*આપણે વસ્તુઓ ના જીવન માં જોઈ શકીએ છીએ*
વિલિયમ વર્ડસવર્થ
આ સુંદર રૂપો,
દીર્ઘ સમયના વિયોગ પછી પણ,
મારા માટે એવા નથી બન્યા
જેમ કોઈ અંધ વ્યક્તિ માટે પ્રકૃતિનું સૌંદર્ય હોય છે.
પરંતુ ઘણી વાર, એકાંત રૂમમાં
અને શહેરોના કોલાહલ વચ્ચે પણ,
થાકના ક્ષણોમાં, મેં આ રૂપોનો
રક્તમાં અને હૃદયમાં
મીઠો અને સુખદ સ્પર્શ અનુભવ્યો છે.
અને આ સંવેદનાઓ
મારા સ્વચ્છ અને શાંત મનમાં પણ
પ્રવેશી જાય છે, મને નવી શક્તિ આપે છે.
તેવા સુખની લાગણીઓ
જે યાદ નથી રહેતી,
પણ જે સારી વ્યક્તિના જીવનના
સૌથી શ્રેષ્ઠ ભાગ પર
અગત્યની અસર છોડે છે –
તેના નાના, નિઃસ્વાર્થ,
પ્રેમ અને દયાથી ભરપૂર
એવા કૃત્યો પર.
મને વિશ્વાસ છે આ રૂપોએ
મને હજી એક અનમોલ ભેટ આપી છે તે પવિત્ર ભાવ,લાગણી જાણે રહસ્યમય દુનિયાનો ભાર,
આ અગમ્ય કોયડાઓનો તાકાતવર ભાર,
હલકો થઈ જાય છે................... તે શાંતિમય ભાવ અને લાગણી જ્યાં આપણી ભાવનાઓ આપણને ધીરેથી સાથે લઈને ચાલે છે-
અને આ શરીરના શ્વાસોચ્છવાસ
અને રક્તની ગતિ પણ જાણે અટકી જાય છે,શાંત થઈ જાય છે.
આપણે શરીરમાં સુપ્ત થયેલ, જીવત્મા બની જઈએ છીએ;
જ્યારે સામંજસ્યની શક્તિ અને ગહન આનંદથી
શાંત થયેલી દ્રષ્ટિ દ્વારા આપણે વસ્તુઓના જીવનની ઝાંખી (દર્શન) કરીએ છીએ."
મનન માટેના મૂળ પ્રશ્નો :
૧. "શરીરમાં સુપ્ત થઈને જીવંત આત્મા બનવાના” વિચાર સાથે તમે કેવી રીતે સંમત છો?
૨. શું તમે તમારો કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો કે જ્યારે સામંજસ્ય અને આનંદની શક્તિથી શાંત થયેલી દૃષ્ટિ દ્વારા તમે જીવનના સારને સમજ્યા હોય?
૩. "વસ્તુઓના જીવનને નિહાળવાના" માર્ગ પર ચાલવા માટે તમને કઈ વસ્તુઓથી મદદ મળે છે?
Seed Questions for Reflection
How do you relate to the notion of being laid asleep in body and becoming a living soul? Can you share a personal story of a time you saw with an eye made quiet by the power of harmony and joy? What helps you see into the life of things?