Becoming Airports

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week

"એરપોર્ટ બની જવું"

— બાયો અકોમોલાફે દ્વારા

વિશ્વભરમાં મારી મુસાફરીઓ દરમિયાન અસંખ્ય એરપોર્ટો અને ટર્મિનલોમાંથી પસાર થયા પછી, મેં તાજેતરમાં મારા અનુભવો પર થોભીને વિચાર કર્યો. ખાસ કરીને આ બાબત પર કે આ વિશાળ માળખાં આપણને કેવી રીતે આકાર આપે છે, આપણને શિસ્તબદ્ધ કરે છે, અને આપણને પોતાના ઢાંચાનો એક ભાગ બનાવી દે છે.

જરા વિચાર કરો—એરપોર્ટ આપણા શરીરોને કેવી રીતે ગોઠવે છે. અવરોધો અને કતારની દોરડીઓ આપણને વિચિત્ર ઝિગઝેગ રીતે ચાલવા માટે મજબૂર કરે છે. આપણને એક ખાસ ઢબે ઊભા રહેવું પડે છે, જેથી આપણે વિશ્વાસપાત્ર છીએ તે સાબિત થઈ શકે. આપણા શરીરોની તપાસ થાય છે—તે સ્કેન થાય છે, એક્સ-રે દ્વારા આરપાર જોવામાં આવે છે, ઓળખવામાં આવે છે, સમજવા યોગ્ય બનાવવામાં આવે છે અને જાણે બદલાઈ જાય છે. પછી આપણને એવી સ્ક્રીનો સામે રજૂ કરવામાં આવે છે, જે ક્યારેક આપણને આગળ વધવાની મંજૂરી આપે છે અને ક્યારેક આપણને શંકાસ્પદ જાહેર કરે છે. અને ઇમિગ્રેશનની લાંબી પ્રક્રિયા પછી જ આપણા અંદર વૈભવી વસ્તુઓ ખરીદવાની ઇચ્છાઓ જગાડવામાં આવે છે.

એક અર્થમાં, આપણે માત્ર એરપોર્ટમાંથી પસાર થતા નથી; આપણે પોતે જ એરપોર્ટ બની જઈએ છીએ.

એરપોર્ટ માત્ર મુસાફરોને જ સંભાળતા નથી; તેઓ આપણા અનુભવ અને આપણા શરીરોને પણ ઘડે છે. જે લોકો મુસાફરી કરે છે, તેઓ તેની વ્યવસ્થાનો એક ભાગ બની જાય છે—જાણે તેના ફર્નિચરનો એક અંશ. આપણે એવા "એરપોર્ટ-શરીર" બની જઈએ છીએ, જે એવી એક વ્યવસ્થાનો ભાગ છે જ્યાં સુરક્ષા સર્વોચ્ચ મૂલ્ય બની જાય છે, અને જ્યાં પ્રવેશનો અનુભવ ઘણીવાર જાતિ, વંશ, રાષ્ટ્રીયતા અથવા ઓળખના આધારે અલગ-અલગ હોય છે.

ધીમે ધીમે આપણે એ વ્યવસ્થાની ભાષા શીખી લઈએ છીએ. આપણે કતારમાં ઊભા રહીને સંતોષ અનુભવીએ છીએ, અને જો કોઈ વચ્ચે ઘૂસવાનો પ્રયત્ન કરે, તો નમ્રતાથી કહીએ છીએ—"કતાર છે." આપણે સંકેતો, પ્રતીકો, અક્ષરો અને ગેટ 54B તરફ દર્શાવતા તીરોને સહજતાથી સમજવા લાગી જઈએ છીએ. ચમકતા ફ્લોર અને વિવિધ ભાષાઓમાં ઝબૂકતી "બોર્ડિંગ"ની સૂચનાઓ—આ બધું મળીને આપણી ઇન્દ્રિયોને તાલીમ આપે છે. અને જ્યારે અંતે આપણે પ્રસ્થાન-દ્વાર પાર કરીએ છીએ, ત્યારે અનાયાસે એક ઊંડો શ્વાસ નીકળી જાય છે—જાણે દીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય. હવે આપણે એ ધાતુના પક્ષીમાં આપણી બેઠક ગ્રહણ કરી શકીએ છીએ, જે સમય અને અંતરને વાળી દે છે. આપણે તેની યાત્રાનો એક નાનો જૈવિક ભાગ બની જઈએ છીએ.

આ વિચારવા જેવી વાત છે કે એરપોર્ટ—ભલે મુસાફરો માટે અસ્થાયી સ્થળ હોય—આપણને બીજા કયા કયા રીતે ઘડે છે, બદલે છે અને આપણા અંદર કાર્ય કરે છે. શું "એરપોર્ટ-માનવ" હોવું આપણને દુનિયાને જાણવાની એવી કેટલીક રીતો આપે છે, જે જીવનના અન્ય અનુભવોમાં શક્ય નથી?

અને કદાચ તેનાથી પણ વધુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આપણે બીજી કઈ કઈ અદૃશ્ય વ્યવસ્થાઓનો પહેલેથી જ ભાગ છીએ? કયા મોટા રાજકીય, સામાજિક, પારિસ્થિતિક અથવા પ્રાકૃતિક તંત્રોની અંદર આપણે અજાણતાં જ "ફર્નિચર"ની જેમ પોતાનું સ્થાન ભજવી રહ્યા છીએ? જ્યારે આપણી ઓળખ સતત બદલાતી રહે છે—સંબંધોમાં ઘડાતી અને વિઘડાતી રહે છે, ક્યારેય સંપૂર્ણપણે સ્થિર રહેતી નથી—ત્યારે "તમે કોણ છો?" જેવા પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે આપી શકીએ?

મનન માટેના બીજ પ્રશ્નો:-

1) "આપણે એરપોર્ટમાંથી પસાર થતા નથી; આપણે પોતે જ એરપોર્ટ બની જઈએ છીએ." — આ વિચાર સાથે તમે કેવી રીતે જોડાઓ છો?

2) શું તમારા જીવનમાં એવો કોઈ અનુભવ થયો છે, જેમાં પછીથી તમને સમજાયું હોય કે કોઈ સંસ્થા, દૈનિક રૂટિન, સામાજિક વ્યવસ્થા અથવા કોઈ મોટા માળખાએ શાંતિથી તમારા વિચારવા, વર્તવા અથવા તમારી ઇચ્છાઓને પ્રભાવિત કરી હતી?

3) કઈ સાધનાઓ, અનુભવો અથવા અભ્યાસો તમને એ વિશાળ વ્યવસ્થાઓ (larger assemblages) પ્રત્યે વધુ જાગૃત બનવામાં મદદ કરે છે, જેનો તમે પહેલેથી જ એક ભાગ છો?

Seed Questions for Reflection

How do you relate to the notion that "one does not go 'through' the airport; one BECOMES the airport"? Can you share a personal story of a moment when you noticed a larger structure - an institution, a routine, a social arrangement - quietly working on you, bending your posture or your desires in ways you only recognized later? What helps you develop an awareness of the "larger assemblages" you are already a part of?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

11 Past Reflections
DA
Jul 22, 2026
I appreciate your take on "becoming an airport". It is definitely an interesting and phenomenal experience. I see it as a pass-through on a much longer journey that we are all on and although it is frustrating at times, I always seem to marvel on the experience itself. Yes it's intrusive but also necessary when so many people and moving in so many different directions. I always find myself more impressed than frustrated with the process and actually think it's quite efficient when you understand how many people are traveling and passing through airports at any one point in time. For better and for worse, these structures and processes are necessary when so many people around the world are on the move. What's important is to ensure that the process is cared for and constantly assessed and improved and that we do our part as individual travelers and move through these shared spaces with kindness, respect and patience.
PE
PenDell
Jul 21, 2026
My most acute awareness of 'larger assemblages' having permeated one's individual consciousness is actuated when a successful friend (or more likely a business associate in a 'leadership' position) voices a blanket statement that latently assumes that one's representation of nameless others. Examples: "I know I speak for all of us, in saying ..." , or "Like You, I think ..." That's when I'll often present a 'nod-less smile' of silent (yet not passive) neutrality.
RL
Rebecca L Dieter
Jul 21, 2026
My last experience was actually very positive. I use the airport wheelchair and we were running a few minutes late. They ACTUALLY HELD the plane for me. All the stewardesses greeted me by name. Even a couple passengers applauded.
But, yes, I have thought often about how whatever rule is in place we just blindly follow it
MN
Jul 21, 2026
Once as I was going through an airport, on an escalator in a chute. On the other side I could see people travelling in the opposite direction. I suddenly felt that this might be how we come into this life, travelling alongside others. Just as we are coming in, many others are leaving!
SJ
Sanjay Joshi
Jul 21, 2026
Airports are built on one strong foundation - that of mistrust. And as one moves through that structure, one prays that one is emitting trust - a constant fear that one would be yanked out of that line and searched / questioned. For me, its tiring to see everyone donning that “trust me” neon sign - these days hardly see any joy. Only weary travellers completing their assigned task. I prefer trains and railways and the crowds and the various aromas of sweat, fried food and boiling tea.
BH
Bob Hamilton
Jul 20, 2026
First time to Europe...passing through Paris on the way to Madrid. Airplane to a bus ride around the airport, dropped off at customs...a massive concrete block basement with long lines, guards with automatic weapons, cold grey walls...felt like we'd entered a gulag. Then out another door, another bus ride, and onto another plane. That was my introduction to the "City of Lights." Really prefer Sacramento.
BO
Bonita
Jul 20, 2026
Pay Attention with Intention
TE
Jul 20, 2026
Bayo, what airports can you think of as alternatives to the airport BECOMING?
TE
Technoshaman Jul 20, 2026
By the way, I have a completely different experience of going through airports. I am aware of and accept that I am processed, which I cannot change. In those rare moments of meeting a beautifully diverse slice of humanity, I rejoice in expanding my nonjudgemental self observation to include them. I am in awe of our collective intelligence that create these extremely complex buildings, machinery, passageways and safety arrangements. I am patiently waiting for our collective wisdom to awaken to the possibility of the airport also serving our really meeting each other.
I agree that we become the airport in the sense that we are efficiently shaped to fit into its way of operating. Organizations including schools, churches, military, governments, courts, medical places, and most business offices typically demand the same and punish you if you don't comply. I think I became aware of that many years ago in my going to school and church, both of which worked on me and bent me to fit their demands, and their ways were not so quiet. I recognized early on what they were doing and went along with the game for a long time. What helps me develop an awareness of assemblages I'm part of is having been around awhile, learning to pay attention, and believing most assemblages exist first for their own thriving, not mine. I believe rare is the assemblage that enhances individual expression rather than restrict it. That said, I am sympathetic -- I know it's difficult to balance order and freedom in an assemblage.
JD
Jul 16, 2026
'Becoming Airports' evokes many ideas about my true identity. Who am I? Who are the travelers? Who is the pilot? What is my destination? These are important questions to ask and explore. The airplane represents the means of travel. The place where the plane is flying is the destination. The one flying the plane is me. The lives of the passengers depend on me. If I take a wrong turn, many lives may be lost. The airport awakens thoughts of many voyages in my mind. In the journey of my life, life moves like a river, taking many turns. I need to learn to move carefully. One mistake can change the course of a life. As I continue on my journey, I encounter many kinds of airports and many kinds of travelers. As the pilot, it is my responsibility to make the necessary adjustments and accommodations. One mistake could endanger the lives of those traveling with me. Who am I? What is my identity? Who shapes my identity? I am still on the path of discovery. Patience is my companion, an... View full comment