પાંદડાં અને વાર્તાઓ એકઠી કરવી
વેન્ડેલ બેરી દ્વારા
ઘણા વર્ષોથી મારી પગપાળા સફર મને એક જૂની વાડની હાર પાસે લઈ જાય છે, જે એક જંગલથી ઘેરાયેલી ખીણમાં આવેલી છે અને જે એક સમયે મારા દાદાનું ખેતર હતું. ખીણના મુખ પાસે વાડના એક થાંભલા પર એક જૂની, જર્જરિત લોખંડની ડોલ લટકેલી છે, અને જ્યારે પણ હું ત્યાંથી પસાર થાઉં છું, ત્યારે તેની અંદર જોયા વિના રહી શકતો નથી. કારણ કે તે ડોલમાં જે ચાલી રહ્યું છે, તે મારા માટે જાણીતું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, અને મેં સાંભળેલા સૌથી મોટા ચમત્કારોમાંનું એક છે: તે માટી બનાવી રહી છે.
તે જૂની ડોલ ત્યાં ઘણા પાનખરોથી લટકી રહી છે. તેની આસપાસ પાંદડાં ખર્યાં છે અને કેટલાંક તેની અંદર પણ ખર્યાં છે. તેમાં વરસાદ અને બરફ પડ્યાં છે, અને ખરેલાં પાંદડાંએ ભેજને રોકી રાખ્યો છે, જેના કારણે તેઓ સડી ગયાં છે. તેમાં અખરોટ અને અન્ય ફળો પડ્યાં છે, અથવા ખિસકોલીઓ તેમને ત્યાં લાવી છે; ઉંદરો અને ખિસકોલીઓએ પડેલા દાણાઓનો ગર ખાઈ લીધો છે અને છાલ છોડી દીધી છે; તેમણે અને અન્ય પ્રાણીઓએ પોતાનો મળ છોડ્યો છે; જીવજંતુઓ ડોલમાં ઊડીને આવ્યા છે અને મરીને સડી ગયા છે, પક્ષીઓએ તેમાં ચાંચ મારી છે અને પોતાની ચરક અથવા કદાચ એકાદ પીંછું છોડી દીધું છે.
વિકાસ, મૃત્યુ, ગુરુત્વાકર્ષણ અને સડવાની આ ધીમી પ્રક્રિયા જે ખરેખર આ દુનિયાનું મુખ્ય કાર્ય છે,અત્યાર સુધીમાં ડોલના તળિયે કેટલાંક ઇંચ જેટલી કાળી, ફળદ્રુપ માટી (હ્યુમસ) તૈયાર કરી ચૂકી છે. હું તે ડોલમાં ખૂબ જ કુતૂહલથી જોઉં છું, કારણ કે હું એક પ્રકારનો ખેડૂત છું અને એક પ્રકારનો કલાકાર પણ છું, અને ત્યાં હું એવી કળા અને ખેતીને ઓળખું છું જે મારી કે કોઈપણ મનુષ્યની કળા કરતાં ઘણી વધારે શ્રેષ્ઠ છે. મેં આ પ્રક્રિયાને જંગલમાં ખડકોના ઉપરના ભાગો પર પણ કાર્ય કરતી જોઈ છે, અને તે દુનિયાની મોટાભાગની જમીનની સપાટી પર અનાદિકાળથી કાર્ય કરી રહી છે. બધા જીવો આમાં સમાઈને મૃત્યુ પામે છે, અને આજના સહારે જીવે છે.
તે જૂની ડોલ ભલે કેટલી નાની ઓળખ કે નિશાની હોય, પરંતુ તે તુચ્છ નથી. તે એવા સંકેતોમાંની એક છે જેના દ્વારા હું મારા દેશ અને મારી જાતને ઓળખું છું. અને મારા માટે તે એક અત્યંત શક્તિશાળી સંકેત છે કે કેવી રીતે સમયની સાથે ખરતાં પાંદડાં અને જંગલના અન્ય અવશેષો તેમાં એકઠા થતા જાય છે. તે જ રીતે તે વાર્તાઓને પણ એકઠી કરે છે, જેમ તે સમયની સાથે ખરતી જાય છે. તે સ્વાભાવિક રીતે જ એક ઊંડું રૂપક છે.
તે શાંતિથી અને સ્વાભાવિક રીતે એ જ કાર્ય કરી રહી છે જે એક માનવ સમુદાયે સક્રિયપણે અને વિચારપૂર્વક કરવું જોઈએ. એક માનવ સમાજે પણ પાંદડાં અને વાર્તાઓ એકઠી કરવી જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેણે માટીનું નિર્માણ કરવું જોઈએ અને પોતાની સ્મૃતિને, લોકકથાઓ, વાર્તાઓ અને ગીતોમાં સાચવી રાખવી જોઈએ, જે તેની સંસ્કૃતિ બનશે. સ્થાનિક માટી અને સ્થાનિક સંસ્કૃતિનું આ બે પ્રકારનું સંચય એકબીજા સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલું છે.
મનન માટે બીજ પ્રશ્નો :-
1)તમે આ વિચાર સાથે કેવી રીતે જોડાઓ છો કે “બધા જીવો આમાં સમાઈને મૃત્યુ પામે છે, અને આજના સહારે જીવે છે” — અને એ સાથે કે અંત અને સડવું (વિઘટન) જીવનના વિરોધી નથી, પરંતુ ખરેખર જીવનનાં સૌથી ધીરજવાન અને આવશ્યક કાર્યો છે?
2)શું તમે તમારા જીવનના એવા કોઈ સમયની વ્યક્તિગત વાર્તા શેર કરી શકો છો, જ્યારે તમારા જીવનમાં કોઈ વસ્તુ ધીમે ધીમે ખાતરમાં બદલાઈ ગઈ હોય (વિઘટિત થઈ ગઈ હોય),કોઈ નુકસાન, રાહ જોવાનો કોઈ સમયગાળો, અથવા કોઈ સમાપ્ત થયેલો સંબંધ અને પછી એ જ વસ્તુ કાળી, સમૃદ્ધ માટી બનીને ઊભરી આવી હોય, જેમાંથી કંઈક નવું ઊગી શક્યું?
3)વિકાસનાં વધુ દેખાતા સંકેતોની શોધમાં આગળ દોડવાને બદલે, તમારા પોતાના જીવનમાં શાંતિથી ખરતાં પાંદડાં અને વાર્તાઓના આ ધીમા સંચય પ્રત્યે સજાગ રહેવામાં કઈ બાબત તમારી મદદ કરે છે?
Wendell Berry was an American poet, essayist, novelist, farmer, and cultural critic whose work explores our relationship with land, community, work, and the natural world. For more than six decades, his writing offered a quiet but radical vision of a life rooted in stewardship, local belonging, simplicity, and care. Excerpted from here.
How do you relate to the notion that "all creatures die into it, and they live by it" - that decay and ending are not opposed to life but are, in fact, its most patient and essential work? Can you share a personal story of a time when something in your life composted slowly - a loss, a season of waiting, a relationship that ended - and only later revealed itself as the dark, rich soil from which something new grew? What helps you stay present to the slow accumulations in your own life, the leaves and stories quietly falling, rather than rushing past them in search of more visible signs of growth?