ, પરમાનંદ, સ્નેહ, ઉત્કટતા, મધુરતા, કોમળતા, આરામ, સુરક્ષા અને બીજું ઘણું બધું આપશે — તે પણ બધું એકસાથે.

પરંતુ આ બધી વાર્તાઓથી અલગ, મનુષ્ય તરીકે આપણે સ્વાભાવિક રીતે જ આપણું જીવન કોઈની સાથે જોડાયેલા રહેવા, સંબંધ બાંધવા અને આ દુનિયામાં સ્થિરતા મેળવવાની ઝંખના સાથે જીવીએ છીએ. આપણે હૂંફની, સંભાવનાઓની અને પ્રેમ જે વધુ સમૃદ્ધ જીવનનું વચન આપે છે તેની ઝંખના કરીએ છીએ. આપણે અનુભવીએ છીએ કે સાચા પ્રેમની એક એવી ગુણવત્તા છે જે આપણને અત્યાર સુધી બતાવવામાં આવેલા સાંકડા રસ્તાઓથી પર છે, એક એવી શક્યતા જે માત્ર આદર્શ કે કાલ્પનિક નથી. આપણી અંદર એક એવી અંતઃપ્રેરણા છે કે આપણે આપણી જાત સાથે અને એકબીજા સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાઈ શકીએ છીએ.

મારા પોતાના જીવનમાં આવો જ એક વળાંક ૧૯૮૫ માં આવ્યો જ્યારે મેં બર્મામાં એક ધ્યાન શિબિરમાં ભાગ લીધો હતો. હું ગહન મૈત્રી-ધ્યાન (lovingkindness meditation) નો અભ્યાસ કરી રહી હતી, અને આખો દિવસ મારી જાતને અને અન્ય લોકોને શુભેચ્છાઓ આપતા વાક્યો બોલતી હતી, જેમ કે, "હું ખુશ રહું; તમે ખુશ રહો."

અભ્યાસ દરમિયાન, એક સમયે મને એવું લાગ્યું કે જાણે હું એક ઉંબરે (threshold) આવી ગઈ છું. આ ઉંબરાની આ તરફ મારી પોતાની જાત વિશેની એક રૂઢિગત માન્યતા હતી — એટલે કે, હું એવી વ્યક્તિ છું જે પોતાના જીવનમાં પ્રેમનો અનુભવ કરવા માટે સંપૂર્ણપણે બીજી વ્યક્તિ પર નિર્ભર છે. એવું હતું જાણે હું પ્રેમને એક પાર્સલ (પેકેજ) માનતી હતી, જે એક શક્તિશાળી ડિલિવરી પર્સનના હાથમાં હોય, અને જો તે વ્યક્તિ મારા ઘરના દરવાજે આવીને પોતાનો વિચાર બદલી નાખે અને પાછો જતો રહે, તો હું સાવ નિરાધાર થઈ જઈશ — અપૂર્ણ, જે પ્રેમની હું આટલી ઝંખના કરતી હતી તેનાથી વંચિત.

ઉંબરાની પેલે પાર એ વ્યક્તિનું પ્રતિબિંબ હતું જે હું વાસ્તવમાં હોવાની મને ખાતરી હતી — એવી વ્યક્તિ કે જેની અંદર પ્રેમ કરવાની ક્ષમતા છે, પછી ભલે ગમે તે વ્યક્તિ હાજર હોય અથવા ગમે તે પરિસ્થિતિ હોય; એવી વ્યક્તિ કે જે એવા પ્રેમ સુધી પહોંચી શકે છે જેને બીજી વ્યક્તિ વધારી શકે અથવા પડકારી શકે, પરંતુ એવી કોઈ વ્યક્તિ ન હતી કે જે મને તે ક્ષમતા આપી શકે અથવા મારામાંથી તે છીનવી શકે. મેં તે ઉંબરો પાર કર્યો.

મેં જોયું કે જ્યાં સુધી હું મારી જાતને પ્રેમના નિષ્ક્રિય પ્રાપ્તકર્તા તરીકે જોઉં છું, ત્યાં સુધી હું એક મનુષ્ય તરીકે ખીલી શકું નહીં. (તે સ્થિતિમાં ઘણી બધી રાહ જોવાની હોય છે, અને જ્યારે તે કામ ન કરે ત્યારે નુકસાનને સંભાળવાનું હોય છે, અને ખાલીપો પણ હોય છે.)

પરંતુ હું પ્રેમના મૂર્ત સ્વરૂપ તરીકે ચોક્કસપણે ખીલી શકું છું.

હું સાચા પ્રેમને આપણી જન્મજાત ક્ષમતાઓમાં સૌથી પાયાની ક્ષમતા માનું છું, જે ક્યારેય નષ્ટ થતી નથી, પછી ભલે આપણે ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએ અથવા ભવિષ્યમાં પસાર થઈશું. તે કદાચ દટાયેલો હોય, નજરથી ઓઝલ હોય, શોધવામાં અઘરો હોય, અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય . . . પરંતુ તે ત્યાં જ છે.

મારું માનવું છે કે માત્ર એક જ પ્રકારનો પ્રેમ છે — સાચો પ્રેમ — જે આપણી સંકુચિત માન્યતાઓ, આપણી સંસ્કૃતિની વિકૃતિઓ અને માત્ર જીવન જીવવાથી આપણે જે ડર, આત્મ-નિંદા અને એકલતાની આદતો કેળવી લઈએ છીએ, તે બધું હોવા છતાં આપણી અંદર જીવંત થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપણા સૌમાં સાચા પ્રેમનો અનુભવ કરવાની ક્ષમતા છે.

સાચો પ્રેમ એ શક્તિશાળી અનુભૂતિ સાથે આવે છે કે આપણા ઘા, આપણા ડર અથવા આપણી એકલતા હોવા છતાં આપણે સંપૂર્ણપણે જીવંત અને પૂર્ણ છીએ. તે એક એવી અવસ્થા છે જ્યાં આપણે આપણી જાતને અને અન્ય લોકો દ્વારા આપણને સ્પષ્ટપણે જોવા દઈએ છીએ, અને બદલામાં, આપણે આપણી આસપાસની દુનિયાને સ્પષ્ટ દ્રષ્ટિ પ્રદાન કરીએ છીએ. તે એક એવો પ્રેમ છે જે રુઝ આપે છે.

(તેમના પુસ્તક 'રિયલ લવ' માંથી લેવામાં આવેલો અંશ.)

ચિંતન માટેના પ્રશ્નો :

શેરોન સાલ્ઝબર્ગ એક એવી ક્ષણનું વર્ણન કરે છે જ્યારે તેમને સમજાયું કે તેઓ એવું જીવન જીવી રહ્યા હતા જાણે કે પ્રેમ કોઈ પેકેજ હોય જે બીજી વ્યક્તિ આપી શકે — અથવા છીનવી શકે. પ્રેમ પામવાની આપણી માનવીય ઝંખના અને પ્રેમ એ આપણી અંદર પહેલેથી જ જીવંત એક ક્ષમતા છે તેવી સંભાવના — આ બંને વચ્ચેના આ તણાવને તમે કેવી રીતે જોશો છો?

શું તમે આવો ઉંબરો પાર કર્યાની કોઈ અંગત ઘટના વર્ણવી શકો છો — કદાચ એવો સમય જ્યારે નિરાશા, એકલતા અથવા કોઈ અણધારી મુલાકાતે તમને પ્રેમની રાહ જોવામાંથી બહાર કાઢીને પ્રેમ આપવાની તમારી પોતાની ક્ષમતા શોધવા તરફ વાળ્યા હોય?

શેરોન સૂચવે છે કે અન્ય લોકો આપણી પ્રેમ કરવાની ક્ષમતાને વધારી શકે છે અથવા પડકારી શકે છે, પરંતુ તેઓ છેવટે આપણને તે આપી શકતા નથી કે આપણામાંથી તે છીનવી શકતા નથી. આ વાત આપણે સંબંધોમાં જે રીતે પ્રવેશી છીએ તેમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે, ખાસ કરીને જ્યારે સામેથી પ્રેમ ન મળતો હોય, જ્યારે સીમાઓ (boundaries) બાંધવાની જરૂર હોય, અથવા જ્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ તે વ્યક્તિ હવે હાજર ન હોય? પોતાની જાતને ગુમાવ્યા વિના તમારું હૃદય ખુલ્લું રાખવામાં તમને શું મદદ કરે છે?

Seed Questions for Reflection

Sharon Salzberg describes a moment when she realized she had been living as though love were a package someone else could deliver — or take away. How do you relate to this tension between our very human longing to be loved and the possibility that love is also a capacity already alive within us? Can you share a personal story of crossing such a threshold — perhaps a time when disappointment, solitude, or an unexpected encounter shifted you from waiting for love to discovering your own capacity to offer it? Sharon suggests that others may enhance or challenge our capacity for love, but cannot ultimately bestow it upon us or take it away. How might this change the way we enter relationships, especially when love isn't reciprocated, when boundaries are needed, or when someone we cherish is no longer present? What helps you keep your heart open without losing yourself?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

12 Past Reflections
JP
Joan Patterson
Nov 17, 2026
Sometimes reading what Sharon offers and recommends sounds good, but in practice it is not easy to come alive. I offer loving kindness to myself (I.e. go through the motions) but quite often don’t really feel it. It is easier to offer it to others and feel authentic. But I continue the effort.
BL
Nov 17, 2026
I walked through a lot of clinging in lovers relationships. And I found more and more in meditation a way of sensing love in all small kinds of self care. Such things like switching from sadness to opening to what’s felt in and around the body help me to see beauty and comfort in small things happening. À bird singing around, a softness touching the skin, a light in the room relating to warmth etc. Love is all around and deep inside. So much blessings in being alive and more of it in the unknown. Thank you Sharon for sharing those beautiful insights of deep and unlimited love ❤️
JP
Nov 14, 2026
We all need to be loved to survive and thrive. There are two kinds of love: conditional and unconditional. As I grew up. I experienced both kinds of love:conditional and unconditional. Conditional love was short lived and caused a lot of heartaches. I was blessed to have people in my life who related to me, accepted me without conditions and took care of me and will take care of me as long as I am alive. Experiencing such unselfish love has enriched and nourished my life. I am blessed to have suuch people in my life. They held my hand when I needed their support. I have been blessed to have a long life. There are times when I need helping hands when I go from my bedroom to the dining room for breakfast, lunch and supper. I am blessed to have such people in my life who do it whole heartedly..John O'Donahue's words " We do not go out and find love: rather we need to be still and let love discover us" resonate deeply in my heart. I have been blessed to have such people in my life. ... View full comment
A
Nov 13, 2026
Though I wanted to be loved when my baby brother was born right after me I lost a kind from my parent but gained the kind from a younger sibling. With 3 more following I think I actually felt overwhelmed seeking solitude and eventually moved away from it all when I went to college. Loneliness didn't hit until most of my younger siblings had children at 16 and then I would go home to my state with just roommates. I recall my first Valentines Day where I called it Self-Love Day, probably picked up from O magazine! When Love did reach me, again I was overwhelmed and felt smothered, controlled and afraid. 20 plus years later we have found a balance however I do best when I remember to be love to myself and difficult situations called life.
I, like most people, want to be loved, and I can't control whether another loves me. I can see love as a capacity that is alive in us. I don't see there being a tension between the two. I see love as oneness of all that is, and to be aware of that and live from that is to be in love. To fall in love is to be enamored with someone with whom I feel that oneness. I don't control falling in love; I control what I do with falling in love. I don't know what experience shifted me from waiting for love from outside to becoming aware that love is oneness, but when I live in that awareness I feel a oneness that is satisfying and happy. I agree with Sharon Salzberg that others cannot bestow or take away my lovingness. My loving and my awareness of the oneness that is love is mine -- expression of it is affected by relationships but definitely not controlled by relationships. What helps me keep my heart open is that I have awakened to love being oneness and I want to hold onto that.
PO
Poorva Nov 17, 2026
Ohhhhh how insightful! I'm unable to grasp fully how love is oneness or how the realisation of oneness helps hold on to lovingness. It's perhaps for me to go deeper in my journey and not a question to be answered!
DD
David Doane, author of A Psychotherapist's View of Reality Nov 17, 2026
Thank you for your statements. As many have said, all existence is one, and the one expresses in a zillion forms that are different and appear to be separate but are not separate. There is no separation; separation is an illusion. I think about that and it sinks into me and occasionally I have an awareness deeper than thinking of the oneness of all that is. I see that oneness as love, and love as oneness, as others have said in one way or another. I think that awareness has slowly grown in me and in my living and is slowly growing in the world.
AL
Nov 12, 2026
I believe there is the personal (ego/individualist) and the impersonal. The impersonal is not unfeeling or purely rational. It just does not need to be "personal" in the sense of about "me." I believe that Love is a foundational element of Life. It is the word I use for Life's reaching for life, for the desire to thrive. When I see and respond to beauty, that inner response is the "symptom" of my realization that I am a part of life and that as a human being I am created to further the realization of Life's desire to thrive. Everything else is relationship; and the quality of my relationships expresses my capacity to let go of what keeps me from being a perfect expression of what Life wants me to be. I believe that we are (perhaps in evolutionary terms) in a continuing process of the integration of life systems into a whole being that, some day, will flower into a "perfect" expression of Life's desire. On a practical level, my relationship to other humans is my opportunity to see mysel... View full comment
VI
Nov 12, 2026
Such a beautiful sharing...thank you Sharon. For so many years I sought love outside myself. I equated love with pain, loss and fear. And these beliefs kept me from being able to truly receive love from others because I was so hungry for it and I was so afraid it was going to leave. I struggled with grasping, feeling powerless and building walls to protect myself from being hurt again. It was a tremendous blessing the day I gained clarity and uncovered that Love was not the enemy....self abandonment was. 💜
VI
Victoria Nov 12, 2026
oops...ended too soon :) I was abandoning myself, letting go of what I felt was important to try to keep another person's attention, time and presence in my life. Intellectually, I knew about impermanence but a very young part of myself was willing to give myself away and felt desperate to just connect and belong with another. Because of that I became frightened to let love from another in for the great fear it would be taken away. It was when I deepened my relationship to myself and my own heart that I began to heal. And I felt the love that was within me....for that I am forever grateful. 🙏
AM
Nov 12, 2026
What touches me here is the tenderness of that threshold. I know the longing to be loved, to belong, to feel welcomed just as I am. Even after many years of practice, there are places in me still listening for that welcome. I want to make room for them, too. And I recognize the possibility Sharon describes: discovering that love is already moving within us. Sometimes I notice it through my body before I have words—a softening around the heart, a fuller breath, the impulse to reach toward someone without needing to know what will come back. Lately, my female Ginkgo tree has been helping me practice this. I sit with her in the evening, imagining her roots reaching into the earth, letting my attention settle below the busyness of the day. I have invited friends from my longstanding dialogue circle to join me in that listening, wherever they are. Sitting quietly with a tree becomes a way of feeling my belonging in a much wider circle of life. I can arrive carrying questions and lea... View full comment
PO
Poorva Nov 17, 2026
How tender Allie! It brought me tears and some shifting in my body, in the way that I understand love. How could I be part of your dialogue circle or the invitation to sit with a tree? I have found great openings in trees myself in my journey of trying to deepen my connection with myself and the living world.. in search for belonging..