“મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું”
મેરિયન રાઈટ એડલમેન દ્વારા
હે પ્રભુ! મારે માર્ટિન લ્યુથર કિંગ જેવું વક્તવ્ય નથી,
કે નથી માયા એન્જેલો જેવી કાવ્યાત્મક વાણી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
મારામાં હેરિયેટ ટબમેન જેવી હિંમત નથી,
કે રુઝવેલ્ટ દંપતી જેવી રાજકીય કુશળતા નથી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
હું ફેની લૂ હેમરની જેમ ગાઈ શકતી નથી,
કે એલા બેકર અને રસ્ટિન જેવું સંગઠન કરી શકતી નથી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
હું આર્ચબિશપ ટૂટૂ જેવી પવિત્ર નથી,
મંડેલા જેવી ક્ષમાશીલ કે ગાંધી જેવી શિસ્તબદ્ધ નથી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
હું ડૉ. ડુ બોઈસ જેવી બુદ્ધિશાળી નથી,
કે સોજોર્નર ટ્રુથ જેવી પ્રભાવશાળી વક્તા નથી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
મારામાં મધર ટેરેસા જેવી સાધુતા નથી,
ડોરોથી ડે જેવો પ્રેમ કે સીઝર ચાવેઝ જેવો મક્કમ સ્વભાવ નથી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
હે ઈશ્વર! હવે સમસ્યા ઉકેલવી પહેલા જેવી સરળ નથી રહી,
માર્ગ શોધવો હવે કઠિન બન્યો છે,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
મારું મન અને શરીર હવે યુવાની જેવું ચપળ નથી,
શક્તિ પણ હવે ક્યારેક જ સાથ આપે છે,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
હું હજુ બહુ નાની છું, કોઈ મને સાંભળશે નહીં,
શું બોલવું કે શું કરવું તેની મને સમજ નથી,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
મને બરાબર દેખાતું કે સંભળાતું નથી,
ભાષામાં કચાશ છે, ક્યારેક બોલતા અટકું છું, અને ટીકાનો ડર લાગે છે,
લોકો સામે ઊભા રહેતા ફાળ પડે છે,
પણ, મને પરવા છે અને હું સેવા કાજે તૈયાર છું.
ચિંતન માટેના બિજ પ્રશ્નો:
• ઐતિહાસિક વિભૂતિઓ જેવા અસાધારણ ગુણો ન હોવા છતાં, માત્ર 'સેવાભાવ' અને પરવા (Care) હોવી પૂરતી છે - આ વિચાર સાથે તમે તમારી જાતને કેવી રીતે જોડો છો?
• શું તમે તમારો એવો કોઈ વ્યક્તિગત અનુભવ જણાવી શકો છો જ્યારે તમે અન્યની સરખામણીમાં તમારી જાતને અધૂરી કે અસમર્થ અનુભવી હોય, છતાં પણ તમે કોઈ મોટું પરિવર્તન લાવવા કે યોગદાન આપવાનું નક્કી કર્યું હોય?
• તમારી પોતાની ખામીઓ કે અપૂર્ણતાનો સ્વીકાર કરીને, અન્યની સેવા અને સમર્પણ ભાવ સાથે આગળ વધવા માટે તમને કઈ બાબત પ્રેરણા આપે છે?
Marian Wright Edelman a renowned American civil rights and children's rights activist, lawyer, and author, best known as the founder and president emerita of the Children's Defense Fund (CDF), a leading advocacy group ensuring children have a fair, healthy, and safe start in life. A trailblazer in the Civil Rights Movement, she was the first Black woman admitted to the Mississippi Bar and worked alongside leaders like Martin Luther King Jr., later establishing the CDF to champion policies for vulnerable youth.
Seed Questions for Reflection
How do you relate to the notion that despite not possessing the exceptional qualities of historical figures, it is possible to care and serve? Can you share a personal story that reflects a time when you felt inadequate in comparison to others but still chose to contribute or make a difference? What helps you embrace your imperfections and continue to serve others with care and dedication?