જે દિવસે મેં આપવાનું શીખ્યું
ડેન ક્લાર્ક દ્વારા
એક વખત જ્યારે હું કિશોર હતો, હું અને મારા પિતા સર્કસની ટિકિટ લેવા માટે લાઇનમાં ઉભા હતા.
અંતે, અમારી અને ટિકિટ કાઉન્ટર વચ્ચે માત્ર એક પરિવાર બાકી રહ્યો. આ પરિવારે મારા મન પર ઊંડો પ્રભાવ પાડ્યો.
ત્યાં આઠ બાળકો હતા, બધા લગભગ બાર વર્ષ થી નાના. તેમનો પહેરવેશ જોઈને સમજાતુ હતુ કે તેમની પાસે વધારે પૈસા નહી હોય, પણ તેમના કપડાં સ્વચ્છ અને સુઘડ હતા.
બાળકો ખૂબ શિસ્તબદ્ધ હતાં, બધા બે-બે કરી કરી માતા-પિતાની પાછળ હાથ પકડીને ઊભા હતા. તેઓ ઉત્સાહ થી જોકર, પ્રાણીઓ અને એ રાત્રે જોવાના પ્રસંગો વિષે વાતોં કરતા હતા. તેમનો આનંદ જોઈને સમજાતુ હતુ કે તેઓ પહેલી વાર સર્કસ જોવા આવ્યા છે. એ તેમની જિંદગી નો એક યાદગાર પ્રસંગ બનવાનો હતો.
પિતા અને માતા કતારમાં ગર્વભેર આગળ ઊભા હતા. માતા તેના પતિનો હાથ પકડીને એમ જોતી હતી જાણે કહેતી હોય કે, "તમે મારા વીર પુરુષ છો." પિતા સ્મિત કરી રહ્યા હતા અને પોતાના ખુશ પરિવારને જોઈ અનંદ માણી રહ્યા હતા.
ટિકિટ આપતી સ્ત્રીએ પિતાને પૂછ્યું, “તમારે કેટલી ટિકિટો લેવાની છે?” તેણે ગર્વથી જવાબ આપ્યો, “મારે આઠ બાળકોની અને બે મોટાઓની ટિકિટ લેવી છે, જેથી હું અને મારો પરિવાર સર્કસ જોઈ શકું.” ટિકિટ આપનારી સ્ત્રીએ કિમત જણાવી.
તે માણસની પત્નીએ તેનો હાથ છોડ્યો, માથું નીચે ઝૂકી ગયું અને માણસના હોઠ કાંપવા લાગ્યા. પછી તે થોડુ નજીક જઈને બોલ્યો, “કેટલાં કહ્યા તમે?” ટિકિટ આપતી સ્ત્રીએ ફરી કિંમત કહી.
તે માણસ પાસે પૂરતા પૈસા નહોતાં. હવે તે પોતાના આઠ બાળકોને કેવી રીતે કહે કે તેમની પાસે સર્કસ જોવા જવા જેટલા પૈસા નથી?
આ દ્રશ્ય જોતા મારા પિતાએ પોતાના ખિસ્સામાંથી $20 ની નોટ કાઢી અને જમીન પર પાડી દીધી. (અમે કોઈ રીતે ધનિક ન હતા!) પછી તેમણે વળીને નોટ ઉઠાવી અને તે માણસના ખભા પર હાથ રાખીને કહ્યું, “માફ કરશો સાહેબ, આ તમારી ખિસ્સામાંથી પડી ગઈ છે.”
તે માણસ બધું સમજી ગયો. તે કોઈ દાન માગી રહ્યો ન હતો, પણ આ મુશ્કેલ, દુઃખદ અને શરમજનક પરિસ્થિતિમાં મળી રહેલી મદદ માટે ખૂબ આભારી બન્યો.
તેણે મારા પિતાની આંખોમાં જોયું, તેમણે મારા પિતાનો હાથ બંને હાથમાં લીધો,$20 ની નોટને મજબૂતીથી પકડી, હોઠ કાંપતા અને આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, અને બોલ્યો, “ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. આ મારા અને મારા પરિવાર માટે ઘણું મહત્વ ધરાવે છે.”
હું અને મારા પિતા અમારી કારમાં પાછા ઘરે આવી ગયા. તે $20 જે પિતાએ આપ્યા હતા, એ તો અમારા પોતાના સર્કસના ટિકિટ ખરીદવાના પૈસા હતા.
ભલે અમે એ રાત્રે સર્કસ જોઈ શક્યા ન હતા, પરંતુ અમારા હૃદયમાં જે આનંદ થયો તે સર્કસ જોવા કરતા પણ ઘણો ઊંચો અને ઊંડો હતો.
એ દિવસે મેં આપવાનું સાચું મૂલ્ય શીખ્યું.
દેનાર હંમેશા લેનાર કરતાં મોટો હોય છે. જો તમે જીવન કરતાં પણ મોટા બનવા માંગતા હો, તો આપવાનું શીખો. પ્રેમનો સંબંધ તમે શું મેળવવાની અપેક્ષા રાખો છો તે સાથે નથી — પરંતુ તમે શું આપવાની તૈયારી રાખો છો તે સાથે છે — અને તે જ બધું છે.
આપવાની અને અન્યને આશીર્વાદ આપવા ની મહત્તા ક્યારેય વધુ કહી શકાય તેવી નથી, કારણ કે આપવામાં હંમેશા આનંદ રહેલો છે. આપવાના કાર્યો દ્વારા કોઈને ખુશ કરવાનું શીખો.
ચિંતન માટેના બિજ પ્રશ્નો:
જ્યારે આપણે પોતાના હિસ્સામાંથી કંઈક આપીએ, ત્યારે તેમાં કોઈ ઊંડો અર્થપૂર્ણ અનુભવ છુપાયેલો હોઈ શકે — તમે આ વિચારને કેવી રીતે સમજો છો?
મદદ આપવી અને સામેનાનું માન-સન્માનને જાળવી રાખવા વચ્ચેની નાજુક રેખાને ધ્યાનમાં રાખીને, તમે આપવાનું એવી રીતે કેવી રીતે કરો છો કે બંને બાબતો સાચવાય?
પોતાના હિસ્સામાંથી આપવાની તક, પોતાના માટે રાખવાની તક કરતા વધુ મોટી છે, એ સમજવામાં મદદ કરે છે કે તમને શું મદદ કરે છે ?
From Chicken Soup for the Soul.
Seed Questions for Reflection
What do you make of the notion that there can be something meaningful to experience when we give from our own share of life. Contemplating the fine line between offering help and respecting dignity, how do you navigate giving in a way that supports both needs and pride? What helps you see the opportunity to give from your own share as greater than the opportunity to keep your share to yourself?