આપણે આ નૃત્યને યાદ રાખવા જાગીએ છીએ
આયલા નેરેઓ દ્વારા
જ્યારે આપણે આપણી દ્રષ્ટિને મુક્ત કરી લઈએ છીએ, જ્યારે આપણે જીવન માટે સમર્પિત થઈ જઈએ છીએ, ત્યારે આપણે હકીકતમાં 'હું' હોઈએ છીએ.
હું સપના જોઉં છું, તો શ્વેત સપના જોઉં છું, ઘંટડીઓ અને પિંજરાઓના, હોળીના ઘાટ પર ખીલેલા સૂર્યપ્રકાશના, અને આવનાર સમયની તે સુગંધના. જેમ કે છબીઓ એક પછી એક સામે આવીને ચાલી જતી હોય.
પરંતુ આ વખતે, રાત હતી.
ચંદ્રમાં એક તીવ્ર પ્રકાશ ફેલાવતો હતો, અને સૂતેલા મુસાફરો માટે શબ્દો નાચતા હતા,
જેમકે તેઓ પાનામાંથી બહાર આવીને જીવંત થઈ ગયા હોય.......
જ્યારે તે પ્રકાશ ઉતર્યો, તો તે એક પ્રચંડ વાળા જેવો હતો - જેમ રાત કહી રહી હોય કે એ શીખી શકાય છે, આ યાત્રાની સાથે જેમાં તે એક જોખમ દીધું હતું - કે નૃત્ય શરૂ કરતાની સાથે જ બધું ભૂલી જાઓ.......
ક્યાં સમયની ડોકના રૂવાડા
મારું તેમનું નામ લેવાથી ઊભા થઈ ગયા ?
અને તે અભિમાનના ડરથી ઉત્પન્ન થાય છે ?
ઓહ, શું બીજ એ શાખાઓને જાણે છે કે તેઓ કેવી રીતે જન્મ લે છે......
અને ક્યુ ફુલ પોતાની તે પાવન શક્તિને જાણે છે
'જોવાની' સુંદરતાને ?
ઓહ, એ અંધકાર જે આપણને આંધળા બનાવી શકે છે-
શું તે અપમાનિત થવાથી ડરતા હોય અને તે ભરતી (જીવનના ઉતાર ચઢાવ )જે નિરંતર આપણને આપણી તરફ ખેંચે છે -
શું તે માત્ર શ્વાસથી શાંત થઈ શકે છે ?
શું વિચાર વાણી ને જાણે છે કે તે કેવી રીતે જન્મ લે છે.....
અને શું તે રંગબેરંગી ફુલો તેમની તે પાવન શક્તિને સમજે છે -
જોવાની સુંદરતા.......
જ્યારે હું સપના જોઉં છું, તો ઉડાનના સપના જોઉં છું - જે વીતી ગયું છે તેની લહેરો અને ઠહેરાવના, અને આપણા આત્મીય મિલનની શરૂઆતના - નક્ષત્રોમાં એક બિંદુ ની જેમ.
જ્યારે તે પ્રકાશ ઉતર્યો, ત્યારે તે એક પ્રચંડ જ્વાળા જેવો હતો -
દરેક વળાંકની સાથે તમારો હેતુ આકાર લેતો ગયો,
ટુકડાઓને જોડીને તેને પૂર્ણ કરવા માટે -
આ નૃત્યને યાદ રાખવા માટે જ આપણે જાગ્યા.
જોવાની સુંદરતા......
મનન માટે બીજ પ્રશ્નો :-
1) તમારા માટે "આ નૃત્યને યાદ રાખવા માટે આપણે જાગ્યા" આ વિચારનો નું શું અર્થ છે ?
2) શું તમે તમારી કોઈ વ્યક્તિગત વાર્તા કહેશો કે જેમાં કોઈ 'પ્રચંડ જ્વાળાની' ક્ષણે તમારા જીવનના ઉદ્દેશ ને આકાર આપ્યો હોય ?
3) તે શું છે જે તમને સમયને ભૂલીને,બસ આપણા જીવનના 'નૃત્ય' માં હાજર રહેવા માટે સાહસ આપે છે ?
Ayla Nereo is a singer. Above are lyrics of her song, Wild Burn.
Seed Questions for Reflection
What does the notion 'to remember this dance we woke' mean to you? Can you share a personal story that illustrates a moment of wild burn that led to your mission forming with every turn? What helps you take a chance to forget time and just be with your dance?