દરેક રેસીપી એક વાર્તા છે
⁃ પ્રિયા બેસિલ દ્વારા
અંગ્રેજીમાં “cook something up” ના બે અર્થ થાય છે: એક તો સાચે કંઈક બનાવવું (રસોઈ કરવી), અને બીજું કોઈ વાર્તા કે યોજના ઘડી કાઢવી. જ્યારે મેં લખવાનું શરૂ કર્યું, ત્યારે હું બહુ બેકિંગ પણ કરતી હતી—ખાસ કરીને એ દિવસોમાં જ્યારે લખાણ સારું ન ચાલી રહ્યું હોય. નવલકથા લખવાની ધીમી અને અંદરથી ચાલતી પ્રક્રિયા સાથે સાથે કંઈક એવું બનાવવું, જે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાઈ શકાય, મને શાંતિ આપતું હતું.
કેક તરત મળતી સરળ ખુશી આપે છે અને લોકોની પ્રશંસા પણ ઝડપથી મળે છે, જ્યારે લખાણ—તેના બધા આનંદ હોવા છતાં—હંમેશા થોડો આત્મ-સંદેહ લઈને આવે છે. બીજાની પ્રતિક્રિયા, ભલે સકારાત્મક હોય, ઘણી વાર મારા માટે પૂરતી નથી લાગતી. મને હંમેશા એક વધારાની માન્યતાની ભૂખ રહે છે, જેને દુનિયામાં કોઈ સંપૂર્ણ રીતે સંતોષી શકતું નથી.
માત્ર લખવાની પ્રક્રિયામાં જ આ ભૂખ થોડા સમય માટે શાંત થાય છે, કારણ કે એ સમયે હું મારા સીમિત ‘હું’ થી થોડી મોટી બની જાઉં છું—જાણે આખી દુનિયાને મારા અંદર જગ્યા આપી શકું, અને છતાં દરેક વ્યક્તિ સાથે એવી રીતે જોડાઈ શકું કે જાણે તે જ મારો એકમાત્ર મહેમાન હોય. આ અનુભવ મારી અંદરની એ ઊંડી, લગભગ ક્યારેય પૂર્ણ ન થતી ઇચ્છાને શાંત કરે છે—જેમાં હું હોવું પણ માગું છું અને બધું મેળવવું પણ.
વાર્તાઓ એકબીજાને આપતા આત્થિય્યનું સ્વરૂપ છે. આખરે વાર્તા શું છે?—એક આમંત્રણ, થોડીવાર રોકાવાનું. તમને અંદર બોલાવવામાં આવે છે, પણ એ સાથે તમને પણ વાર્તાને તમારા અંદર જગ્યા આપવી પડે છે—પૂરા ધ્યાન સાથે.
તમે પુસ્તકમાં વાર્તા વાંચો કે કોઈ પાસેથી સાંભળો—સાચે સમજવા માટે ઊંડે સુધી સાંભળવું જરૂરી છે. પૂરેપૂરું ધ્યાન આપવું એટલે એક મૌન સન્માન આપવું. વાર્તા અને શ્રોતા એકબીજામાં ખુલ્લા થાય છે, એકબીજામાં ફેલાય છે અને એકબીજાને પોતાના અંદર સમાવી લે છે.
એક રેસીપી એવી વાર્તા છે જેને સાચે “ચોરી” કરી શકાય નથી. અલગ-અલગ કુકબુક્સ જુઓ તો ઘણી રેસીપી લગભગ એક જેવી જ મળે—ફરક ફક્ત માત્રા કે રીતમાં થોડો હોય છે.
છતાં પણ, આ ઉધાર આનંદથી સ્વીકારવામાં આવે છે—ક્યારેક નામમાં જ, જેમ કે “જુલિયાની એપલ ટાર્ટ”, અથવા ઉપશીર્ષકમાં, જેમ કે “યોતમ ઓટોલેન્ઘી પરથી પ્રેરિત”.
રસોઈની રેસીપી લોકો અને સંસ્કૃતિઓ વચ્ચે વહેંચાણનો સૌથી સરળ અને ઉદાર રસ્તો છે—ખાસ કરીને આજે, જ્યારે ફૂડ બ્લોગ્સ બધે ઉપલબ્ધ છે અને જે વસ્તુઓ ક્યારેક વિદેશી લાગતી હતી, હવે આપણા બજારમાં સરળતાથી મળે છે.
રેસીપી એક રીતે “ઓપન સોર્સ” જેવી છે—એ એક આધાર આપે છે, જેને સમય, જગ્યા અને ઋતુ પ્રમાણે બદલીને અનેક પ્રકારના વાનગીઓ બનાવી શકાય.
તમારે ફક્ત એક વાર કોઈ રેસીપી સફળતાપૂર્વક બનાવી લેવી હોય છે, પછી તે તમારી પોતાની લાગવા લાગે છે. થોડા વખત વધુ બનાવો, તો એ જ વસ્તુ ધીમે ધીમે પરંપરા બની જાય છે।
આશ્ચર્ય નથી કે અલગ-અલગ સમાજ એક જ ભોજનને પોતાની ઓળખ તરીકે માને છે. મધ્ય પૂર્વમાં “હુમસ” તેનો એક જાણીતું ઉદાહરણ છે.
આ લોકપ્રિય ચણાના વ્યંજનની સાચી ઉત્પત્તિ વિશેની ચર્ચાથી કંટાળી, લેબનાનના કેટલાક લોકોએ એક વખત સૌથી મોટો હુમસ બનાવીને રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો—આ આશામાં કે આ સિદ્ધિ હુમસને ખાસ લેબનાન સાથે જોડશે.
આટલી મોટી માત્રામાં બનાવવાનો વિચાર અરબોની પ્રસિદ્ધ ઉદાર આત્થિય્ય પરંપરાને દર્શાવે છે—જેને મજાકમાં એમ કહેવામાં આવે છે કે, “અરબ ઘરમાં જમવા જવાના પહેલા અને પછી બે-બે દિવસ ઉપવાસ રાખવો પડે!”
ઘણા રસોઈયાઓ માટે “આ તમે કેવી રીતે બનાવ્યું?” એવું પૂછવું સૌથી મોટું સન્માન હોય છે. આવી રીતે વહેંચાયેલી રેસીપીમાં જૂના રૂપોની યાદો પણ જોડાયેલી હોય છે.
રેસીપી એક સાથે સતત ચાલતી અને બદલાતી રહે છે. ક્યારેક એ જ રીતે બનાવાય છે, ક્યારેક તેમાં ફેરફાર થાય છે, ક્યારેક ખોવાઈ જાય છે અને ક્યારેક ફરી મળી આવે છે… એ વ્યક્તિગત અને સામૂહિક જીત-હારની વાર્તાઓ પણ ધરાવે છે.
આ અર્થમાં બહુ ઓછી વસ્તુઓ સંપૂર્ણ “પ્રામાણિક” હોય છે—દરેક વસ્તુ કોઈને કોઈ વ્યક્તિ કે જગ્યાથી પ્રભાવિત હોય છે. આ વાત ભોજન માટે જેટલી સાચી છે, એટલી જ સંસ્કૃતિ માટે પણ છે.
“પ્રામાણિકતા” ની શોધ ઘણીવાર “હક જતાવવાની” કોશિશ બની જાય છે—જેમાં બીજાને બહાર રાખવાની વૃત્તિ હોય છે. અને આ આત્થિય્યના બિલકુલ વિરુદ્ધ છે.
જો હું આત્થિય્યને ચિત્રિત કરું, તો તે આપણા દરેકમાંથી બહાર ફેલાતા ગોળ વર્તુળો જેવું લાગે—જે એકબીજાને કાપે છે, ભળી જાય છે અને દૂર સુધી ફેલાય છે.
આ વર્તુળોનું એકબીજામાં ભળવું અને ફેલાવું કદાચ આપણા સમયનો એક મહત્વનો નમૂનો બતાવે છે—જે રીતે નકશાની રેખાઓ જમીનની ઊંચાઈ-નીચાઈ બતાવે છે, તેવી રીતે આ આપણું સમાજ કેવી રીતે જોડાયેલું છે, કેટલું ખુલ્લું છે અને એકબીજા સાથે કરતા આપ - લેનું સંતુલન કેવું છે તે દર્શાવે છે.
છતાં પણ, આ વર્તુળો કેટલાંય ફેલાય—નિષ્કપટ આત્થિય્ય તેની બહાર પણ રહે છે. તે ઘણીવાર અજાણી જગ્યા પર હોય છે—જાણે નકશાની બહાર.
મનન માટે પ્રશ્નો
1- “પ્રામાણિકતા શોધવી એટલે ઘણીવાર હક જતાવવો” — આ વિચાર સાથે તમે કેવી રીતે જોડાઓ છો?
અને તેના વિરુદ્ધ, સચ્ચું આત્થિય્ય કેવી રીતે ખુલ્લાપણું અને વહેંચાણ લાવે છે—તે તમે તમારા અનુભવમાં કેવી રીતે જોયું છે?
2- શું તમે કોઈ એવો વ્યક્તિગત અનુભવ શેર કરી શકો છો, જ્યારે કોઈ રેસીપી, ભોજન કે સર્જનાત્મક વસ્તુ શેર કરતાં કોઈ અજાણ્યું જોડાણ બન્યું હોય?
જ્યાં આપવાનો અને લેવાનો સુંદર સંતુલન અનુભવાયો હોય?
3- શું એવી કોઈ વસ્તુ છે જે તમને તમારું આત્થિય્યનું વર્તુળ વધુ ફેલાવવામાં મદદ કરે—ખાસ કરીને ત્યારે, જ્યારે તમને નિષ્કપટ સ્વાગત કરવું થોડું અજાણ્યું કે અસહજ લાગે?
Excerpted from Priya Basil's book -- Be My Guest: Reflections on Food, Community and the Meaning of Generosity
Seed Questions for Reflection
How do you relate to the notion that "the quest for authenticity is often more of a crusade for authority," and that true hospitality moves in the opposite direction - toward openness, overlap, and endless exchange? Can you share a personal story that captures a moment when sharing a recipe, a meal, or a creative act led to an unexpected bridge between you and someone else, revealing the "landscape of reciprocity" between you? What helps you extend your own concentric circles of hospitality a little further outward, even when unconditional welcome feels like unknown territory?