દેહની સીમાઓમાં કેદ
તુકારામ
થોડા દિવસો પહેલાં હું મારી બિલાડી સાથે ધ્યાન કરી રહ્યો હતો અને અચાનક તે બૂમ પાડી ઊઠી,
“શું થયું?!”
હું બરાબર સમજી ગયો હતો કે તેનો અર્થ શું હતો, પરંતુ મેં તેને વધુ કહેવા માટે પ્રોત્સાહિત કરી,મને લાગ્યું કે જો તે પોતાના મનની બધી વાત ખુલ્લેઆમ કહી દેશે, તો તે રાત્રે તેને કદાચ વધુ સારી ઊંઘ આવશે.
તેથી મેં કહ્યું,
“અને કહો, પ્રિય.”
તેણે ખૂબ આત્મીયતાથી મ્યાઉં કરતાં કહ્યું:
“હકીકતમાં, હું તો આકાશ સાથે એકરૂપ હતી.
હું અહીંથી ત્યાં ઝડપથી દોડતો ધૂમકેતુ હતી.
હું પ્રજ્વલિત સૂર્ય હતી,અરે, હું તો આકાશગંગાઓ હતી!
પણ હવે જુઓ,હું આ રોમોમાં કેદ થઈને રહી ગઈ છું.”
એટલે કે, હવે હું આ દેહની સીમાઓમાં બંધાઈ ગઈ છું.
ત્યારે મેં કહ્યું,
“તું શું કહેવા માગે છે, તે હું બરાબર સમજું છું.”
રહસ્યદર્શીઓ (Mystics) વચ્ચે થતી વાતચીત વિશે આનાથી વધુ બીજું શું કહી શકાય?
મનન માટે બીજ-પ્રશ્ન:-
“દેહની સીમાઓમાં કેદ થવાની આ અનુભૂતિ સાથે તમે કેવી રીતે જોડાઓ છો?
એ વિરાટ સ્વરૂપ, જે ક્યારેક આકાશ સાથે એકરૂપ લાગતું હતું—
અને હવે જે એક શરીર, એક જીવન અને તેની સુંદર સીમાઓની અંદર બંધાયેલું છે,
તેની યાદની આ ટીસને તમે કેવી રીતે અનુભવો છો?
શું તમે તમારા જીવનની એવી કોઈ ક્ષણ અથવા કહાની વહેંચી શકો, જ્યારે અચાનક તમને તમારા અસ્તિત્વની એ અસીમતાનો અહેસાસ થયો હોય,જેને તમે અંદરના કોઈ ઊંડા સ્તરે પોતાનું સાચું સ્વરૂપ માનતા હો,અને બીજી તરફ તમારા રોજિંદા જીવનના આ નાના, નિશ્ચિત અને વિશિષ્ટ સ્વરૂપ વચ્ચેનો તફાવત સ્પષ્ટ અનુભવાયો હોય?
અને જ્યારે તમે એ ભાવનાને તમારી પોતાની અવાજ આપવા દીધી, ત્યારે એ અનુભવ કેવો હતો?
તમારા માટે એવી કઈ વસ્તુ છે, જે તમને આ બંનેને એકસાથે હૃદયમાં ધારણ કરવામાં મદદ કરે છે?
બિલાડી અને ધૂમકેતુને,
આકાશગંગા અને એ સાદા ઓરડાને,
જેમાં તમે આજે સવારે જાગ્યા હતા,
એકસાથે તમારી અંદર સ્થાન આપવાની કળા તમને ક્યાંથી મળે છે?”
From: “Love Poems From God: Twelve Sacred Voices from the East and West” (Ladinksy, 2002)
How do you relate to the notion of being "landlocked in fur" - that ache of remembering a vaster self, mingled with the sky, while living inside the beautiful constraints of a body and a life? Can you share a personal story of a moment when you suddenly felt the gap between the boundlessness you somehow know yourself to be and the small, specific shape your days have taken - and what it was like to let that feeling speak? What helps you hold both at once: the comet and the cat, the galaxy and the ordinary room you woke up in this morning?