ગણના કોની થાય છે?
લેખક: થિયોડોર રૂઝવેલ્ટ
ગણના ટીકાકારની નથી થતી; કે નથી એ વ્યક્તિની થતી જે બતાવે છે કે શક્તિશાળી માણસ ક્યાં ઠોકર ખાય છે, અથવા તો કોઈ કાર્ય કરનાર વ્યક્તિ તે કાર્યને વધુ સારી રીતે કેવી રીતે કરી શકી હોત.
યશ તે વ્યક્તિને ફાળે જાય છે જે ખરેખર મેદાનમાં (અખાડામાં) ઉતરેલી છે, જેનો ચહેરો ધૂળ, પરસેવો અને લોહીથી ખરડાયેલો છે; જે બહાદુરીપૂર્વક મથામણ કરે છે;
જેનાથી ભૂલો થાય છે, જે વારંવાર ઉણી ઉતરે છે, કારણ કે ભૂલ અને ખામી વગરનો કોઈ પ્રયત્ન હોતો જ નથી;
પરંતુ જે ખરેખર કાર્યો સિદ્ધ કરવા માટે મથે છે; જે જાણે છે કે મોટો ઉત્સાહ અને મહાન સમર્પણ શું છે;
જે પોતાને એક યોગ્ય કાર્ય માટે હોમી દે છે; જે શ્રેષ્ઠ પરિસ્થિતિમાં અંતે ઉચ્ચ સિદ્ધિના વિજયને જાણે છે,
અને જે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં, જો નિષ્ફળ પણ જાય, તો ઓછામાં ઓછું ભવ્ય સાહસ કરતા નિષ્ફળ જાય છે, જેથી તેનું સ્થાન ક્યારેય તેવા ઠંડા અને ડરપોક આત્માઓ સાથે ન હોય જેઓ ન તો વિજય જાણે છે કે ન તો પરાજય.
મનન માટેના બિજ પ્રશ્નો :
* ‘સાચો યશ તેને જ મળે છે જે ખરેખર મેદાનમાં ઉતરેલો છે’ — આ વિચાર સાથે તમે કેટલા સંમત છો?
* શું તમે તમારી કોઈ એવી અંગત ઘટના જણાવી શકો છો જ્યારે તમે મોટું સાહસ કર્યું હોય અને વિજય કે પરાજય બંનેની શક્યતાનો સ્વીકાર કર્યો હોય?
* તમારા કાર્યોમાં બહાદુરીપૂર્વક મથવા માટે અને 'યોગ્ય હેતુઓ' માટે પૂરા ઉત્સાહ અને સમર્પણથી જોડાયેલા રહેવા માટે તમને કઈ બાબત મદદરૂપ થાય છે?
Theodore Roosevelt was the 26th President of the United States.
SEED QUESTIONS FOR REFLECTION: What do you relate to the notion that true credit belongs to ‘the one who is actually in the arena’? Can you share a personal story that reflects a time when you dared greatly and embraced the possibility of both victory and defeat? What helps you cultivate the habit of striving valiantly in your endeavors, investing in ‘worthy causes’ with great devotions and enthusiasms?