અનંત પર કોઈ છાપ નથી.
એન્ડ્રિયા ગિબ્સન દ્વારા,
આઘાત
એ હતો કે,
હું ઘડિયાળના કાંટાઓથી
મને મુકત કરી શકતો નહોતો.
સાજા થવું
એ શીખવાનું હતું કે,
કોઈએ પણ
મારા એ હિસ્સા પર
પોતાની છાપ નથી છોડી,
જે અનંત છે.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
- આ વિચાર વિશે તમે શું માનો છો કે, આઘાત સમયના કેદી જેવી અનુભૂતિ આપે છે ?
- શું તમે કોઈ એવો વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો, જ્યારે તમે મુશ્કેલ સમયમાં પણ તમારા અનંત સ્વભાવ સાથે જોડાયેલા રહ્યા હોય?
- જીવનના સુખ-દુઃખમાંથી પસાર થતી વખતે, તમારા શુદ્ધ અને અનંત સ્વભાવ પ્રત્યેની જાગૃતિને જાળવી રાખવા માટે, તમને શું મદદ કરે છે?
Andrea Gibson is a spoken word poet.
SEED QUESTIONS FOR REFLECTION: What do you make of the notion that trauma is related to feeling like a prisoner of time? Can you share a personal story that reflects a moment when you connected with your infinite self amidst a challenging time? What helps you nurture the awareness of your untouched, infinite nature as you navigate life's ups and downs?