
વિશ્વ ની વેદના ને સ્વીકારવી
થોમસ હ્યુબલ દ્વારા
જ્યારે આપણે સામૂહિક આઘાત (ટ્રોમા) ના ક્ષેત્રો ને સ્પર્શવાની શરૂઆત કરીએ છીએ અને સાથે મળીને ઘા રુઝાવવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર એવા લોકો પ્રત્યે જાગૃત થઈએ છીએ જેઓ મોટે ભાગે હિંસક સંજોગોમાં મૃત્યુ પામ્યા છે. જ્યાં સુધી જીવિત લોકો દ્વારા તે અપરાધ ફરીથી સ્વીકારી ન લેવાય, ત્યાં સુધી સામાજિક તાણા-વાણામાં તેમની ઉપસ્થિતિ અનુભવી શકાય છે. આ સ્વીકાર જ તે આત્માઓને શાંતિ પામવામાં મદદ કરે છે. ઘણીવાર, સમાજ આ સામૂહિક પીડાને છુપાવવાનો કે તેને નજર અંદાજ કરવાનો પ્રયાસ કરે છે, અને આ જ કારણ છે કે આ જોડાણની (રુઝાવવાની) પ્રક્રિયા અટકી જાય છે. પીડાથી નજર ફેરવવાનો અર્થ એ છે કે આપણે એકબીજા સાથે પૂર્ણપણે હાજર રહી શકતા નથી; જાણે કે, આપણે સ્થળ અને સમયમાં વિખેરાયેલા હોઈએ.
એક માનવજાત તરીકે જ્યારે આપણે અત્યારે જે થઈ રહ્યું છે અને ભૂતકાળમાં જે ઉકેલાયું નથી, તેના પ્રત્યે સંપૂર્ણપણે જાગ્રત નથી હોતા, ત્યારે આપણે ભવિષ્ય ને જોવાનું વળગણ કેળવી લઈએ છીએ. આપણે ભવિષ્યમાં એક વધુ સારું વિશ્વ બનાવવાના કે ત્યાં પહોંચવાના વિચારથી સંમોહિત થઈ જઈએ છીએ કારણ કે અત્યારે દુનિયામાં જે થઈ રહ્યું છે તેની સાથે આપણે રહી શકતા નથી. આ એક આપણી બચાવ ની વૃત્તિ છે જે આપણને પીડા અનુભવવાથી અને ભૂતકાળના દુષ્કર્મોનો સામનો કરવાથી બચાવે છે. જોકે, જો આપણે તે બાબતોને સભાનપણે નહીં તપાસીએ, તો આપણે વિખરાયેલા રહીશું અને આઘાતનું પુનરાવર્તન થશે. વધુ સારું વિશ્વ બનાવવાનો એકમાત્ર રસ્તો તેને આ જ વિશ્વમાં બનાવવાનો છે. ભવિષ્યમાં તેવું બને તે કામના કરવાને બદલે, આપણે જે વિશ્વમાં રહેવા ઈચ્છીએ છીએ તેનું સહ-નિર્માણ કરવા માટે આપણે દરેક ક્ષણનો ઉપયોગ કરવાની જરૂર છે.
વર્તમાનમાં ગેરહાજરી ને કારણે આપણી દ્રષ્ટિ ભવિષ્ય તરફ રહે છે. આઘાતગ્રસ્ત વિશ્વમાં પીડાથી મુક્તિ પછીથી મળે છે. જ્યારે આપણે પીડાને વર્તમાનમાં સ્વીકારીએ છીએ, ત્યારે જ આપણે સાચા ભવિષ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ - એવું વિશ્વ જેને આપણે સૌ સાથે મળીને, વર્તમાનમાં રહીને, સાકાર કરીએ છીએ. સાચી શોધ હંમેશા વર્તમાનમાં જ થાય છે.
મનન માટેના બીજ પ્રશ્નો:
આ વિચાર વિશે તમે શું માનો છો કે જેમણે દુઃખ સહન કર્યું છે અને જેઓ જીવિત છે, તેમના ઉપચાર અને શાંતિ માટે આપણે ભૂતકાળના અપરાધોનો પુનઃસ્વીકાર કરવો જ જોઈએ ?
તમે કોઈ એવો પોતાનો વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો કે જ્યારે તમને ખરેખર વર્તમાનમાં જીવવા અને આગળ વધવા માટે ભૂતકાળની પીડાનો સામનો કરવાની જરૂરિયાત અનુભવાઈ હોય?
ખાસ કરીને જ્યારે ભવિષ્યની સંભાવનાઓનું આકર્ષણ ખૂબ વધારે હોય, ત્યારે તમને વર્તમાન ક્ષણમાં સ્થિર રહેવામાં શું મદદ કરે છે?
Excerpted from here.
SEED QUESTIONS FOR REFLECTION: What do you make of the notion that we must re-own past transgressions to allow healing and peace for those who suffered and for the living? Can you share a personal story of a time you felt the need to confront past pain in order to be truly present and move forward? What helps you remain grounded in the present moment, especially when the allure of future possibilities seems overwhelming?