ટર્કી રાજકુમાર
રેબે નખમેન ઑફ બ્રેસ્લોવ
એક યુવાન રાજકુમારને ઊંડો માનસિક આઘાત લાગ્યો અને તેને એવો વિશ્વાસ થઈ ગયો કે તે એક ટર્કી (એક પ્રકારનું પક્ષી) છે. તેણે પોતાનાં કપડાં ઉતારી નાખ્યાં, રાજમહેલના ભોજનખંડમાં ટેબલની નીચે બેસી ગયો અને જમીન પર પડેલાં હાડકાં તથા અનાજના દાણા ચણવા સિવાય બીજું કંઈ પણ ખાવાની ના પાડી દીધી.
રાજા અને રાણી ખૂબ જ દુઃખી હતાં. રાજમહેલના તમામ ચિકિત્સકો રાજકુમારની સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા. આખરે, એક જ્ઞાની સંત ત્યાં આવ્યા અને તેમણે એક અલગ જ રસ્તો અપનાવવાનું નક્કી કર્યું. રાજકુમારને તે ખોટો છે એવું સમજાવવાનો પ્રયત્ન કરવાને બદલે, સંતે પણ પોતાનાં કપડાં ઉતારી નાખ્યાં, ટેબલની નીચે સરકીને રાજકુમાર પાસે પહોંચ્યા અને તેની સાથે જમીન પર બેસીને દાણા ચણવા લાગ્યા.
આ જોઈને આશ્ચર્યચકિત થયેલા રાજકુમારે પૂછ્યું, “તમે અહીં શું કરી રહ્યા છો?”
સંતે જવાબ આપ્યો, “હું એક ટર્કી છું. તું શું કરી રહ્યો છે?”
થોડા દિવસો સુધી બંને સાથે બેઠા અને ‘ટર્કી’ બનીને એકબીજાની વધુ નજીક આવ્યા. જ્યારે રાજકુમારને સંત પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો, ત્યારે સંતે ધીમે ધીમે પોતાના ખુલ્લા શરીર પર એક સાદું પહેરણ પહેરવાનું શરૂ કર્યું.
રાજકુમારે પૂછ્યું, “શું તમે પાગલ થઈ ગયા છો? ટર્કી ક્યારેય પહેરણ પહેરતાં નથી!”
સંતે જવાબ આપ્યો, “અરે, પણ ટર્કી પહેરણ પહેરી શકે છે. એનાથી તું જરાય ઓછો ટર્કી બની જતો નથી!”
રાજકુમાર પણ પહેરણ પહેરવા તૈયાર થઈ ગયો.
આગામી થોડાં અઠવાડિયાં દરમિયાન સંતે આ પ્રક્રિયા આગળ વધારી. તેમણે રાજકુમારને ધીમે ધીમે પેન્ટ પહેરવા, ટેબલ પર બેસીને માણસોની જેમ ભોજન કરવા અને છેવટે યોગ્ય ખુરશી પર બેસવા માટે તૈયાર કર્યો.
ધીમે ધીમે, પરંતુ નિશ્ચિતપણે, સંતે રાજકુમારને શરમમાં મૂકવાને બદલે તેના ભ્રમમાં તેની સાથે રહીને, તેને ફરીથી માનસિક સંતુલન અને તેના જૂના જીવન તરફ પાછો વાળ્યો.
ચિંતન અને પ્રશ્નો
1) તમે આ વિચાર સાથે કેવી રીતે જોડાઓ છો કે કેટલીક વાર કોઈ વ્યક્તિમાં પરિવર્તનની શરૂઆત તેને સુધારવાના પ્રયત્નથી નહીં, પરંતુ તેની સાથે રહેવા અને તેને સાથ આપવાથી થાય છે?
2) શું તમે તમારા જીવનનો એવો કોઈ અનુભવ શેર કરી શકો છો, જ્યારે કોઈ વ્યક્તિએ તમારી મૂંઝવણ, પીડા કે જીદની વચ્ચે તમને તમે જે સ્થિતિમાં હતા, એ જ સ્થિતિમાં સ્વીકાર્યા હોય — તમને તરત જ એ સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યા વિના?એ વ્યક્તિની આ અણધારી ઉપસ્થિતિએ તમારી અંદર કેવું પરિવર્તન લાવ્યું?
3). આપણે જેમને પ્રેમ કરીએ છીએ, તેમને સુધારવાની કે તેમની ભૂલો બતાવવાની ઉતાવળથી પોતાને રોકવામાં કઈ બાબત આપણને મદદ કરે છે? અને તેના બદલે, તેઓ પોતાની કોઈ નાજુક કે સંવેદનશીલ આંતરિક સ્થિતિમાં હોય, ત્યારે તેમને ત્યાંથી બહાર લાવવાનો આગ્રહ રાખ્યા વિના, ધીરજપૂર્વક તેમની બાજુમાં બેસી રહેવાની ક્ષમતા આપણામાં કેવી રીતે વિકસે છે?
Adapted from here.
How do you relate to the notion that healing sometimes begins not with correction but with companionship? Can you share a personal story of a time when someone met you exactly where you were, in your confusion or pain or stubbornness, without trying to pull you out of it - and how that unexpected presence changed something in you? What helps you resist the urge to fix or correct the people you love, and instead find the patience to simply sit beside them in whatever strange and tender place they find themselves?