No Longer Playing It Safe

Author
bell hooks
36 words, 17K views, 7 comments

Image of the Weekહવે સુરક્ષિત નથી રમવું

– બેલ હુક્સ


શાંતિ અને ન્યાય માટે આપણે પ્રેમ ની વ્યક્તિગત સાધના સાથે શરૂઆત કરીએ, કારણકે ત્યાંજ આપણે પ્રેમની પરિવર્તક શક્તિ થી પરિચિત બનીશું. અનેક બાળપણ માં ભોગવેલા અત્યાચાર ના નુકસાન ની સન્મુખ થઈને, આપણે પ્રેમભર્યું મન કેળવવા પ્રેરિત થઈએ. અત્યાચાર એ પ્રેમ નો અભાવ છે, અને આપણે પુખ્તવય માં પ્રવેશતા, જો કેમ પ્રેમ કરવો, તે, ન શીખીએ, તો આપણે કેવી રીતે અધિકાર, શોષણ અને જુલમ નો ખાત્મો કરનારી સામાજીક ઝુંબેશ રચીશું?

પ્રેમ ની સાધના કરવા આપણે ધીરજ કેળવવી પડશે અને એટલું સ્થિર થવું પડશે, કે, આ ક્ષણ ના સત્ય તરફ દ્રષ્ટાભાવ કેળવાય. જો આપણે સ્વિકારી લઈએ, કે પ્રેમ, જતન, પ્રતિબદ્ધતા, જ્ઞાન, જવાબદારી, આદર અને વિશ્વાસ નું સમિશ્રણ છે, ત્યારે આપણે આ સમજણ થી પ્રેરિત બનીશું. ત્યારે આપણે, કુશળતાપૂર્વક આનો પ્રયોગ, આપણા રોજીંદા જીવન ના કાર્યો અર્થપૂર્ણ નિર્માણ પામે, તેની રૂપરેખા તરીકે કરીશું.

જયારે આપણે પ્રેમભર્યું મન કેળવીએ, ત્યારે આપણે ઉત્તમ ની કેળવણી કરીએ છીએ, અને તેનો અર્થ એ કે “આપણી અંદર રહેલી પ્રેમ ની જ્યોત જે આપણી ક્ષમતા છે તેને ઉજાગર કરવી” અને વપરાશ માં લાવવા “અધ્યાત્મિક સાધના માટેના સાધન, અને ક્ષણ પ્રતિક્ષણ તે આભાસ ના અનુભવ માટે આપણી તથતા.”

પ્રેમ ની સાધના થી પરિવર્તિત થવું એટલે ફરી જન્મ લેવો, અધ્યાત્મિક નવીનીકરણ અનુભવવું. જેનો હું રોજ સાક્ષાત્કાર કરું છું, તે આ નવીનીકરણ માટેની ઝંખના છે, અને એક ભય કે, જો આપણે પ્રેમ ની પસંદગી કરીશું તો આપણું જીવન તદ્દન બદલાઈ જશે. આ ભય પંગુ બનાવે છે. તે આપણને કષ્ટો માં જકડી રાખે છે.

જયારે આપણે રોજીંદા જીવન માં પ્રેમ તરફ પ્રતિબદ્ધ રહીએ, ત્યારે આદતો નો ધ્વંસ થાય છે. કારણકે આપણે સુરક્ષા ના નિયમો ને આધીન બનીને યથાસ્થિતિ માં નથી રમતા, પ્રેમ આપણને અસ્તિત્વ ના નવા આધાર તરફ વાળે છે. આપણે આવશ્યકપણે અધિકાર નો અંત આણવા નું કામ કરીએ છીએ. આજ ફેરફાર નો લોકો ને ભય હોય છે. પ્રેમ માં રહેલ સામુહિક અધ્યાત્મિક કલ્યાણ માટે ઉત્કંઠા પ્રેરિત કરવી હશે, તો આપણે તે ઉત્કંઠા રોજીંદા જીવન માં શું સ્વરૂપો ધારણ કરશે તેની પીછાણ કરવા તૈયાર રહેવું પડશે.

લોકો એ તે જાણવું જરૂરી છે કે આપણે પ્રેમ કરીએ ત્યારે પરિવર્તિત થવાના રસ્તા પણ પરિવર્તન પામે છે. પ્રેમ ની આ પરિવર્તનશીલ શક્તિ ને આપણા જીવન માં વહન કરી અને નિશ્ચિતપણે પુષ્ટ કરવાથી, જેઓ તેનાથી ભયભીત છે, કે આ પ્રેમ નુકસાનકર્તા છે, તેમને એવી ખાત્રી કરાવી શકીશું કે આ તો મુક્તિ નો માર્ગ છે.

--ગ્લોરિયા ઝાં વોટકિન્સ, તેમના તખલ્લુસ બેલ હુક્સ તરીકે જાણીતા છે, તેઓ એક અમેરિકી લેખિકા, નારીવાદી અને સામાજીક કાર્યકર્તા છે. તેમના લેખ માંથી ઉદધૃત.

મનન ના પ્રશ્નો:
૧.) પ્રેમથી પરિવર્તિત થવું એટલે નવો જન્મ લેવો તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય આવું પરિવર્તન અનુભવ્યું છે?
૩.) ભય ની પરે જઈને પ્રેમ ને પ્રતિબદ્ધ થવામાં શું મદદ કરશે?
 

Gloria Jean Watkins, better known by her pen name bell hooks, is an American author, professor, feminist, and social activist. Excerpt above from this article.


Add Your Reflection

7 Past Reflections