The Weighing

Author
Jane Hirshfield
38 words, 4K views, 8 comments

Image of the Weekજીવનનું માપતોલ
જેન હિર્શફીલ્ડ દ્વારા

આપણા હૃદયના કારણો
જ્યારે સ્પષ્ટ રીતે જોયા,
ત્યારે જોયું કે એકદમ કઠોર
પણ લઈને ચાલે છે સાથે
તેના ચાબુકના નિશાન અને ઉદાસીને
અને તો પણ તેને માફ કરવું જ જોઈએ.

જેમ કે દુષ્કાળથી પીડિત
હરણ માફ કરે છે
દુષ્કાળથી પીડિત સિંહને
જે છેવટે તેને ખાઈ જાય છે,
ઇચ્છાપૂર્વક પ્રવેશે છે તે હરણ ત્યારબાદ
તે સિંહના જીવનમાં જેનો તે (હરણ) અસ્વીકાર ના કરી શકે,
અને તે સિંહ બને છે, તૃપ્ત થાય છે,
અને પછી તે સ્વયંને યાદ નથી કરતું.

ખુશીના થોડા દાણા જ
ઘેરા અંધકાર સામે તોલ્યા,
અને છતાં તુલાદંડ સંતુલિત રહે છે.

દુનિયા આપણી પાસેથી
માંગે છે માત્ર તાકાત જે આપણી પાસે છે અને આપણે તે આપીએ છીએ.
પછી તે વધુ માંગે છે, અને આપણે તે આપીએ છીએ.

મનન માટેના બીજ પ્રશ્નો :
આ વિચાર સાથે તમે કેટલા સહમત છો કે, સૌથી કઠોર હૃદય પણ ચાબુકના ડાઘ અને દુઃખ ધરાવે છે, અને જ્યારે આપણે તે જોઈએ છીએ, ત્યારે આપણને માફ કરવાની શક્તિ મળે છે?

શું તમે કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યાંરે તમે માફ કરવા સક્ષમ હતા, તે પણ એવી પરિસ્થિતિમાં જે અસહ્ય અને કઠોર લાગતી હતી?

ખુશીના તે થોડા દાણા, જે તમે જોયેલા અંધકાર સામે સંતુલન સાધે છે, તેને શોધવામાં તમને શું મદદ કરે છે?
 

Jane Hirshfield is an American poet, essayist, and translator, and a 2019 elected member of the American Academy of Arts and Sciences.


Add Your Reflection

8 Past Reflections