Dark Side Of Empathy

Author
Michael Ventura
29 words, 9K views, 17 comments

Image of the Weekસહાનુભૂતિની અંધકારમય બાજુ – માઇકલ વેન્ચુરા દ્વારા

જે સહાનુભૂતિ જોડે છે, નિર્માણ કરે છે અને ઉપચાર કરે છે, તેના માટે નૈતિક આચારસંહિતા જરૂરી છે. તેમાં સંયમ જોઈએ. તેમાં વિશ્વાસ જોઈએ. આ સહાનુભૂતિ, તેને ધરાવનાર માત્ર બીજાઓને સમજવાની નહીં, પરંતુ તે સમજમાંથી ઊભી થતી લાગણીઓ અને જવાબદારીઓનો આદર કરવાની અપેક્ષા રાખે છે. જ્યારે સહાનુભૂતિ નૈતિકતાથી અલગ થાય છે, ત્યારે તે સ્મિત સાથેનું એક પ્રકારનું દબાણ બની જાય છે.

આજે આપણે આને "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.)" માં સ્પષ્ટ જોઈ શકીએ છીએ – જ્યાં મશીનોને એવી રીતે તાલીમ આપવામાં આવી રહ્યા છે કે તેઓ સહાનુભૂતિ જેવી વર્તણૂક દર્શાવી શકે. તમારો ચેટબોટ તમારી હતાશા પર માફી માગે છે, વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ તમને મીઠા શબ્દોમાં હિંમત આપે છે, અને મેન્ટલ હેલ્થ એપ તમારી વાત બિનનિર્ણયક પણે સાંભળે છે. પરંતુ આ સિસ્ટમો (મશીનો) કંઈ મહસૂસ કરતી નથી – તેમને માત્ર એ જ ખબર હોય છે કે શું કહેવું છે. આપણે એવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં આ "સહાનુભૂતિ" ઍલ્ગોરિધમ્સ આપણા મેનેજરો કરતાં વધુ સારી રીતે મુશ્કેલી વખતે શું કરવું તે પ્રદર્શિત કરી શકે છે, પરંતુ તેમની પાસે હવે શું કરવું તે નક્કી કરવાની નૈતિક સમજ નથી. અને જો આપણે સાવધાની નહીં રાખીએ, તો આપણે તે ખોટી સહાનુભૂતિને સાચા જોડાણની જેમ સ્વીકારવાનું શરૂ કરીશું. આ પ્રક્રિયામાં, આપણે માત્ર આપણી ભાવનાત્મક મહેનત જ નહીં, પરંતુ એકબીજા પ્રતિની ભાવનાત્મક જવાબદારી પણ મશીનોને સોંપી દઈશું.

જવાબદારી વિનાની સહાનુભૂતિ ખોખલી જ નથી, બલ્કે છેતરપિંડી પણ છે. તે લોકોને ખોટા વિશ્વાસમાં લઈ જાય છે. અને તે એ જ વિશ્વાસને તોડી પાડે છે જે બનાવવાનો દાવો કરે છે.

પરંતુ, આપણે સહાનુભૂતિને અવગણી શકતા નથી. આ જ ઉશ્કેરનારાઓની ઇચ્છા છે. તેઓ કાળજીને નબળાઈ, ગૌરવને ભોળપણ અને વિશ્વાસને બોજા તરીકે પ્રસ્તુત કરવા માંગે છે. સાવધાન! આપણે આ ફસામણીમાં ન આવીએ.

જો આપણે વ્યવસાય, રાજકારણ અને ટેકનોલોજીમાં ઉત્તમ નેતૃત્વ ઇચ્છીએ છીએ, તો આપણે સહાનુભૂતિને ફરીથી જવાબદારી તરીકે અપનાવવી પડશે. આપણે તેને માત્ર 'સોફ્ટ સ્કિલ' તરીકે નહીં, પરંતુ નૈતિકતાથી જોડાયેલ અને સામૂહિક માનવતામાં મૂળ ધરાવતી એક શિસ્તબદ્ધ પ્રથા તરીકે શીખવવી પડશે. આપણે નેતાઓને માત્ર તેમના શબ્દો માટે જ નહીં, પરંતુ તેઓ આપણને કેવી રીતે અને શા માટે સમજવા માંગે છે તે માટે પણ જવાબદાર ગણવા પડશે.

મનન માટેના બીજ પ્રશ્નો :
૧. જવાબદારી વિનાની સહાનુભૂતિ ખોખલી જ નથી, બલ્કે છેતરપિંડી છે – આ વિચાર સાથે તમે કેટલા સહમત છો? અને આ દૃષ્ટિકોણ ટેક્નોલોજી અને લોકો સાથેના તમારા સંબંધોને કેવી રીતે પ્રભાવિત કરી શકે?
૨. તમે કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યાં આપવામાં અથવા મેળવવામાં આવેલી સહાનુભૂતિએ તૂટેલા વિશ્વાસને ફરીથી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય?
૩. શિસ્તબદ્ધ અને નૈતિક સહાનુભૂતિનો અભ્યાસ કરવામાં તમને શું મદદ કરે છે, જેથી તમારી સાચી સમજ તમારી ક્રિયાઓમાં પ્રગટ થાય?
 

Michael Ventura is an author, speaker and adviser on empathic leadership to corporations, universities and institutional clients around the world. He is the author of “Applied Empathy: The New Language of Leadership.”


Add Your Reflection

17 Past Reflections