Why Busyness Is Actually Modern Laziness


Image of the Weekવ્યસ્તતા કેવી રીતે હકીકતે આધુનિક આળસ છે

– રસ્મસ હગાર્દ અને જેકલીન કાર્ટર

વ્યસ્તતા નું વ્યસન એ અદ્યતન પ્રકાર ની આળસ છે. તે આપણને અનેક કાર્યો માં વ્યસ્તતા થી પ્રવૃત્ત રાખે છે. જેમ આપણે વધુ વ્યસ્ત તેમ આપણે વધુ ને વધુ જીવન મરણ ના પ્રશ્નો ની સમીપે આવવાનું ટાળીએ. જેમ આપણે આવા કાર્યો માં રત રહીએ, તે જરૂરી હોય કે નહીં, આપણે જીવનનો સામનો કરવાનું ટાળીએ. જીવનના અઘરા પ્રશ્નો અને મુદ્દાઓ જેનો સામનો કરવો આકરો છે, તેનાથી સુરક્ષિત અને સુખકર દૂરીમાં રહીએ. શું આપણે સાચી કારકિર્દી પસંદ કરી છે? શું આપણે આપણા બાળકો માટે હાજર છીએ? શું આપણું જીવન અર્થપૂર્ણ છે?

આપણે એવું માનીએ છીએ, કે, આ બધાં કાર્યો દ્વારા આપણે કૈક મહત્તમ સુધી પહોંચીશું. તે શું, તે આપણને ખબર નથી, પણ આપણે તે તરફ મહેનત કરતાં રહીએ. આ, સીડી અતિ ઝડપે ચડી જવા જેવું છે, એવું માનીને કે ઉપર પહોંચી જવાય. અને ક્યારેક, આપણે પહોંચીએ પણ. આપણે નવું ઘર ખરીદીએ કે પછી નોકરી માં પદોન્નતિ મેળવી ને ઉપર પહોંચીએ. પણ આવું સીડી ઉપર ચડી ને ઉપર પહોંચવા માં શું અર્થ, જયારે એવું ભાન થાય કે આપણે ખોટી દીવાલ ના આધારે હતાં ?

એકવાર, દલાઈ લામાં ગામમાં આવવાના હતાં. ૧૦,૦૦૦ થી વધું લોકો તેમને જોવા ભેગા થવાના હતાં. ૫૦૦થી વધારે સ્વયંસેવકો, દર્જનો સુરક્ષાકર્મીઓ, અને ઢગલાબંધ પત્રકારો ની વ્યવસ્થા કરવાની હતી. આ બધું કરવા પાછળ નો માણસ, લાખા, જે એક ૭૦ વર્ષનો નાજુક બાંધાનો અને દલાઈલામા નો જુનો મિત્ર અને સહઅધ્યાયી હતો. મેં તેને પૂછ્યું, “હાઈ, લાખા, તું વ્યસ્ત છે?” તેને પાછળ ફરી મારી તરફ જોઈ ને શાંતિથી જવાબ આપ્યો, “અહીંયા ઘણા બધાં કાર્યો છે, પણ હું વ્યસ્ત નથી.” તેમની આ સજગ ઉપસ્થિત તેમના શબ્દો કરતાં ઘણું વધારે વ્યક્ત કરી ગઈ. લાખા, એક વિરાટ પરિયોજના નું સંચાલન કરી રહ્યા હતા, જેમાં અનેક ઝીણી બાબતો વિષે ખ્યાલ રાખવાનો હતો અને અનેક કામો સમયબદ્ધ રીતે પતાવવાના હતાં. તેમની આજુબાજુ ઘણું ચાલી રહ્યું હતું, પણ તેનાથી તે ગ્રસ્ત ન થયાં. તેઓ વ્યસ્ત ન થયાં.

તે દિવસે મને સમજાણું કે વ્યસ્તતા પસંદગી નો વિષય છે. આપણે પરિયોજના હોય, સમયબદ્ધતા હોય અને અનેક કાર્યો પણ હોય, પણ આપણે તેના વ્યસની બનવું અને વ્યસ્ત આળસું બનવું, કે, પછી આ પ્રવુતિ નો અનુભવ કરતાં તેને પ્રત્યે દ્રષ્ટા બનવું, તે પસંદ કરવા આપણે મુક્ત છીએ. આ પસંદગી નો વિષય છે. અને આવી પસંદગી કરવા માટે ની શક્તિ, કાર્ય ના વ્યસન થી મુક્ત અને સાફ મનમાં થી પ્રગટે છે.

આજકાલ આપણે બધાં વ્યસ્ત છીએ, અતિબોઝિલ અને ક્યાંક તણાવમાં. આ આપણી ઓળખ નું એક પાસું બની ગયું છે. જો આપણે વ્યસ્ત હોય, તો જ આપણું કૈક મહત્વ છે. તણાવ માં આપણે એટલે છીએ, કે આપણે પ્રતિબદ્ધ છીએ અને મહેનત કરીએ છીએ. આ આધુનિક સમાજો ના ડીએનએ માં છે. જો તમે વ્યસ્ત કે તણાવમુક્ત હો, તો તમે મહેનત નથી કરી રહ્યાં. તમે કૈક ખોટું કરી રહ્યા છો. પણ લાખા આપણને આનો ચોખ્ખો વિકલ્પ બતાવે છે; ખુબ કામો હોવા, એકદમ અસકારક અને ફળદાયી બનવું, છતાંય માનસિક શાંતિ અને સ્પષ્ટતા જાળવવી—વ્યસ્તતા ના વ્યસની ન બનવું. અને જીવન ના અસ્તિત્વ પ્રત્યે આળસું ન બનવું.


--રસ્મસ હગાર્દPotential Projectના સ્થાપક છે. જેકલીન કાર્ટરOne Second Aheadના લેખક છે. ઉપરનો લેખ Mindful magazine માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) અસ્તિત્વ બાબતે આળસુ થવું, એ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) અસ્તિત્વ ની આળસ નો તીવ્ર અનુભવ તમને ક્યારેય થયો છે?
૩.) કાર્યરત રહીને પણ વ્યસ્ત ન બનવા માં શું મદદ કરશે?
 

Rasmus Hougaard is the founder of the Potential Project, Jacqueline Carter is the author of One Second Ahead. Excerpt above is from an article in Mindful magazine.
 


Add Your Reflection

15 Past Reflections