Two Kinds Of Resistance


Image of the Weekબે પ્રકાર ના પ્રતિકાર

-રોંડા ફાબિયન

ઉત્તર તરફ ધીરેથી પ્રકાશ ફરી આવી રહ્યો છે, અને આજે નવું વર્ષ શરૂ થશે.
ઘણા લોકો કહે છે કે હવે ‘ખુબ મોડું’ થઈ ગયું છે – પર્યાવરણીય અરાજકતા, પ્રજાતિઓ ની વિલુપ્તી, લડાઈઓ, ભેદભાવ – હવે આપણે ખુબ દુર નીકળી ગયા છીએ, અંધકાર અતિ ગહન છે. આપણે, જોકે, હજુ માનીએ છીએ કે કોઈ અંધકાર એટલો ગમે તેટલો ગહન હોય તેને એક મીણબત્તી ના અજવાળે હટાવીશકીએ છીએ.

બુદ્ધ નું અંધકાર અને પ્રકાશ વિષે નું જ્ઞાન ઘણું સરળ છે: કે તેના અસ્તિત્વ નો આધાર એક્બીજા ઉપર છે. જેમ “ઉપર” અને “નીચે”, ‘ડાબે’ ને ‘જમણે’, “જન્મ’ ને ‘મરણ’-આમાંનું એક કાઢો તો બીજાનું અસ્તિત્વ ન રહે તેઓ નું અલગ વ્યક્તિત્વ નથી – અને આપણું પણ નહીં. આપણે બધાં અનેક તત્વો ના બનેલા છીએ- આપણા પૂર્વજો, જનીન, જે આપણે ગ્રહણ કરીએ તે, આપણા સંબંધો, અને આપણું કર્મ. અને કદાચ ક્યાંક જગત માં, આપણા થી તદન “વિરૂદ્ધ” કોઈ વસે છે.

ક્રોધ, ક્રુરતા, નિરાશા અને ભય – આ બધા આપણી આસપાસ થતાં અન્યાય સામે ની સધારણ પ્રતિકાર છે.
આપણે આ બધાં ની સામે અવાજ ઉઠાવવો છે, સામનો કરવો છે, અંદોલન કરવું છે, બળવો કરવો છે અને આ “વિરુદ્ધ” વ્યક્તિ, પરિસ્થિતિ કે વિવાદ સામે પ્રતિકાર કરવો છે. તેમ છતાંય આપણે આ લાગણીઓ ને ખુબ ચતુરાઈ થી અહિંસક અને કરુણામય કર્મ તરફ વાળવી પડે જો આપણે આ પ્રતિકાર ને સફળ બનાવવો હોય. આવો પ્રતિકાર સત્યાગ્રહ અથવા આત્મિક શક્તિ માગી લે છે. – આપણા હ્રદયમાં નિશ્ચય ની આગ, અને એવી દ્રષ્ટી કેળવવા ની તૈયારી કે, “ડાબા અને જમણા “ ની જેમ આપણે એકબીજા ઉપર આધારિત છીએ, જેના મત આપણાથી અલગ છે તેઓ પણ, અને ત્યારે સહિયારી જાગૃતિ આવશે.

એક અલગ પ્રકાર ના પ્રતિકાર વિષે આપણે વિચારવું જોઈએ. જેમ શરીર આપોઆપ રોગો કે શરદી સામે પ્રતિકાર ઉભો કરે છે, તેમ આપણે હતાશા સામે આંતરિક પ્રતિકાર ઉભો કરવો જોઈએ. ઝેન સાધુ અને ગુરુ થીક ના થાન કહે છે ,” આ પ્રકાર ના પ્રતિકાર માં કોઈ સંસ્થા ની નથી, કે કોઈ રાજકારણી નથી કે કોઈ બાબત નથી જેની સામે અંદોલન કરવાનું છે. આ બધું, બીજા ઉપર આપણા વિચારો થોપ્યા વગર કે ન્યાયીકરણ વગર આપણી મુક્ત આંતરિક પસંદગી ઉપર આધારિત છે. “
દાખલા તરીકે, આપણે બીનજરૂરી વપરાશ બંધ કરીએ, સ્થાનિક અર્થતંત્ર ને મદદ કરવા દેશી વસ્તુ ઉપયોગ માં લાવીએ, માંસાહાર બંધ કરીએ, આપણા પાડોશી અને આજુબાજુ ના બાળકો નું ધ્યાન રાખીએ, ઝાડ વાવીએ, પાણી ની વાવ, માટીનું ધ્યાન રાખીએ અને શાંતિ ના આદર્શો બનીએ.

આવતા નવા વર્ષમાં બંને પ્રકાર ના પ્રતિકાર જરૂરી છે, જો ખરેખર તેને “નવું” બનાવવું હોય.

-રોંડા કોસમોસ નામક માસિક ના સંપાદક છે.

મનન ના પ્રશ્નો:
૧.) સહિયારી જાગૃતિ માટે આપણે એકબીજા ઉપર આધારિત છીએ, જેના મત આપણાથી અલગ છે તેની સાથે પણ- આ વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) અન્યાય સામે ગુસ્સાથી પ્રતિકાર કરવાને બદલે તમે કયારેય અહિંસા અને કરુણામય પ્રતિકાર થી બદલાવ આવતો અનુભવ્યો છે?
૩.) બીજાનું ન્યાયીકરણ કરવા ને બદલે કેવી રીતે તમે જાગરુક પસંદગી તરફ વળશો?
 

Rhonda Fabian is the editor of Kosmos Journal.


Add Your Reflection

5 Past Reflections