The World Mirrors The Soul And The Soul Mirrors The World

Author
Alan Watts
83 words, 20K views, 7 comments

Image of the Weekઆત્મા નો અરિસો સૃષ્ટી અને સૃષ્ટી નો અરિસો આત્મા


-એલન વોટ્સ


જો તમે થોડીવાર સ્થિર બેસો, એકદમ આરામથી અને તમારા વિચારો ને વેહવા દો, મનને જે વિચારવું છે તે વિચારવા દો, તેમાં કોઇપણ હસ્તક્ષેપ વગર કે કોઈપણ સુચન કર્યા વગર કે તેમાં અવરોધ વગર જો વિચારો મુક્ત વહે, તો તમે એવું શોધી શકશો કે આ મનની પ્રક્રીયા નું પણ પોતાનું જીવન હોય છે. વિચારો એકબીજાને ચિત્ત પર લાવીને સંજ્ઞા સાધે છે, જયારે તમે તેમાં કોઈ અવરોધ ઉભો ના કરો ત્યારે, તમે પોતાને એવા વિચારો કરતાં જોઈ શકો જે ખુબ સુંદર હોય અને ક્યારેક અતિશય ભયંકર જે તમે સાધારણ રીતે ચિત્ત પર નથી આવવા દેતા.


સમય જતાં આ સાધના એવું બહાર લાવે કે તમારી અંદર બધીજ ક્ષમતા છે, અનેક જીવો જેવી -પશુ, રાક્ષસ, ઐયાશ, ચોર, ખૂની- પછી ખબર પડે કે મનુષ્ય જીવનના કોઈપણ પાસાંથી તમે અજાણ નથી – ટેરેન્સ નામનો એક રોમન નાટ્યકાર કહે છે તેમ - humani nihil a me alienum puto- [“હું માનું છું કે કોઇપણ માનુષી તત્વ મારાથી અલગ નથી”.]


સાધારણ રીતે, ચિત્ત હંમેશ વિચાર ના વહેણમાં અવરોધ પૈદા કરે છે, એવા વિચારો જે નકારાત્મક કે ઉગ્ર હોય, અને જેમાં ઊંડાણ ના રહસ્યો સમાયા છે. પણ ત્યારે, થોડીવાર માટે, તેમને આપોઆપ જ ઠીક થવા દો, પછી થોડી માટી નીચે બેસે ત્યારે થોડું ચોખ્ખું દેખાય અને જીવન ના પાયા માં રહેલ બાબતો સામે આવે ઊંડાણના રહેવાસી નો ખ્યાલ આવે. આમાં બીજું પણ ઘણું દેખાય. “ બે માણસો એ તળાવ માં નજર કરી. એકે કહ્યું: ‘મને આમાં રહેલ કાંપ, એક બુટ અને એક જુનું ડબલું દેખાય છે.’ બીજાએ કહ્યું ‘મને પણ આ બધું દેખાય છે પણ મને તેમાં આકાશનું ભવ્ય પ્રતિબિંબ દેખાય છે.’


કારણકે અચેત એ કોઈ, કાલ્પનિક, માનસિક ઉકેડો નથી; એ માત્ર નિરંકુશ સ્વભાવ છે, રાક્ષસી અને દૈવી, દુઃખદ અને સુખદ, ખુબસુરત અને બદસુરત, ક્રૂર અને કરુણામય, વિનાશક અને સર્જનાત્મક. એ શૂરવીરતા, પ્રેમ અને પ્રેરણા નો શ્રોત છે એવીજ રીતે ભય, નફરત અને ગુના નો પણ. ખરેખર, આપણે જાણે, આપણી અંદર આપણી આસપાસ રહેલા બહાર ના વિશ્વની આબેહુબ નકલ રાખી છે, કારણકે આત્મા નો અરિસો સૃષ્ટી અને સૃષ્ટી નો અરિસો આત્મા. એટલેજ જયારે તમે અચેત નો અનુભવ કરો ત્યારે તમે પોતાની જાત ને જ નહીં પણ બીજાને પણ સમજવાનું શરૂ કરશો, અને જયારે માનવીય ગુનો કે મુર્ખામી સામે આવશે ત્યારે ખરા હ્રદય ના ભાવ થી કહી શકશો, “ઈશ્વર કૃપા ન હોત તો હું ત્યાં હોત.”


--"The Meaning of Happiness: The Quest for Freedom of the Spirit in Modern Psychology and the Wisdom of the East." માંથી ઉદધૃત


મનન ના પ્રશ્નો:
૧.) આત્મા નો અરિસો સૃષ્ટી અને સૃષ્ટી નો અરિસો આત્મા, આ વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) એવો અનુભવ ક્યારેય થયો છે કે કોઈ મનુષ્ય જીવનની બાબત થી તમે અજાણ નથી?
૩.) “ઈશ્વર કૃપા ન હોત તો હું ત્યાં હોત” આવો ભાવ કેવી રીતે ઉભો કરી શકીએ?
 

From "The Meaning of Happiness: The Quest for Freedom of the Spirit in Modern Psychology and the Wisdom of the East."


Add Your Reflection

7 Past Reflections