મૌન ની વાત
થોમસ મુર દ્વારા.
જો તમારી અંદર ભરપૂર ખાલી ઓએસિસ જેવી જગ્યાઓ હોય — આરામ અને વિરામ માટે ના સ્થળો હોય, તો તમે ખુશ જીવનનો આનંદ માણી શકો છો. જો તમે મુસાફરી કરતી વખતે કોઈ અદભુત પર્વત અથવા તળાવ જુઓ છો, તો તમે રોકાઈ શકો છો અને કંઈ ન કરવા અને જોવા માટે સમય કાઢી શકો છો. જો તમે કોઈ બાળકને ધ્યાનની જરૂર હોય તેવું જુઓ છો, તો તમે જે કરી રહ્યા છો તે છોડી શકો છો અને તેના ઉપર ધ્યાન આપી શકો છો. જો તમને ફક્ત ખુરશી પર બેસી રહેવાનુ મન થાય, તો અતિસક્રિય થવાની તમારી આ આદત તમને સ્વાગતયોગ્ય આરામ કરવાથી રોકી શકશે નહીં.
તમારા જીવનને બગીચાઓ, દરિયાકિનારઓ અને પર્વતીય માર્ગોથી ભરેલું માનો. હું આ શબ્દશઃ: નથી કહી રહ્યો, પરંતુ તમે દિવસ કેવી રીતે વિતાવો છો તેના રૂપક તરીકે છે. તમારા દૈનિક સમયપત્રકમા “બારીઓ અને દરવાજાઓ” રાખો — એટલે કે ખુલ્લી જગ્યા રાખો — જેથી તમે બંધાઈ ન જાઓ, કારણ કે તમને હવે ખબર પડશે કે ખાલીપણું કેળવવું કેટલું મહત્વપૂર્ણ છે.
તમારા હૃદયમાં પણ કેટલીક ખાલી સરળ ખુરશીઓ રાખો, જેથી જ્યારે કોઈ વ્યક્તિ આવે, ત્યારે તેમની સાથે બેસીને વાતચીત કરવા માટે અને ઉષ્માભર્યુ સ્વાગત કરવા માટે જગાઓ હોય. તમારા મનમાં પણ થોડી ખાલી જગ્યા રાખો, જેથી જ્યારે કોઈ નવો વિચાર ઉપજે, તો તમે તેને સ્થાન આપી શકો. ખાલી રહો, જેથી જીવન સાકાર થાય.
ખાલીપણું એક ગહન આધ્યાત્મિક સિદ્ધિ હોઈ શકે છે, અથવા તે સામાન્ય જીવનમાં એક ગુણ હોઈ શકે છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે — કારણ કે એક સરળ ખાલી કલાક ગહન આધ્યાત્મિક અનુભૂતિને આમંત્રણ આપી શકે છે. [...] દરેક વસ્તુ ખાલી થઈ શકે છે અને તેથી વિશાળ અર્થ માટે ખુલ્લી બની શકે છે. ખાલીપણું પોતે પણ એટલું ખાલી હોઈ શકે છે કે તે તમારા અસ્તિત્વને જ સ્પર્શી જાય.
ચિંતન માટેના પ્રશ્નો:
- 'ખાલીપણું જીવનને શક્ય બનાવે છે' તે વિચાર સાથે તમે કેવી રીતે સંબંધિત છો?
- શું તમે કોઈ વ્યક્તિગત વાર્તા શેર કરી શકો છો જે એવા સમયને પ્રતિબિંબિત કરે છે જ્યારે ખાલીપણા માટે જગ્યા બનાવવાથી તમને જીવન અને તેના અર્થ સાથેના તમારા જોડાણને વધુ ગાઢ બનાવવામાં મદદ મળી હોય?
- તમારા જીવનમાં વધુ વિસ્તૃતતા અને ખાલીપો વિકસાવવામાં તમને શેનાથી મદદ મળે છે?
Thomas Moore is an American psychotherapist, former monk, and writer of popular spiritual books, including the New York Times bestseller Care of the Soul.