જ્યારે ઉકેલો સત્યથી બચવાના માર્ગો બની જાય છે
બાયો અકોમોલાફે દ્વારા
જ્યારે વસ્તુઓ યોજના પ્રમાણે નથી હોતી.જ્યારે પ્રયોગશાળા એક ધમાકામાં વિખરાઈ જાય છે-કાચના ટુકડા,ધુમાડો, અને સારા ઇરાદાઓ બધું હવામાં ઊડી જાય છે- ત્યારે આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે શું ખોટું થયું છે ? જેથી આપણે તેમાંથી કેટલાક પાઠ શીખી શકીએ.આ ખૂબજ સામાન્ય છે.કદાચ આપણે બધા આવું કરીએ છીએ.
પરંતુ હાલમાં જ વિચારી રહ્યો છું કે શું આ પ્રક્રિયા- એટલે કે દરેક નિષ્ફળતાને તર્કથી સમજવી અને સમાધાન શોધવાનો પ્રયત્ન -કંઈક બીજું ટાળવાનો પ્રયત્ન તો નથી ને શું આપણે કંઈક બીજું જોવાનું ચૂકી રહ્યા છીએ ?
યોરુબા(નાઈજરીયા ની એક સંસ્કૃતિ)ની કહેવત છે," રાજા નો મહેલ સળગે છે અને તે વધારે સુંદર થઈ જાય છે" કદાચ આ વાત આપણે પણ કોઈ રૂપમાં સાંભળી હોય- જેમકે "દરેક અંધારી રાત પછી સવાર થાય છે" અથવા દરેક નુકસાનમાં કંઈક ફાયદો છુપાયેલો હોય છે. પરંતુ મારું માનવું છે કે યોરુબાની આ કહેવત કંઈક બીજું, કંઈક વધુ ઊંડાણપૂર્વક આપણને શીખવી રહી છે કે નિષ્ફળતા ને ફક્ત સુધારવાની અથવા તેનાથી 'શીખવાની' પ્રક્રિયા ન સમજીએ- પરંતુ ક્યારેક- ક્યારેક પોતાને તે નિષ્ફળતા ને સમર્પિત કરી દેવું પણ જરૂરી છે.હવામાં ઉડતો ધુમાડો,આપણા તૂટેલા ઈરાદાઓ,તે ગડબડ જે આપણે રોકી નહીં -કદાચ ત્યાં કોઈ રહસ્ય છુપાયેલું છે.
બની શકે છે કે જીવન આપણા બધાના સૌથી સારા પ્રયાસોથી નથી ચાલતું. ક્યારેક- ક્યારેક આપણે તે સ્થિરતામાં થોભવું જોઈએ.- જ્યાં કંઈ જ નથી રહી થઈ રહ્યું. જ્યાં બધું જ ગડબડ છે, જ્યાં શરીર જવાબ નથી આપી રહ્યું,જ્યાં વીતી ગયેલી યાદોની વાતો યાદ નથી આવી રહી, તે ગીતો હવે ત્યાં રહે છે, જ્યાં ભટકેલા પ્રેમીઓ વસવાટ કરે છે - તેઓ પણ, જેમને તેમના પોતાના સર્જનહારોએ ભુલાવી દીધા છે. ક્યારે સમાધાન હકીકતને ટાળવાની રીતો બની જાય છે ? શું એ પણ બરાબર છે કે આપણે બીજું કશું અજમાવી જોઈએ?શું આપણે આ તૂટેલી ક્ષણોને એક નવા પ્રકારની સમૃદ્ધિના દૂત માની શકીએ છીએ? એવી સમૃદ્ધિ જે ખોવાયેલી વસ્તુઓથી નહીં પરંતુ ખોવાયેલી ક્રિયાથી આવતી હોય ?નિષ્ફળતા અઘરી હોય છે. અપમાનજનક પણ લાગી શકે છે. પરંતુ બની શકે છે, ત્યાં પણ કંઈક સુંદર હોય - જેમકે માં કાળીની વિખરાયેલી જટાઓમાં છુપાયેલી કોઈ નરમ રોશની.
કદાચ થોડું નમવું જ પૂરતું હોય છે એ તોફનની સામે જે ચીસો પાડતું મેદાનમાં દોડી રહ્યું છે,. અને પાછળ એક બરબાદ થઈ ગયેલું શહેર છોડી ગયું છે. "કાળા બકરાને દિવસમાં જ શોધો" એક બીજી નાઈઝીરીયન કહેવત છે. સમાધાનનો પણ એક સમય હોય છે. અને પછી એવો સમય પણ આવે છે જેને આપણે નામ પણ નથી આપી શકતા.તેને જેવો છે તેવો જ પસાર થવા દો.
મનન માટે બીજ પ્રશ્નો :-
- જ્યારે કોઈ અસફળતા આવે તો શું તેમાં પૂરી રીતે ડૂબી જવું, તેનો અનુભવ કરવો-તેમાં કોઈ બુદ્ધિમાની હોઈ શકે છે, તેના બદલે આપણે તરત જ કોઈ સમાધાન ખોજવામાં લાગી જઈએ છીએ,તમે આ વિચાર સાથે કેવી રીતે સંબંધિત છો?
-શું તમે એવો કોઈ અનુભવ કહી શકો છો જ્યાં તમે કોઈ ભંગાણ અથવા અસ્તિત્વનો સ્વીકાર કર્યો હોય અને તેનાથી કોઈ અનપેક્ષિત સુંદરતા અથવા સમજ સામે આવી હોય ?
-જ્યારે જીવનમાં અસફળતા અથવા અવ્યવસ્થા આવી છે તો તમને શું મદદ કરે છે કે તમે તેને તરત જ ઠીક કરવાના બદલે બસ તેને ઘટીત થવા દો છો, તેનો અનુભવ કરો છો ?
Seed Questions for Reflection
What do you make of the notion that there may be wisdom in allowing oneself to be "taken" by failure, rather than simply analyzing it for solutions? Can you share a personal story that reflects the experience of embracing disruption or failure in a way that led to unexpected beauty or insight? What helps you allow moments of "failure" and "disruption" to unfold without rushing to resolve or fix them immediately?