There Is Faith In Humor

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week
રમુજમાં શ્રદ્ધા
પોપ ફ્રાન્સિસ દ્વારા



જીવનમાં અનિવાર્યપણે દુઃખો આવે છે, જે આશા અને પરિવર્તનના દરેક માર્ગનો ભાગ છે. પરંતુ કોઈપણ કિંમતે ઉદાસીમાં ડૂબી રહેવાનું ટાળવું અને હૃદયને કડવું ન બનવા દેવું મહત્વપૂર્ણ છે.

આ પ્રલોભનોથી પાદરીઓ પણ બચી શકતા નથી. અને ક્યારેક કમનસીબે આપણે કડવા, ઉદાસ પાદરીઓ ને મળવાનું થાય છે, કે જેઓ સરમુખત્યાર વધુ હોય છે, ચર્ચ સાથે વિવાહિત થયેલા નહી પણ કુંવારા હોય તેવું વર્તે છે, પાદરીઓ કરતાં અધિકારીઓ જેવા, આનંદીત કરતાં અહંકારી લાગે છે. અને નિશ્ચિત રીતે જ આ સારું નથી. પરંતુ, સામાન્ય રીતે, અમે પાદરીઓ રમુજ નો આનંદ લઈએ છીએ અને ચુટકુલાઓ અને રમૂજી વાર્તાઓનો સારો એવો સંગ્રહ ધરાવીએ છીએ, જેને કહેવામાં અમે ઘણા નિપુણ હોઈએ છીએ, તેમજ અમુક વખત તેની અંદર ના પાત્ર પણ બનીએ છીએ.

વ્યંગ એ એક દવા છે, જે માત્ર બીજાને જ ઉત્સાહિત અને આનંદિત કરવા માટે નહીં, પરંતુ આપણા માટે પણ, કારણ કે આત્મ-વ્યંગ એ નર્સિસિઝમ (આત્મ-મોહ) ના પ્રલોભન ઉપર વિજય મેળવાનું એક શક્તિશાળી સાધન છે. નર્સિસિસ્ટ (આત્મ-મોહી) વ્યક્તિઓ સતત અરીસામાં જોતા રહે છે, પોતાને શણગારતા રહે છે, પોતાને નિહાળતા રહે છે. પરંતુ આરીસાં આગળ ઊભા રહીને પોતાને ઉપર હસવું એ શ્રેષ્ઠ સલાહ છે. તે આપણા માટે સારું છે. અને તે કહેવતને સાચી સાબિત કરે છે કે: દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો જ સંપૂર્ણ હોય છે: એક તો મૃત્યુ પામેલા અને બીજાં હજુ જન્મ્યા નથી.

જેસ્યુઇટ્સ ( સોસાયટી ઓફ જીસસ ના સભ્ય, કે જેઓ ક્રિશ્ચિયન મિશનરી નું કાર્ય કરે છે) વિશેના અને જેસ્યુઇટ્સ દ્વારા કહેવાતા ચુટકુલાઓ અનોખા હોય છે, જેની સરખામણી ફક્ત ઇટાલીમાં ઇટાલિયન પોલીસ વિશેના ચુટકુલાઓ સાથે કે યિદ્દિશ (એક જ્યુઈસ બોલી) હાસ્યમાં યહૂદી માતાઓ વિશેના ચુટકુલાઓ સાથે જ થઈ શકે.

આત્મ-મોહ ના ખતરા વિશે, જેને યોગ્ય માત્રામાં આત્મ-વ્યંગ દ્વારા ટાળવાની જરૂર છે, મને એક ચુટકુલો યાદ આવે છે: એક ઘમંડી જેસ્યુઇટ, જેને હૃદયની સમસ્યા હતી અને હોસ્પિટલમાં ઇલાજ કરાવવો પડ્યો. ઓપરેશન રૂમમાં જતા પહેલા, તે ઈશ્વરને પૂછે છે: "હે પ્રભુ, શું મારો સમય આવી ગયો છે?" ઈશ્વર કહે છે: "ના, તું હજુ ઓછામાં ઓછા બીજા ૪૦ વર્ષ જીવશે." ઓપરેશન પછી, તે નક્કી કરે છે કે આનો સંપૂર્ણ ફાયદો લઈ લેવો અને હેર ટ્રાન્સપ્લાન્ટ, ફેસ-લિફ્ટ, લિપોસક્શન, આઈબ્રો, દાંત... ટૂંકમાં, તે એક બદલાયેલ માણસ તરીકે બહાર આવે છે. હોસ્પિટલથી બહાર નીકળતાં જ, તે એક કાર દ્વારા ટકરાઈ ને મૃત્યુ પામે છે. ઈશ્વરની પાસે પહોંચતાં જ તે ફરિયાદ કરે છે કે : "પ્રભુ, પણ તમે કહ્યું હતું કે હું બીજા ૪૦ વર્ષ જીવીશ!" ઈશ્વર બોલ્યા: “અરે! માફ કરજે. હું તને ઓળખી જ ન શક્યો!”

અને મે એક ચુટકુલો સાંભળ્યો છે જે સીધો મારી ઉપર જ છે, અમેરિકામાં પોપ ફ્રાન્સિસ વિશેનો. તે આમ છે: અમેરિકામાં તેમના ધર્મપ્રચાર માટેના પ્રવાસ દરમિયાન ન્યૂયોર્કના એરપોર્ટ પર પહોંચતાં જ, પોપ ફ્રાન્સિસે પોતાના માટે એક ભવ્ય લિમોસિન આવેલી જોઈ. તેઓને તેના ભપકાથી થોડો સંકોચ થયો, પરંતુ પછી વિચારે છે કે તેમને ઘણા સમયથી ડ્રાઇવ કરવાની તક મળી નથી, અને આવા વાહનની તો કદી નહીં. અને તેઓ મનમાં વિચારે છે: ઠીક છે, મને ફરી ક્યારે તક મળશે? તેઓ લિમોસિનને જોઈને ડ્રાઇવરને કહે છે: "તમે મને તે ચલાવવા દેશો?" ડ્રાઇવર જવાબ આપે છે "જુઓ, હું ખરેખર માફી માંગુ છું, હોલિનેસ, પરંતુ હું એ ખરેખર નથી કરી શકતો, તમે જાણો છો, નિયમો અને બંધનો છે."

પરંતુ તમે જાણો જ છો કે, પોપને જ્યારે કોઈ વાત મગજમાં ચડી જાય છે, ત્યારે તે વારંવાર આગ્રહ કરે છે, આખરે ડ્રાઇવરે શરણાગતિ સ્વીકારી. તેથી પોપ ફ્રાન્સિસ, તે વિશાળ હાઇવે પર, ડ્રાઈવ કરવા સ્ટિયરિંગ વ્હીલ પર બેસે છે, અને તેનો આનંદ લેવા લાગે છે, એક્સિલરેટર દબાવે છે, 50 માઈલ પ્રતિ કલાક, 80, 120... જ્યાં સુધી તેમને સાઇરન સાંભળતી નથી, અને પોલીસ કાર તેની બાજુમાં આવીને તેમને રોકે છે. એક યુવા પોલીસમેન કારની ડાર્ક વિન્ડો પાસે આવે છે. પોપ થોડા ચિંતાગ્રસ્ત થઈને વિન્ડો નીચી કરે છે અને પોપને જોઈ ને પોલીસમેનનો ચેહરો ફિક્કો પડી જાય છે. તે કહે છે "માફ કરશો, થોડી ક્ષણ માટે " અને પોતાની ગાડી પર જઈને હેડક્વાર્ટર પર ફોન કરે છે. "બોસ, મને લાગે છે કે એક સમસ્યા છે."
"શી સમસ્યા?" ચીફ પૂછે છે.
" મેં એક ગાડીને સ્પીડિંગ માટે રોકી છે, પરંતુ તેમાં ખરેખર એક મહત્વના વ્યક્તિ છે."
"કેટલા મહત્વના ? શહેરના મેયર?"
"ના, ના, બોસ... મેયર કરતાં પણ વધારે મહત્વના ."
"મેયર કરતાં પણ વધારે !,કોણ છે? ગવર્નર?"
"ના, ના, એથી પણ વધારે."
"પરંતુ તે પ્રેસિડેન્ટ તો નહીં જ હોય?"
" મને લાગે છે, એમના કરતા પણ વધારે."
"પ્રેસિડેન્ટ કરતાં વધુ મહત્વપૂર્ણ કોણ હોઈ શકે?"
"જુઓ, બોસ, મને ખબર નથી કે તે કોણ છે, હું માત્ર એટલું જ કહી શકું છું કે પોપ તેમની ગાડી ડ્રાઇવ કરી રહ્યા છે!"

ઈસાઈ ધર્મ માં આપણને આપણી મુક્તિ માટે બાળકો જેવા બનવાની પ્રેરણા આપે છે. (માથ્યુ ૧૮:૩), આપણને તેમના માફક સ્મિત કરવાની ક્ષમતા પાછી મેળવવાનું યાદ અપાવે છે.

આજે પણ , બાળકોને મળવું એ મને સૌથી વધુ આનંદિત કરે છે. જ્યારે હું બાળક હતો, ત્યારે મારી પાસે એવા લોકો હતા જેમણે મને સ્મિત કરવાનું શીખવ્યું, પરંતુ હવે જ્યારે હું વૃદ્ધ થયો છું, ત્યારે બાળકો ઘણીવાર મારા માર્ગદર્શક બને છે. તેમની સાથેની મુલાકાતો મને સૌથી વધુ ઉત્સાહિત કરે છે, મને શ્રેષ્ઠ અનુભૂતિ અપાવે છે.

અને વૃદ્ધો સાથેની મુલાકાતો: જે વૃદ્ધો જીવનને આશીર્વાદ આપે છે, જેઓ બધા અસંતોષને બાજુએ મૂકે છે, જેઓ વર્ષોથી સારી રીતે પકવાયેલી વાઇનમાં આનંદ લે છે, તે (મુલાકાતો) અવગણી ન શકાય તેવી હોય છે. તેમની પાસે બાળકોની જેમ હસવા અને રડવાની ખૂબી હોય છે. જ્યારે હું સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં સભામાં બાળકોને હાથમાં લઉં છું, ત્યારે તેમાંના મોટા ભાગના સ્મિત કરે છે; પરંતુ અન્ય કેટલાક બાળકો, જ્યારે મને સફેદ પોશાકમાં જુએ છે, ત્યારે લાગે છે કે હું તેમને ઇંજેક્શન આપવા આવ્યો છું, અને પછી તેઓ રડવા લાગે છે.

તેઓ સહજતા અને માનવતાના ઉદાહરણો છે, અને તેઓ આપણને યાદ અપાવે છે કે જે લોકો પોતાની માનવતા ગુમાવી દે છે તેઓ બધું ગુમાવી દે છે, અને જ્યારે ગંભીર રીતે રડવું અથવા ઉત્સાહપૂર્વક હસવું મુશ્કેલ બની જાય છે, ત્યારે આપણે ખરેખર જીવનના વૃધ્ત્વના ઢોળાવ પર હોઈએ છીએ. આપણે સંવેદનશૂન્ય બની જઈએ છીએ, અને સંવેદનશૂન્ય પુખ્ત વયના લોકો પોતાના કે સમાજ કે ચર્ચ માટે કંઈ સારું કરતા નથી.

મનન માટેના બીજ પ્રશ્નો:
૧. તમે શું માનો છો કે હાસ્ય અને વ્યંગ્ય આપણને નર્સિસિઝમ (આત્મ-મોહ) માંથી બહાર લાવવા અને જીવનના દુઃખ વચ્ચે પણ આનંદ જાળવી રાખવામાં કેવી રીતે મદદરૂપ બની શકે છે?
૨. શું તમે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ વર્ણવી શકો છો કે જયારે બાળકોની નિષ્કપટતા કે સહજતાએ તમને આનંદ અથવા માનવતા વિશે કંઈક મૂલ્યવાન શીખવ્યું હોય ?
૩. પુખ્ત જીવનની ગંભીરતા અને જવાબદારીઓનો સામનો કરતી વખતે હાસ્યપ્રિયતા અને આત્મ-વ્યંગની આદત વિકસાવામાં તમને શું મદદ કરે છે ?
Seed Questions for Reflection

What do you make of the notion that humor and irony can be powerful allies in overcoming narcissism and lifting the spirit amidst life's inevitable sadnesses? Can you share a personal story that highlights a moment when the innocence or spontaneity of a child taught you something valuable about joy or humanity? What helps you cultivate a habit of light-heartedness and self-irony, particularly in moments when you find yourself facing the seriousness and responsibilities of adult life?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

10 Past Reflections
KC
Kezang Choden
May 9, 2025
1. What do you make of the notion that humor and irony help overcome narcissism and sadness?
Humor reminds us not to take ourselves too seriously. It breaks our pride and softens our hearts. A little laughter can lighten even heavy moments and help us feel human again.

2. Can you share a personal story about a child teaching you joy or humanity?
Yes, once a little child in my class hugged me tightly and said, "You’re my favorite, even when you're angry." That small, honest moment melted my stress and reminded me that love and forgiveness are simple and powerful.

3. What helps you stay light-hearted in serious moments?
I try to smile at myself when I make mistakes. I also spend time with children — their laughter and silly questions remind me not to be too stiff. Sometimes just taking a deep breath and saying, “It’s okay,” helps lighten my mood.

A
May 1, 2025
All the comedians know this which is why Sherri, Ellen and Rosie had such good ratings! When life gets stressful it is easy to forget to laugh but if you were on your last day of life I would hope one would find a reason to laugh and smile. I love the combination of faith as my grandmother's closest friends were my friends too because they were so hilarious. Laughing and cackling like children at a restaurant after church or a musical concert they all performed in. Such JOY I was exposed to as a little kid.
SO
Sofia
May 1, 2025
Humor is basic! I wish everyone would have a good humor, world would be more happy.
ER
Elizabeth Ross
Apr 29, 2025
Thank you for sharing these words and humor. From the time I can remember, my dad read the comics in the newspapers, which we called "the funnies." Humor is absolutely necessary to process complexity with grace. I read the funnies to this day because they bring me a smile and connection to our shared humanity.

I also talk a lot about laughter. As a singer, I find that laughter stimulates the same area of my diaphragm as when I project a strong note. Laugher, singing, crying, and screaming all feel to be beneficial for release. And when you laugh people around you can't help but join in.
CI
Cinderella
Apr 29, 2025
I take humour as something i can use as self defence...a shield that gives me some space to clear my mind and think about "what can be done next" in times of extreme mental burnout. Laughter is an instant vacation so it gives me a break from whatever the overwhelming feeling is consuming me. Sharing a funny incident when we were at a water park all set to go and enjoy the water rides. After about an hour of enjoying the games and slides i realised that my costume had a tear on the rear. I panicked and asked my then little daughter for help as i froze to save my dignity. She ran and got me something to cover and later when i was regretting that all this could have been prevented if someone had seen it before we left the room, she told with a little hesitation that she had already noticed it but since it was so tiny, she felt that enjoying the rides was more important and telling me carried the risk of the program being delayed or even cancelled. We all had a good time laughing coz s... View full comment
VI
Apr 28, 2025
"don't take yourself too seriously. no one gets out alive anyway. "
that's the best one I've heard in this context. goofl. go on the floor with laughter :)
VI
Apr 25, 2025
Love this..... Thank you for sharing Pope Francis's words. It's so true that humor makes all the difference.
DD
Apr 25, 2025
I agree that humor and irony can be allies as they help us see the humor and irony in life situations. They can help us hang loose, stay free, not get bogged down in problems, and see over or past problems. A child is likely to simply see what is, cut through adult ignorance or lies, blurt out that the emperor is wearing no clothes which may result in discomfort and also new possibilities once the truth is out. I learn from a child's innocence or spontaneity to see joy and humanity that I was missing, too blind to see. Jesus said to be like children to get into heaven. What helps me cultivate light heartedness and self irony is knowing they help me to stay free and alive, so I want more of them. What also helps me is knowing the seriousness and responsibilities of adult life are for the most part self and society created obstacles to full and happy living and not really worth a damn.
JP
Apr 24, 2025
Narcism is considered a mental health problem. I have come across a few narcissists who would hold on to the name and fame at the cost of the people who believe in them. Such narcissistic people use others for their selfish gain, power, money and position. How do I deal with such narcissistic people especially when they use their power to exploit people for their benefits? First of all I try to avoid them not to be trapped by the net of selfishness they spread for attaining their selfish goals. Secondly, I make people aware of such persons' intention so that they do not become victims of such selfish and self-centered people. I have seen such narcissistic people even in the spiritual realms. They take advantage of their followers' childlike innocence and faith for fulfilling their hunger for sexual satisfaction and power hunger. Sadly and unfortunately I have seen such "spiritual gurus" exploiting such innocent and naive folks. I have seen little innocent children sharing their toys ... View full comment
BU
burning Apr 29, 2025
you seem pretty narcissistic yourself needing to give a broad lesson in narcissism and make this about you rather than appreciate the message. Notice lately you need to leave a comment as though you are promoting yourself. You are looking very fake and annoying.